AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાફેલ પર રાહુલના દાવાને ફરી રક્ષા મંત્રીએ ખોટો સાબિત કરી દીધો, કોંગ્રેસ પર લગાવ્યો દેશની સેનાને કમજોર કરવાનો આરોપ

રાફેલ મામલે રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એક અંગ્રેજી અખબારે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય) દ્વારા ફ્રાંસ સાથે ‘સમાંતર’ વાતચીતનો વિરોધ કર્યો હતો. તત્કાલીન રક્ષા સચિવે સંરક્ષણ મંત્રાલયને આ નોટિંગ પણ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અહેવાલને ધ્યાનમાં […]

રાફેલ પર રાહુલના દાવાને ફરી રક્ષા મંત્રીએ ખોટો સાબિત કરી દીધો, કોંગ્રેસ પર લગાવ્યો દેશની સેનાને કમજોર કરવાનો આરોપ
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 10:52 AM

રાફેલ મામલે રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એક અંગ્રેજી અખબારે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય) દ્વારા ફ્રાંસ સાથે ‘સમાંતર’ વાતચીતનો વિરોધ કર્યો હતો. તત્કાલીન રક્ષા સચિવે સંરક્ષણ મંત્રાલયને આ નોટિંગ પણ આપી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અહેવાલને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં આપવામાં આવેલા ભાષણ પર પલટવાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ ડીલમાં ચોરી કરી છે. આ ડીલમાં વડાપ્રધાન પ્રત્યક્ષરૂપે સામેલ હતાં.

આ પણ વાંચો : યૂપીમાં આવી ગયું રામ રાજ્ય ! કુંભ મેળાની જે પરંપરા 550 વર્ષ પહેલા મોઘલ બાદશાહ અકબરે બંધ કરાવી હતી, તે યોગી રાજમાં ફરી શરુ થઈ

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન કોણ છે?
કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?

રક્ષામંત્રી નિર્મલા સિતારમણે આ રિપોર્ટ પર જ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, સમાચાર પત્રએ એકતરફી રિપોર્ટિંગ કર્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, સમાચાર પત્રએ સંપૂર્ણ હકીકત નથી વર્ણવી. તેમાં તત્કાલીન રક્ષામંત્રી મનોહર પર્રિકરનો જવાબ જ નથી છાપવામાં આવ્યો. આજે સવારે જ કોંગ્રેસે આ અહેવાલને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં, ત્યાર બાદ ભાજપે પણ આ મામલે વળતો પ્રહાર કર્યો હતો.

આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ વિદેશી તાકતોના હાથથી રમી રહી છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેઓ વાયુસેનાને મજબૂત કરવા માંગતા નથી. ત્યારે બીજી તરફ તત્કાલીન ડીફેન્સ સેક્રેટરી જી મોહન કુમારે ખુલાસો આપ્યો કે, જે મીડિયા રિપોર્ટ સામે આવી છે તેની સાથે રાફેલ ડીલને કોઈ જ નિસબત નથી.

[yop_poll id=1210]

g clip-path="url(#clip0_868_265)">