લો બોલો, મોટરસાયકલની સીટ નીચેથી નિકળ્યો દેશનો સૌથી ઝેરી સાપ કોબ્રા, જીંદગી અને મોત વચ્ચે સીટનું અંતર રહી ગયું

|

Sep 22, 2020 | 6:50 PM

પાર્ક કરેલી બાઈક લઈને સીધું નીકળતા પહેલા બાઈકની તપાસ કર્યા પછી જ વાહન ઉપર બેસવા દાખલો આપતો કિસ્સો ભરૂચમાં બન્યો છે જ્યાં ભરૂચના વાંસી ગામે મોટરસાઇકલ ઉપર જતા યુવાન બાઇકમાં સળવળાટ અનુભવતા તપાસ દરમ્યાન બાઇકમાંથી દેશના સૌથી ઝેરી સાપ કોબ્રા નીકળ્યો હતી. એક કલાકની જહેમત અને બાઇકના અનેક પૂર્જા ખોલ્યા બાદ કોબ્રાને ઝડપી પડયો હતો. […]

લો બોલો, મોટરસાયકલની સીટ નીચેથી નિકળ્યો દેશનો સૌથી ઝેરી સાપ કોબ્રા, જીંદગી અને મોત વચ્ચે સીટનું અંતર રહી ગયું

Follow us on

પાર્ક કરેલી બાઈક લઈને સીધું નીકળતા પહેલા બાઈકની તપાસ કર્યા પછી જ વાહન ઉપર બેસવા દાખલો આપતો કિસ્સો ભરૂચમાં બન્યો છે જ્યાં ભરૂચના વાંસી ગામે મોટરસાઇકલ ઉપર જતા યુવાન બાઇકમાં સળવળાટ અનુભવતા તપાસ દરમ્યાન બાઇકમાંથી દેશના સૌથી ઝેરી સાપ કોબ્રા નીકળ્યો હતી. એક કલાકની જહેમત અને બાઇકના અનેક પૂર્જા ખોલ્યા બાદ કોબ્રાને ઝડપી પડયો હતો. ભરૂચ તાલુકાના વાસી ગામનો યુવાન બાઈક લઈ નીકળ્યો ત્યારે અચાનક સળવળાટ અનુભવ્યો હતો. બાઇકમાં કંઈક જીવજંતુ સળવળતુ હોય તેવો અંદાજ આવતા રસ્તામાં વાહન ઉભું કરી તપાસ કરતા ફૂંફાડા મારતો સાપ નજરે પડ્યો હતો.

ગભરાયેલા યુવાને બાઈક રસ્તા ઉપર જ પાર્ક કરી દઈ જીવદયા પ્રેમી સંસ્થાને મદદે બોલાવી હતી . એક કલાકની મથામણ અને અનેક પૂર્જા ખોલ્યા બાદ બાઇકમાંથી સાપને બહાર કાઢયો હતો.સાપ બહાર કાઢવામાં આવતા તે દેશમાં નજરે પડતી અત્યંત ઝેરી સાપની પ્રજાતિ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું જે કરડે તો મનુષ્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જીવદયા પ્રેમીઓએ સાપને ઝડપી પાડી સુરક્ષિત વરાવરણમાં મુક્ત કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article