મને ખબર નથી કે આ વીડિયોમાં કોણ છે, પાક ક્રિકેટર નસીમના નિવેદન પર ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા

|

Sep 12, 2022 | 9:56 AM

હાલમાં જ ઉર્વશી રૌતેલાએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. અભિનેત્રીની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઉર્વશીની આ પોસ્ટ ક્રિકેટર નસીમ શાહ સાથે સંબંધિત છે.

મને ખબર નથી કે આ વીડિયોમાં કોણ છે, પાક ક્રિકેટર નસીમના નિવેદન પર ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા
મને ખબર નથી કે આ વીડિયોમાં કોણ છે,પાક ક્રિકેટર નસીમના નિવેદન પર ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા
Image Credit source: Instagram

Follow us on

Urvashi Rautela : ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. જેના કારણે ખુદ અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા વાત શેર કરી છે. પાકિસ્તાન (Pakistani Cricketer) ના ફાસ્ટ બોલર નસીમ શાહને લઈ બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ખુબ ચર્ચામાં છે, થોડા દિવસો પહેલા ઉર્વશીનો એક એડિટેડ રોમેન્ટિક રીલ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. ત્યારબાદ ઉર્વશી અને નસીમ રિલેશનશિપને લઈ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે અભિનેત્રી આ વાયરલ વીડિયો પર પોતાનું રિએક્શન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતા લખ્યું કે, 2 દિવસ પહેલા મારી ટીમે એક ક્યુટ વીડિયો શેર કર્યો હતો. જેને ચાહકોએ એડિટ કર્યો હતો. અમને ખબર નહતી કે તેમાં કોણ કોણ લોકો સામેલ છે. હું મીડિયાને રિક્વેસ્ટ કરું છુ કે આ વિશે કોઈ સમાચાર ન ફેલાવે,

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

 

આવુ હતુ નસીમનું નિવેદન

નસીમ શાહના નિવેદનની વાત કરીએ તો નસીમે ઉર્વશીની સાથે પોતાના સંબંઘ પર મોટું નિવેદન આપ્યું હતુ. ક્રિકેટરે કહ્યું હતુ કે, ઉર્વશી કોણ છે, શું છે મને ખબર નથી. લોકો આવો વીડિયો કેમ બનાવે છે. મારો આવો કોઈ પ્લાન પણ નથી. મારું ઘ્યાન અત્યારે ક્રિકેટર પર જ છે. મારે ક્રિકેટ રમવું છુ. નસીમે આ રીતે નિવેદન આપતા ઉર્વશી અને તેની વચ્ચે ચાલી રહેલા સંબંધ પર બ્રેક લગાવવામાં આવી છે.

 

વીડિયોમાં આપવામાં આવ્યું હતુ નિવેદન

વીડિયો શેર કરતા બોલર નસીમ શાહે કહ્યું કે, મને તો આવી કાંઈ ખબર નથી. હું તો મેદાન પર રમું છુ. લોકો વીડિયો શેર કરતા રહે છે. સ્ટેડિયમમાં આવી મેચ જોવે એજ મહેરબાની છે. મારી માટે આ સારી વાત છે કે, લોકો મને પસંદ કરી રહ્યા છે.

ઉર્વશી રૌતેલા ભારત-પાકિસ્તાન વચ્ચે બંન્ને મેચમાં ઉર્વશી રૌતેલા સ્ટેડિયમમાં જોવા મળી હતી, આ બંન્ને મેચમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર છવાઈ હતી. હવે ઉર્વશીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ પણ જોવા મળ્યો હતો. આ વીડિયો એડિંટેડ હતો.

Next Article