ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી

કચ્છના નલિયામાં લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી
Gujarat Winter Coldwave
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 20, 2021 | 8:28 PM

ગુજરાતમાં(Gujarat) આગામી ચાર દિવસ સુધી ઠંડીનો (Coldwave)  ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જેમાં હાલ કચ્છના નલિયામાં(Naliya)  લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે. તેમજ ચાર દિવસ બાદ લધુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. જેના પગલે લોકોને હાડ થીજવતી ઠંડીથી થોડી રાહતનો અનુભવ થશે

સમગ્ર ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં  હજુ  ઠંડી યથાવત રહેશે. આ  દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે.નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને બનાસકાંઠામાં  ઠંડીનો ચમકારો  અનુભવાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

આ પણ વાંચો :  કમલમમાં ઘર્ષણ મુદ્દે આપના છ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati