આજે દિવાળીની પરંપરા મુજબ શેરબજારમાં એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે

|

Jan 16, 2021 | 10:35 AM

આજે દિવાળી છે. એક પરંપરા મુજબશેરબજારમાં  દિવાળી પર એક કલાક માટે મુહૂર્ત વેપાર થાય છે.  દિવસનો બાકીનો સમય બજાર બંધ રહે છે. દિવાળીની માન્યતાઓ અનુસાર સારા મુહૂર્તનો વેપાર  આગામી આખા વર્ષ દરમિયાન સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે. દિવાળીના દિવસે ઉદ્યોગપતિઓ ચોપડા પૂજન કરે છે. મુહૂર્ત સત્ર શરૂ થાય તે પહેલાં હિસાબી પુસ્તકોની પૂજા કરવામાં આવે […]

આજે દિવાળીની  પરંપરા મુજબ શેરબજારમાં એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે

Follow us on

આજે દિવાળી છે. એક પરંપરા મુજબશેરબજારમાં  દિવાળી પર એક કલાક માટે મુહૂર્ત વેપાર થાય છે.  દિવસનો બાકીનો સમય બજાર બંધ રહે છે. દિવાળીની માન્યતાઓ અનુસાર સારા મુહૂર્તનો વેપાર  આગામી આખા વર્ષ દરમિયાન સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે.

દિવાળીના દિવસે ઉદ્યોગપતિઓ ચોપડા પૂજન કરે છે. મુહૂર્ત સત્ર શરૂ થાય તે પહેલાં હિસાબી પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. 1957 થી BSE માં મુહૂર્ત વેપાર થાય છે. મુહૂર્ત વેપારની શરૂઆત બે મોટા વેપારી સમુદાયો ગુજરાતીઓ અને મારવાડી દ્વારા કરાઈ હતી. બાદમાં 1992 થી NSE જોડાયું અને ત્યારથી BSE અને NSE બંને બજાર દિવાળીની સાંજે એક કલાકનો વેપાર કરે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આજે દિવાળીના ટ્રેડિંગના મુહૂર્તનો સમય આજે સાંજે 6: 15 વાગ્યે બજાર શરૂ થશે જે સાંજે 7: 15 સુધી ચાલશે. આ પહેલા પ્રી-ઓપન મુહૂર્ત સત્ર સાંજે 6:00 થી સાંજના 6:08 દરમિયાન ચાલશે. પોસ્ટ ક્લોઝિંગ મુહૂર્ત 7.25 થી 7.35 ની વચ્ચે રહેશે. માન્યતા અનુસાર મુહુર્ત એક એવો પ્રસંગ છે કે જેમાં ધંધા અને સમુદાયની સમૃદ્ધિની દેવી લક્ષ્મીને યાદ કરે છે વ્યાપારિક સમુદાયો સંવત અથવા નવા વર્ષની શરૂઆતની ઉજવણી પણ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:37 am, Sat, 14 November 20

Next Article