BCCI એ એક શ્રેણી માટે બે ભારતીય ટીમોની કરી જાહેરાત, ટુર્નામેન્ટમાં સામ-સામે રમશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 17 નવેમ્બરથી શરૂ થનારી ત્રિકોણીય શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ શ્રેણીમાં બે ભારતીય ટીમો રમશે. અંતિમ મેચ 30 તારીખે રમાશે.

ભારતની સિનિયર ક્રિકેટ ટીમ 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ દરમિયાન, ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 કતારના દોહામાં શરૂ થશે. આ બધા વચ્ચે, બે વધુ ભારતીય ટીમો મેદાનમાં જોવા મળશે. હકીકતમાં, અફઘાનિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. આ પ્રવાસ દરમિયાન ટ્રાય સિરીઝ રમાશે. આ શ્રેણીમાં અફઘાનિસ્તાન અંડર-19, તેમજ ભારત અંડર-19 A અને B ટીમોનો સમાવેશ થશે. BCCI ની જુનિયર પસંદગી સમિતિએ શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી છે.
બે ભારતીય ટીમો એક જ શ્રેણીમાં રમશે
ત્રિકોણીય શ્રેણી 17 નવેમ્બરથી શરૂ થશે. શ્રેણીનું ફોર્મેટ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટ હશે, જેમાં દરેક ટીમ ચાર મેચ રમશે. ત્યારબાદ ટોચની બે ટીમો 30 નવેમ્બરના રોજ ફાઈનલમાં પહોંચશે. બધી મેચો ભારતના બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યોજાશે. વિહાન મલ્હોત્રાને ભારત અંડર-19 A ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે જ્યારે એરોન જ્યોર્જ ભારત અંડર-19 B ટીમનું નેતૃત્વ કરશે.
NEWS
India A U19 and India B U19 squads for U19 Triangular Series announced.
The triangular series will be played at the BCCI COE from November 17 to 30, with Afghanistan U19 as the third participating team.
Details @IDFCFIRSTBankhttps://t.co/ELqwaNcVKX pic.twitter.com/KnTwAdeu7E
— BCCI (@BCCI) November 11, 2025
ભારતની A અને B ટીમો સામ-સામે રમશે
શેડ્યૂલ મુજબ, પહેલી મેચ 17 નવેમ્બરે ભારત A અને ભારત B વચ્ચે રમાશે, ત્યારબાદ 19 નવેમ્બરે ભારત B vs અફઘાનિસ્તાન, 21 નવેમ્બરે ભારત A અને અફઘાનિસ્તાન, 23 નવેમ્બરે ભારત A vs ભારત B, 25 નવેમ્બરે ભારત B vs અફઘાનિસ્તાન અને 27 નવેમ્બરે ભારત A અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ રમાશે.
ભારતની બંને ટીમ
ભારત અંડર 19 A ટીમ: વિહાન મલ્હોત્રા (કેપ્ટન), અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન), વાફી કચ્છી, વંશ આચાર્ય, વિનીત વીકે, લક્ષ્ય રાયચંદાની, એ. રાપોલ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન એ પટેલ, અનમોલજીત સિંહ, મોહમ્મદ ઈનાન, હેનીલ પટેલ, આશુતોષ મહિડા, આદિત્ય રાવત, મોહમ્મદ મલિક.
ભારતની અંડર 19 B ટીમઃ એરોન જ્યોર્જ (કેપ્ટન), વેદાંત ત્રિવેદી (વાઈસ-કેપ્ટન), યુવરાજ ગોહિલ, મૌલ્યરાજ સિંહ ચાવડા, રાહુલ કુમાર, હરવંશ સિંહ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), આરએસ અંબરીશ, બીકે કિશોર, નમન પુષ્પક, હેમાચુડેસન જે, ઉધવ મોહન, ઈશાન સૂદ, ડી દિપેશ, રોહિત કુમાર દાસ.
આ પણ વાંચો: IPL Auction : IPL ઓક્શનની તારીખ આવી સામે, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
