World Bicycle Day: આ કારણે નથી હોતો લેડીઝ સાયકલમાં આગળ પોલ, જાણીને તમને પણ લાગશે નવાઈ

પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ પ્રકારની સાઇકલ ઉપલબ્ધ છે અને બંનેની ડિઝાઇન અલગ-અલગ છે. મહિલા સાયકલમાં આગળ પોલ નથી અને તેમના માટે બનાવેલ સાયકલમાં આગળ ખુલ્લી જગ્યા હોય છે.

World Bicycle Day: આ કારણે નથી હોતો લેડીઝ સાયકલમાં આગળ પોલ, જાણીને તમને પણ લાગશે નવાઈ
Bicycle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:35 PM

સાયકલ તરફ લોકોનો ઝૂકાવ ફરી વધી રહ્યો છે. સમય બદલાતા લોકોમાં સાયકલનો ક્રેઝ વધતો જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીની સાયકલ ખરીદવા માંગે છે. જેના કારણે બજારમાં સાયકલની માગ પણ વધી છે. હાલમાં બજારમાં એક લાખ રૂપિયાથી વધુ કિંમતની સાયકલ ઉપલબ્ધ છે. દુનિયાના ઘણા દેશોમાં લોકો ઓફિસ જવા માટે પણ સાઈકલનો ઉપયોગ કરવા લાગ્યા છે.

bicycle

18મી સદીમાં શોધાઈ સાયકલ

સાયકલના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી અને શરીરને ઘણા ફાયદા થાય છે. સાયકલ ચલાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ સાથે શરીરના તમામ અંગોની કસરત થાય છે. યુરોપિયન દેશોમાં લોકોએ 18મી સદીમાં સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. 1816 માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક કારીગર દ્વારા પ્રથમ વખત સાયકલની શોધ કરવામાં આવી હતી. તે સમય દરમિયાન લોકો તેને શોખનો ઘોડો કહેતા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પછી, વર્ષ 1865 માં, પગ-પેડલ ફરતા વ્હીલની શોધ કરવામાં આવી, જેને વેલોસિપીડ કહેવામાં આવે છે. આ પછી 1872માં આ ચક્રને સુંદર દેખાવ મળ્યો. આ પછી, તેમાં લોખંડની પાતળી પટ્ટીઓના પૈડા લગાવવામાં આવ્યા, જેને આધુનિક સાયકલ કહેવામાં આવે છે. આજે ઉપલબ્ધ સાયકલનું આ સ્વરૂપ છે.

સાયકલમાં આગળ કેમ રાખવામાં આવે છે પોલ

આ સમયે તમને માર્કેટમાં અનેક પ્રકારની સાઇકલ જોવા મળશે. પરંતુ તમે બજારમાં જોયું હશે કે પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ પ્રકારની સાઇકલ ઉપલબ્ધ છે અને બંનેની ડિઝાઇન અલગ-અલગ છે. મહિલા સાયકલમાં આગળના પોલ (ડંડો) નથી અને તેમના માટે બનાવેલ સાયકલમાં આગળ ખુલ્લી જગ્યા હોય છે. ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે કે મહિલાઓની સાઇકલમાં ડંડો કેમ નથી રાખવામાં આવ્યો?

bicycle

છોકરીઓની સાયકલમાં પોલ કેમ નથી હોતો?

મહિલાઓની સાયકલમાં પોલ નથી અને તેમના માટે બનાવેલા સાયકલમાં આગળ ખુલ્લી જગ્યા પણ છે. તેની પાછળનુ કારણ તમને જણાવી દઈએ તે પહેલા જણાવીએ કે સાયકલમાં ડંડો કેમ લગાવવમાં આવે છે. તો સાયકલના હેન્ડલબાર સાથે જોડીને પોલ આડો બનાવવમાં આવ્યો છે દરેક પુરુષની સાયકલમાં હોય છે જે વાસ્તવમાં સાયકલની ફ્રેમને મજબૂતી આપે છે. પરંતુ તે સમયમાં યુરોપિયન મહિલાઓ ગાઉન જેવો ખુલ્લો અને લાંબો પોશાક પહેરતી હતી. મહિલાઓને તેમના આ પોશાકને કારણે સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. જેના કારણે લેડીઝ સાયકલ પરથી પોલ હટાવવામાં આવ્યો હતો.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">