Gujarat : રાજ્યની 33 હજાર પ્રાથમિક શાળાઓનું થશે મૂલ્યાંકન, સ્વ અને બાહ્ય મૂલ્યાંકન કરવા જિલ્લાના DEO ને અપાઈ સૂચના
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હવે પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરવા પણ તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે. રાજ્યની 32,940 સરકારી પ્રાથમિક અને 1865 માધ્યમિક સ્કૂલોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
રાજ્યમાં દર વર્ષ શૈક્ષણિક સંસ્થાઓનું મુલ્યાંકન થતુ હોય છે. અત્યાર સુધી માત્ર માધ્યમિક શાળાઓનું જ મૂલ્યાંકન થતું હતુ, પરંતુ હવે રાજ્યની 33 હજાર પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળા સ્વ રીતે મૂલ્યાંકન કરીને રિપોર્ટ તૈયાર કરશે. જ્યારે અન્ય કોઈ સંસ્થા કે અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. એટલે કે આગામી સમયમાં બંને રીતે શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હવે પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરવા પણ તમામ જિલ્લાના DEO ને સૂચના આપવામાં આવી છે. રાજ્યની 32,940 સરકારી પ્રાથમિક અને 1865 માધ્યમિક સ્કૂલોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
તમામ જિલ્લાના DEO ને સૂચના અપાઈ
શાળામાં મૂલ્યાંકન દ્વારા જે-તે શાળાની ત્રુટિઓ જાણી શકાય છે. અને કઈ રીતે આ ત્રુટિઓને દુર કરી શકાય તે માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આપને જણાવી દઈએ કે, બાહ્ય મૂલ્યાંકન માટેની ટીમની રચના રાજ્ય/ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. તેઓ શાળા સુધારણામાં મહત્વના સાબિત થાય છે.