AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત રહી ભારે, એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ આવ્યા

મહામારી વચ્ચે દિવાળીના તહેવારની ઉજવણી ગંભીર બની રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત ભારે રહી અને એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ નોંધાયા. જેમાંથી 40 ટકા દર્દીઓ અન્ય હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ઇતિહાસમા પ્રથમવાર એવી ઘટના બની કે, સિવિલ સત્તાધીશોને અડધી રાત્રે નવા બે વોર્ડ ખોલીને દર્દીઓને દાખલ કરવાની […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત રહી ભારે, એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ આવ્યા
| Updated on: Nov 14, 2020 | 5:36 PM
Share

મહામારી વચ્ચે દિવાળીના તહેવારની ઉજવણી ગંભીર બની રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત ભારે રહી અને એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ નોંધાયા. જેમાંથી 40 ટકા દર્દીઓ અન્ય હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ઇતિહાસમા પ્રથમવાર એવી ઘટના બની કે, સિવિલ સત્તાધીશોને અડધી રાત્રે નવા બે વોર્ડ ખોલીને દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી. ગત્ત સપ્તાહે સિવિલમાં 200 જેટલા દર્દીઓનો આંકડો નોંધાયો હતો. જોકે દિવાળીના તહેવારમાં આ આંક 500ને પાર પહોંચ્યો છે અને એમ્બ્યુલન્સ સતત 24 કલાક સુધી દોડતી રહી. હાલ 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 517 બેડ ભરાઇ ગયા છે અને દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 200 આઈસીયુમાંથી 135 આઇસીયુ પેક થઇ ગયા છે. જોકે તબીબો ભય વ્યક્ત કરી રહ્યા છે આગામી સપ્તાહે સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: એસ.આર.મહેતા કોલેજની દાદાગીરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઇન્કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">