AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics : ચિલી અને નેધરલેન્ડનો ખેલાડી કોરોનાની ઝપેટમાં, ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના કુલ 6 કેસ નોંધાયા

ટોકિયો ઓલિમ્પિક વિલેજમાં (Olympic Village) અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6 કેસ સામે આવ્યા છે. વધી રહેલા કોરોના કેસના કારણે આ રમતના આયોજન સામે ખતરો તોળાઈ રહ્યો છે.

Tokyo Olympics : ચિલી અને નેધરલેન્ડનો ખેલાડી કોરોનાની ઝપેટમાં, ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના કુલ 6 કેસ નોંધાયા
Chile Taekwondo Netherlands skateboard players corona positive
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:29 PM
Share

COVID-19 Case  : ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અલગ-અલગ દેશના ખેલાડીઓ જાપાન (Japan) ની રાજધાની ટોક્યોમાં પહોંચ્યા છે, પરંતુ હવે આ વચ્ચે કોરોના પોઝિટિવ (Corona positive)ખેલાડીઓના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે.

જાપાને કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમત (Tokyo Olympics-2020)નું આયોજન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ મહામારીની અસર રમત પર પડી શકે છે. જાપાન(Japan)ની રાજધાની પહોચી ચૂકેલા ખેલાડીઓમાં કોરોના સંક્રમિત થવાના કેસ સામે આવી રહ્યા છે. જે ખેલાડીઓમાં ભય ઉભો કરી રહ્યા છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ને શરુ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોરોના કેસો પણ સતત વધી રહ્યા છે. બુધવારના રોજ ચિલીના તાઇક્વાન્ડો ખેલાડી ફર્નાન્ડા એગ્વાયર અને નેધરલેન્ડ ( Netherlands)ની સ્કેટબોર્ડ ખેલાડી કેંડી જેકબસ કોરોના રિપોર્ટ (Corona report)પોઝિટીવ આવવાના કારણે ઓલિમ્પિકમાંથી બહાર થઈ છે.

ફર્નાંડા એરપોર્ટ (Fernanda airport) પર પહોંચતા તેમનો કોરોના રિપોર્ટ (Corona report)પોઝિટીવ આવ્યો હતો. જ્યારે કેંડી જેકબસનો કોરોના રિપોર્ટ ઓલિમ્પિક વિલેજમાં (Olympic Village) પોઝિટીવ આવ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં સંક્રમિત થનારા 6ઠ્ઠી વ્યક્તિ છે. થોડા દિવસો પહેલા  ચેક રિપબ્લિકની બીચ વૉલીબૉલ ટીમ (Czech Republic beach volleyball Team)નો એક ખેલાડી ઓન્દેર્જા પેરુસિચ (Ondrej Perusic ) ઓલિમ્પિક વિલેજમાં કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

કેંડી જેકબસે તેમના ઈન્સ્ટ્રાગ્રામ પર તેમને જાણ કરી કે, તેમની ઓલિમ્પિકની  સફર પૂર્ણ થઈ ગઈ છે. કેંડીએ લખ્યું કે, મારુંં દિલ ટુટી ગયું છે. આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેનો મતલબ કે, હવે મારી ઓલિમ્પિક (Olympics)ની સફર પૂર્ણ થઈ છે. આ પરિસ્થતિમાંથી બચવા માટે શક્ય તેટલી તમામ સાવચેતી મે રાખી હતી.

ટોક્યો ઓલમ્પિક ગેમ્સ 2020 (Tokyo Olympics 2020) ને હજી પણ રદ્દ થઇ શકે છે. આયોજન સમિતીએ તેને લઇને સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, જો ટૂર્નામેન્ટ દરમિયાના કોરોનાના (Corona Cases) કેસમાં વધારો થાય અને વધુ ખેલાડીઓને કોરોના સંક્રમણ થાય છે તો ઓલમ્પિકને ગમે ત્યારે રદ્દ કરી દેવામાં આવશે. ટોક્યો (Tokyo) ઓલમ્પિક કમિટીના મુખ્યા તોશિરો મુટોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની માહિતી આપી છે.

તેમને આ મામલે સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું ઓલમ્પિક કેન્સલ થઇ શકે છે ? આ સવાલના જવાબમાં તોશિરોએ કહ્યુ કે, અમે કોરોનાના કેસ પર નજર રાખી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે બાકીના આયોજકો સાથે આ વિષયમાં વાત કરીશું. હાલમાં કોરોનાના કેસ વધી કે ઘટી શકે છે એટલે હાલમાં અમે આને લઇને કોઇ નિર્ણય નથી લીધો પરંતુ જો હાલાત વધુ ગંભીર બનશે તો અમે આ વિશે વિચારણા કરીશું

આ પણ વાંચો : Tokyo Olympics : ઓલિમ્પિકમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ચેકોસ્લોવિયાનો બીચ વૉલીબોલ ખેલાડી કોરોના પોઝિટીવ

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">