Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાની ઇંગ્લેન્ડના ક્રિકેટરે માંગી માફી, વંશીય વ્યવહારનો લાગ્યો હતો આરોપ

|

Nov 18, 2021 | 8:55 PM

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અઝીમ રફીકે (Azeem Rafiq) તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે પૂજારા (Cheteshwar Puajara) સહિત ઘણા ખેલાડીઓને 'સ્ટીવ' કહેવામાં આવતા હતા, જેની પાછળ વંશીય અર્થ હતો.

Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાની ઇંગ્લેન્ડના ક્રિકેટરે માંગી માફી, વંશીય વ્યવહારનો લાગ્યો હતો આરોપ
Cheteshwar Pujara

Follow us on

ઈંગ્લેન્ડ ક્રિકેટમાં જાતિવાદના ઊંડા મૂળિયા ખોદવાની ઝુંબેશ શરૂ કરનાર ક્રિકેટર અઝીમ રફીક (Azeem Rafiq) ના ખુલાસા બાદથી ઘણા ક્રિકેટરોના નામ સામે આવ્યા છે અને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. અઝીમ રફીકે હાલમાં જ બ્રિટિશ સાંસદો સમક્ષ પોતાની જુબાનીમાં ખુલાસો કર્યો હતો કે યોર્કશાયર કાઉન્ટી તરફથી રમતી વખતે તેમને દિગ્ગજ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Puajara) ના નામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટીવને આ નામથી બોલાવવામાં આવતો હતો, જે વંશીય વિચારસરણીથી ઉભો થયો હતો. આ આરોપોની ઝપેટમાં આવેલા એક ઈંગ્લિશ ક્રિકેટરે હવે પોતાના વર્તન બદલ માફી માંગી છે. જેક બ્રુક્સ નામના આ ખેલાડીએ ચેતેશ્વર પૂજારા સાથે વાત કરી છે અને તેની માફી માંગી છે. પૂજારા ઉપરાંત બ્રુક્સ વિરુદ્ધ 9 વર્ષ પહેલા કરાયેલા વંશીય ટ્વિટની પણ તપાસ ચાલી રહી છે.

સમરસેટ તરફથી રમતા બ્રુક્સને તેના વર્તન અને જૂના ટ્વિટ્સ માટે ક્લબ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 2012માં, બ્રુક્સે ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટિમલ મિલ્સના ટ્વીટનો જવાબ આપતી વખતે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બ્રુક્સે 18 નવેમ્બર, ગુરુવારે એક નિવેદન જારી કરીને માફી માંગી હતી, હું સંમત છું કે મેં 2012માં કરેલી બે ટ્વિટની ભાષા અસ્વીકાર્ય હતી અને તેનો ઉપયોગ કરીને મને પસ્તાવો થાય છે. હું આ માટે દિલથી માફી માંગુ છું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પૂજારા સાથે વાત કર્યા બાદ માફી માંગી

તે જ સમયે, બ્રુક્સે દિગ્ગજ ભારતીય બેટ્સમેન પુજારાને તેના અસલી નામની જગ્યાએ ‘સ્ટીવ’ કહીને ખેદ વ્યક્ત કર્યો છે. બ્રુક્સે કહ્યું કે તે સમયે એવા ખેલાડીઓને ‘સ્ટીવ’ કહી બોલાવવું સામાન્ય હતું કે, જેમના નામ તેમને ઉચ્ચારવામાં તકલીફ પડતી હોય. ભલે તે કોઇ પણ ધર્મ કે જાતિના હોય. જોકે, બ્રુક્સે સ્વીકાર્યું કે આ ખોટું હતું અને તેણે પૂજારાનો સંપર્ક કરીને માફી માંગી છે.

ફાસ્ટ બોલરે પોતાના નિવેદનમાં કહ્યું, હું સંમત છું કે મેં પછી બીજા સંદર્ભમાં શબ્દનો ઉપયોગ કર્યો અને હવે સ્વીકારું છું કે તે ખોટું હતું અને આમ કરવું અસ્વીકાર્ય હતું. મેં ચેતેશ્વરનો સંપર્ક કર્યો છે અને તેમને અથવા તેમના પરિવારને થયેલી કોઈપણ અસુવિધા માટે માફી માંગી છે. હું તે સમયે સમજી શક્યો ન હતો કે આ જાતિવાદી વર્તન હતું, પરંતુ હવે હું જાણું છું કે તે અસ્વીકાર્ય વર્તન હતું.

 

અઝીમ રફીકે બ્રિટિશ સાંસદો સમક્ષ ખુલાસો કર્યો હતો

યોર્કશાયર કાઉન્ટીના ભૂતપૂર્વ ક્રિકેટર અઝીમ રફીકે તાજેતરમાં બ્રિટિશ સંસદની એક સમિતિ સમક્ષ જુબાની આપી હતી, જેમાં તેણે યોર્કશાયર ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથેના વંશીય વ્યવહાર અને ક્લબના અધિકારીઓ દ્વારા તેમને છુપાવવાના પ્રયાસો સામે પુરાવા રજૂ કર્યા હતા. ત્યારપછી અન્ય કેટલાક ખેલાડીઓ પણ આગળ આવ્યા છે અને વંશીય દુર્વ્યવહારની ફરિયાદ કરી છે અને હાલમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ આ મામલાઓ સાથે વ્યવહાર કરવામાં વ્યસ્ત છે.

 

આ પણ વાંચોઃ  IND vs NZ: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેનના મનમાં અશ્વિનના નામનો ડર, કહ્યુ ચતુર બોલર છે, તેણે ખરાબ બોલ નાખ્યો હોય એવુ યાદ નથી

 

આ પણ વાંચોઃ  IND vs NZ: રોહિત શર્માએ ભારતની જીત બાદ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ચેતવ્યા, કહ્યુ, માત્ર પાવર હિટીંગ જ સફળ નથી બનાવતી

 

Published On - 8:49 pm, Thu, 18 November 21

Next Article