સુરત અગ્નિકાંડઃ તંત્ર એ રાતોરાત આ ગાડી જર્મનીથી મગાવી, એક વર્ષ અગાઉ 9 કરોડ રૂપિયાની ગાડીનો ઓર્ડર આપ્યો હતો
સુરતમાં ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડ બાદ આખરે મોડે મોડે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા 55 મીટરની ટર્ન ટેબલ લેડર ગાડી તાત્કાલીક મગાવી લેવામાં આવી છે. 9 કરોડના ખર્ચે તંત્રએ જર્મનીથી ટર્ન ટેબલ લેડર ગાડી મગાવી હતી. એક વર્ષ અગાઉ આ ઓર્ડર આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે મુંબઈ પોર્ટ પર ટીટીએલ ગાડી આવી ગઈ હતી. આમ તો […]
સુરતમાં ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડ બાદ આખરે મોડે મોડે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા 55 મીટરની ટર્ન ટેબલ લેડર ગાડી તાત્કાલીક મગાવી લેવામાં આવી છે. 9 કરોડના ખર્ચે તંત્રએ જર્મનીથી ટર્ન ટેબલ લેડર ગાડી મગાવી હતી. એક વર્ષ અગાઉ આ ઓર્ડર આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે મુંબઈ પોર્ટ પર ટીટીએલ ગાડી આવી ગઈ હતી. આમ તો લાંબી પ્રક્રિયાના કારણે એક માસ બાદ આ ગાડી તંત્રને મળવાની હતી. પરંતું તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટનાને જોતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ઓર્ડર કરી ટીટીએલ ગાડી મગાવી લીધી છે.
તો બીજી તરફ સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પલેક્ષ પાસે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. તંત્રના વાંકે અનેક દીકરા-દીકરોઓ ગુમાવનારા લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ ટોળાએ મેયર જગદીશ પટેલના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. જો કે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉપસ્થિત હતો. પોલીસ કાફલાએ મધ્યસ્થી કરીને લોકોનો રોષ શાંત પાડ્યો હતો.