ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ

ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ

ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ મળવાનું છે. જેમાં 1706 કરોડ રૂપિયા (240 મિલિયન ડૉલર)ના શેર અને 14.22 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર છે. પીચાઈનું નવું પેકેજ જાન્યુઆરી 2020થી લાગુ થશે. તેમના પગારમાં આશરે 200 ટકા વધારો થયો છે. ગુગલમાં અત્યાર સુધીમાં CEOને મળનારા પગારમાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીચાઈને આગામી ત્રણ વર્ષમાં આ રકમ ત્યારે મળશે. જ્યારે તે પોતાના તમામ પ્રોજેક્ટ પૂરા કરી લેશે. જો એસ એન્ડ પી 100 ઈન્ડેક્સમાં અલ્ફાબેટનું પ્રદર્શન સારુ રહેશે તો, પીચાઈને 639 કરોડ રૂપિયા વધુ મળશે. પીચાઈને ગત મહિને આ નોકરી માટે પસંદગી કરાઈ હતી. જ્યારે ગુગલના સહસંસ્થાપક લૈરી પેજ અને સર્ગોઈ બ્રિને પોતાનું પદ છોડી દીધું હતું. પીચાઈને ગુગલની જ કંપની અલ્ફાબેટના પણ સીઈઓ બનાવવાનું એલાન 4 ડિસેમ્બરે કરાયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati