લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

|

Jan 06, 2019 | 11:30 AM

કુંભમેળાનું હિંદૂ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. પ્રાચીન ધાર્મિક ગ્રંથો પ્રમાણે, કુંભમેળાની વાર્તા સમુદ્ર મંથનથી શરૂ થાય છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતને લઈને યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.   જ્યારે મંદાર પર્વત અને વાસુકિ નાગની સહાયતાથી દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્રમંથન શરૂ થયું તો એમાંથી કુલ 14 રત્નો નીકળ્યા. તેમાંથી 13 રત્નો તો દેવતાઓ […]

લોકો ખોવાઈ જાય એ મેળો એટલે કુંભમેળો એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

Follow us on

કુંભમેળાનું હિંદૂ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. પ્રાચીન ધાર્મિક ગ્રંથો પ્રમાણે, કુંભમેળાની વાર્તા સમુદ્ર મંથનથી શરૂ થાય છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતને લઈને યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

 

જ્યારે મંદાર પર્વત અને વાસુકિ નાગની સહાયતાથી દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્રમંથન શરૂ થયું તો એમાંથી કુલ 14 રત્નો નીકળ્યા. તેમાંથી 13 રત્નો તો દેવતાઓ અને અસુરોમાં વહેંચાઈ ગયા પરંતુ જ્યારે કળશતી અમૃત ઉત્પન્ન થયું તો તેની પ્રાપ્તિ માટે બંને પક્ષોમાં યુદ્ધની સ્થિતિ ઉભી થઈ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અસુર અમૃતનું સેવન કરીને હંમેશ માટે અમર થવા માગતા હતા તો દેવતાઓ અમૃતનું એક પણ ટીપું રાક્ષસો સાથે વહેંચવા તૈયાર ન હતા.

એવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને અમૃત કળશને પોતાની પાસે લઈ લીધો. તેમણે આ કળશ ઈંદ્રના પુત્ર જયંતને આપ્યો. જયંત હવે અમૃત કળશને દાનવોથી બચાવીને ભાગી રહ્યા હતા, અને ત્યારે જ અમૃતના થોડા ટીપા ધરતી પર પડ્યા. આ ટીપા જે ચાર સ્થાનો પર પડ્યા- હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન, ત્યાં દર 12 વર્ષ બાદ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

દર 12 વર્ષ બાદ આ મેળાના આયોજન પાછળ પણ એક પૌરાણિક કથા છે. ઈન્દ્રપુત્ર જયંતને અમૃતકળશ લઈને સ્વર્ગ પહોંચવામાં 12 દિવસનો સમય લાગ્યો હતો. દેવતાઓનો 1 દિવસ ધરતી પરના 1 વર્ષ બરાબર માનવામાં આવે છે. એટલે દર 12 વર્ષે કુંભ પર્વ-કુંભમેળાનું આયોજન થાય છે.

આ પણ વાંચો: કેમ, કેવી રીતે અને કયા ફાયદા માટે લોકો બને છે નાગા બાવા?

[yop_poll id=496]

કુંભમેળા પર ટીવી9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article