બનાસકાંઠા: ત્યજી દીધેલી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું જીવનદાન

  • Publish Date - 10:45 am, Wed, 22 January 20 Edited By: TV9 WebDesk8
બનાસકાંઠા: ત્યજી દીધેલી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું જીવનદાન
પ્રતીકાત્મક છે.

પ્રતિક જાદવ | અમદાવાદ,  રામ રાખે તેને કોણ ચાખે કદાચ આ કહેવત ડોકટરના હાથમાં રહેલી એક બાળકી માટે સાર્થક થઈ. બનાસકાંઠાના લાખણી ગામે જન્મેલી આ બાળકીના આંતરડા બહાર હતા અને આ જ કારણથી તેની જનેતાએ આ બાળકીને ત્યજી દીધી. જો કે ગામના સરપંચે તાત્કાલિક આ બાળકીને શિશુ ગૃહ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી હતી.  જ્યાં પીડિયાટ્રિક સર્જન દ્વારા બાળકીનું ઓપરેશન કરી બાળકીને નવું જીવન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Ahmedabad Civil hospital incharge superintendent tell reason behind death of 14 infants in 5 days rajya ni sauthi moti ahmedabad civil ma 5 divas ma 14 balako na mot civil superintendent ne janavyu karan

આ પણ વાંચો :  VIDEO: સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા, આગામી મુદતમાં ફરજિયાત હાજર રહેવા આદેશ

સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પણ આજે આ કિસ્સો સાંભળીને તમને સિવિલ હોસ્પિટલના ડોકટરોની પ્રશંસા કરવાનું મન થશે. બનાસકાંઠામાં ગેસ્ટ્રોથીસિસ નામની બીમારી સાથે જન્મેલી નવજાત બાળકીને તેના માતા-પિતાએ કાંટાળી વાડમાં ભગવાન ભરોસે મૂકી દીધી. આ બાળકીને ગામના સરપંચ અને બાળ શિશુગૃહ દ્વારા બચાવીને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કડકડતી ઠંડીમાં ત્યજાયેલી બાળકીની હાલત ગંભીર હતી જેને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી. શરીરની બહાર આંતરડા સાથે જન્મેલી બાળકીનું પીડિયાટ્રિક સર્જન દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યજાયેલી બાળકીને માતા નો પ્રેમ તો ના મળ્યો પણ સિવિલ હોસ્પિટલના ડોકટર અને નર્સો દ્વારા આ બાળકીને માતા જેવો જ પ્રેમ આપી સારસંભાળ રાખી અને બાળકીને નવા જીવનની સાથે નવું નામ પણ આપ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Civil hospital Ahmedabad

ત્યજી દીધેલી નવજાત બાળકીને હવે નવું જીવન મળ્યું છે સાથે સાથે એક નવું નામ પણ મળ્યું છે.  “ધ્વનિ” હવે આ ધ્વનિ ની ધૂન કોઈ એવા પરિવારમાં ગૂંજશે જેમને તેની જરૂર છે. સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થયેલી ધ્વનિ હવે બાળ શિશુ ગૃહમાં રહેશે. જ્યાં આવા ત્યજાયેલા બાળકોને દત્તક લેવા માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. બાલ શિશુ ગૃહ વિભાગ દ્વારા આ બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સુખી સંપન્ન પરિવારને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સોંપવામાં આવશે.  અનેક એવા પરિવાર છે જેમને સંતાનની ખોટ હોય છે જે સંતાન પ્રાપ્તિ માટે અનેક મન્નતો માંગતા હોય છે.આવા પરિવાર સતત બાળ શિશુગૃહનો સંપર્ક આવા બાળકોને દત્તક લેવા કરતા હોય છે.

ગેસ્ટ્રોથિશીસ નામની બિમારી સાથે 10 હજારથી 2 બાળકો જન્મતા હોય છે. જેમને બચાવવા મુશ્કેલ હોય છે પણ સિવિલ હોસ્પિટલના ડોકટરોની મહેનતના કારણે ધ્વનિને આજે નવી જિંદગી મળી છે.  આશા રાખીએ કે બાળકોને ત્યજી દેવાની ઘટનામાં ઘટાડો થાય અને ધ્વનિ જેવા અન્ય ત્યજી દેવાયેલા બાળકોને સુખી સંપન્ન પરિવાર મળે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati