ભાજપ સંગઠન સરચનમાં વિલંબ: મહારાષ્ટ્રના પરિણામોની ગુજરાત પર અસર, સંગઠનનું કોકડું ગુંચવાયું

|

Dec 01, 2019 | 8:30 AM

ગુજરાત ભાજપમાં સંગઠન સરચના ચાલી રહી છે. જો કે, પ્રદેશ માળખાનું નવુ સ્વરૂપ ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના અસ્તિત્વમાં આવે શકે છે. જિલ્લા પ્રમુખોના નામને લઇને કોકડું ગુચવાયેલું છે. ત્યારે નિર્ધારિત સમયથી વિલંબ થાય એવું હાલમાં જોવા મળી રહ્યું છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

ભાજપ સંગઠન સરચનમાં વિલંબ: મહારાષ્ટ્રના પરિણામોની ગુજરાત પર અસર, સંગઠનનું કોકડું ગુંચવાયું

Follow us on

ગુજરાત ભાજપમાં સંગઠન સરચના ચાલી રહી છે. જો કે, પ્રદેશ માળખાનું નવુ સ્વરૂપ ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના અસ્તિત્વમાં આવે શકે છે. જિલ્લા પ્રમુખોના નામને લઇને કોકડું ગુચવાયેલું છે. ત્યારે નિર્ધારિત સમયથી વિલંબ થાય એવું હાલમાં જોવા મળી રહ્યું છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃ કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર, ભાજપના ધારાસભ્યએ ઉમેદવારી પરત લીધી હતી

અત્યાર સુઘી ચૂંટણી સમયે જ દાવેદારો અને ટિકિટ વાંચ્છુકોની હોડ ભાજપના પ્રદેશ નેતૃત્વથી માંડીને કેન્દ્રમાં જોવા મળતી હોય છે. પરંતુ હવે સંગઠનમાં પણ પદ મેળવવાની હોડ લાગી છે. વોર્ડ પ્રમુખથી લઈ જિલ્લાના માળખામાં સ્થાન મેળવવા અનેક કાર્યકર્તાઓ રાજ્યભરમાં એડીચોટીનું જોર લગાવ રહ્યા છે. જો કે, વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત સાથે જ અનેક જગ્યા પર વિરોધનો સૂર ઉઠ્યો હતો. અમદાવાદમાં તો ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સીએમના મતવિસ્તાર રાજકોટમાં જિલ્લા તથા શહેર સંગઠનમા પોતાના વિશ્વાસુ માણસોને સ્થાન મળે એ માટે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડીયા, ભરત બોઘરા વચ્ચે કોલ્ડવોર ચાલી રહી છે. એવા સંજોગોમાં ભાજપનું નવું પ્રદેશ માળખું વિલંબમાં મુકાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્ર દ્વારા નક્કી કરાયેલી સમય સીમા પ્રમાણે નવેમ્બરના અંત સુધીમાં જિલ્લા પ્રમુખના નામ જાહેર કરવાના હતા. પરંતુ મોટાભાગમાં જિલ્લાઓમાં એક નામ પર હજુ સુધી સહમતી સાધવામાં સફળતા મળી નથી. તો બીજી તરફ મહારાષ્ટ્રના પ્રકરણ બાદ ગુજરાતમાં 2022ને ધ્યાનમાં રાખીને તમામ નામો પર ફેર વિચારણા કરવામાં આવી રહી છે. જેના કારણે રાષ્ટ્રીય સંગઠનના મંત્રી વી.સતીશના પણ સતત પ્રવાસ વધી ગયા છે. જો કે વાત જ્યારે ગુજરાત ભાજપની હોય તો આખરી મહોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને PM નરેન્દ્ર મોદીની હોય છે. હજુ જિલ્લા પ્રમુખના નામની જાહેરાતમાં એક સપ્તાહ જેટલો સમય જાય એવું સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપ સંગઠનના નિયમ પ્રમાણે 60 % જેટલા જિલ્લામાં પ્રમુખના નામની જાહેરાત થાય ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામ ની જાહેરાત થતી હોય છે. હાલમાં સરચનામાં ચાલી રહેલા વિલંબના કારણે ડિસેમ્બરના અંત સુધી અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની શક્યતા છે.

 

ભાજપના પદ મેળવવા માટે જ્યાં એક તરફ કાર્યકર્તાઓમાં હોડ લાગી છે. ત્યાં બીજી તરફ પસંદગી પ્રક્રિયા સામે કાર્યકર્તાઓમાં સખત વિરોધ અને નારાજગી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ઉતરેલા પેરાશૂટ નેતાઓ અને કાર્યકર્તાઓને સંગઠનમાં સારી પોસ્ટ પર ગોઠવવાની તજવીજ ચાલી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ પાર્ટીના સીનિયર નેતાઓને પણ સાઇડ ટ્રેક કરાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેને લઇને પણ અસંતોષનો ભડકો થઈ રહ્યો છે. જેની સીધી અસર સંગઠનની કામગીરી પર થઈ રહી છે. જો કે આ અંગે મીડિયા સાથે પ્રદેશ પદાધિકારીઓ વાત કરવાનું ટાળી રહ્યા છે. આ આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, “ભાજપમાં પાર્ટીના સંવિધાન મુજબ રચના થાય છે અમે એક સીસ્ટમથી કામ કરીએ છીએ. તમામની સહમતીથી નિર્ણયો થતા હોય છે. જેના કારણે કોઈ વિવાદ થતા નથી”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે આ વખતે વિવાદો એટલી ચરમસીમાં પર છે કે, કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલમાં જે રીતે કોકડું ગંચવાયું છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થશે કે, કેમ…તેના પર પ્રશ્નાર્થ છે. અને તમામ પાસાઓની અસર પ્રદેશના માળખા પર થશે. જેના કારણે પ્રદેશ સંગઠનનું નવું માળખું અસ્તિત્વમાં આવવામાં વિલંબ થાય એવું હાલમાં લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article