સુરતમાં કોરોનાના આંકડા ફરી ડરાવી રહ્યા છે, અનલોક 4માં સ્થિતિ વધુ બગડી

સુરત શહેરમાં ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 28 હજારને પાર કરી ગઈ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે અનલોક 4માં અનલોક 3 કરતા પણ બમણી ગતિથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. અનલોક 3 એટલે કે 1 ઓગષ્ટથી 31 ઓગષ્ટ સુધી કુલ 3386 કેસ પોઝિટિવ […]

સુરતમાં કોરોનાના આંકડા ફરી ડરાવી રહ્યા છે, અનલોક 4માં સ્થિતિ વધુ બગડી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:59 PM

સુરત શહેરમાં ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 28 હજારને પાર કરી ગઈ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે અનલોક 4માં અનલોક 3 કરતા પણ બમણી ગતિથી દર્દીઓની સંખ્યા વધી રહી છે.

અનલોક 3 એટલે કે 1 ઓગષ્ટથી 31 ઓગષ્ટ સુધી કુલ 3386 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે અનલોક 4 એટલે કે 1 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી 7417 કેસો નોંધાઇ ચુક્યા છે. જેનું કારણ છે કે લોકોમાં હજી ગંભીરતા જોવા મળી નથી રહી. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં બેદરકારી બતાવી રહ્યા છે. વિકેન્ડમાં હજી પરિવાર મિત્રો સાથે માસ્ક વગર સોશિયલ ડિસ્ટનસિંગ રાખ્યા વગર ફરી રહ્યા છે.

જ્યારે 68 દિવસનું લોકડાઉન હતું ત્યારે સુરતમાં ફક્ત 1725 કેસ હતા અને 72 દર્દીઓના મોત થયા હતા તેમજ 1148 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ દરમ્યાન રોજના સરેરાશ 25 કેસો આવતા હતા જેની સરખામણીએ આજે રોજના સરેરાશ 300 કેસો આવી રહ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હજી પણ સૌથી વધુ કેસો સુરતના અઠવા ઝોન વિસ્તારમાંથી આવી રહ્યા છે. અઠવા ઝોન જે સૌથી શરૂઆતમાં આઠમા નંબરે હતું તે હવે પહેલા નંબરે આવી ગયું છે. હજી લોકોને એ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી વેકસિન નહિ આવે ત્યાં સુધી માસ્ક એ જ વેકસિન છે.

આ પણ વાંચોઃફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">