એક દેશથી બીજા દેશ જવા માટે વિમાન હંમેશા ગોળ ફરીને જ કેમ જાય છે ? સીધી ઉડાન કેમ ભરતા નથી ?

|

Dec 24, 2024 | 5:40 PM

જો તમે વિમાનમાં મુસાફરી કરી હશે, તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે, વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ક્યારેય સીધી ઉડાન ભરતું નથી. તે હંમેશા ગોળ રસ્તો જ પસંદ કરે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આની પાછળનું કારણ શું છે.

એક દેશથી બીજા દેશ જવા માટે વિમાન હંમેશા ગોળ ફરીને જ કેમ જાય છે ? સીધી ઉડાન કેમ ભરતા નથી ?
Airplane

Follow us on

દરેક વ્યક્તિને આકાશમાં ઉડતા વિમાન જોવાનું ગમે છે. દરરોજ લાખો લોકો હવાઈ મુસાફરી કરે છે, પરંતુ પૃથ્વી પર રહેતા કેટલાક લોકો જેમને હવાઈ મુસાફરી કરવાનો મોકો નથી મળતો, તેમના મનમાં વિમાન અને હવાઈ મુસાફરીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે વિમાનો સીધી લાઈનમાં કેમ ઉડતા નથી ? વિમાન હંમેશા ઉડાન ભરવા માટે વક્ર માર્ગ જ કેમ અપનાવે છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આની પાછળનું કારણ શું છે.

જો તમે વિમાનમાં મુસાફરી કરી હશે, તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે, વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ક્યારેય સીધી ઉડાન ભરતું નથી. તે હંમેશા ગોળ રસ્તો જ પસંદ કરે છે. જો તમારે ભારતથી અમેરિકા જવું હોય તો આ માટે વિમાન સીધો રસ્તો લેતું નથી. તે હંમેશા ઉત્તર ધ્રુવ થઈને અમેરિકા જાય છે. એટલે કે ગોળ માર્ગ અપનાવે. હવે જ્યારે તમે આ રૂટને ભારત અને અમેરિકાના ડાયરેક્ટ રૂટ સાથે સરખાવશો તો તમને ખબર પડશે કે આ એક લાંબો રૂટ છે. જ્યારે તે ગોળ રસ્તો અપનાવે છે, તો બંને વચ્ચેનું અંતર ઓછું હોય છે.

દરેક વિમાન અપનાવે છે ગોળ રૂટ

એરલાઇન્સ ગમે તે હોય, તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હંમેશા વક્ર માર્ગો અપનાવે છે. જો આપણે એક દેશથી બીજા દેશમાં જવા માટે સીધી રેખા દોરીએ, તો એવું લાગે છે કે સીધું જવું એ ઓછું અંતર છે. પરંતુ તેમ છતાં તમામ એરલાઈન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ગોળ ફરીને જાય છે. આની પાછળ એક ખાસ તર્ક છે. અહીં બેઝિક વિજ્ઞાન અને બેઝિક ગણિત આવે છે, જેનો પૃથ્વીની ગોળાકાર હોવા સાથે સીધો સંબંધ છે.

એવો ક્યો દેશ છે જે ભારતથી સૌથી વધુ દૂર આવેલો છે?
Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં
Original And duplicate jaggery : ભેળસેળવાળા ગોળને આ ટ્રિક્સ ફોલો કરીને ઝડપથી ઓળખો
આજનું રાશિફળ તારીખ : 25-12-2024
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?

પૃથ્વી ગોળ હોવાના કારણે વિમાન સીધી ઉડાન ભરતા નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળ રૂટમાં વિમાન ઉડાન ભરવાનું કારણ પૃથ્વીનું ગોળ હોવું છે. પૃથ્વી ગોળાકાર ગ્રહ છે. તેથી તેની સપાટી પરના 2 બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કોઈ સીધી રેખા નથી, પરંતુ એક પ્રકારની વક્ર રૂટ એટલે ગોળાકાર રૂટ છે. જેને ગ્રેટ સર્કલ કહેવામાં આવે છે. ભૂમધ્ય રેખાથી વિપરિત, જ્યાં પૃથ્વી સૌથી પહોળી છે, બંને ધ્રુવોની નજીક ઉડાન ભરવાથી અંતર ઘટે છે.

આ ગ્રેટ સર્કલ વિશ્વને બે સમાન ભાગોમાં વિભાજીત કરે છે અને બે સ્થાનો વચ્ચેના ટૂંકા માર્ગનું પ્રતીક છે. ઉદાહરણ તરીકે, ઉત્તર અમેરિકાથી યુરોપ તરફ ઉડાન ભરતી વખતે વિમાન ગ્રેટ સર્કલ એટલાન્ટિક મહાસાગરને સીધી રેખામાં પાર કરવાને બદલે ગ્રીનલેન્ડ અને ઉત્તર એટલાન્ટિક ઉપરથી પસાર થાય છે. જો કે આ ગોળ રૂટ સપાટ નકશા પર લાંબો લાગે છે, જો કે, હકીકતમાં મુસાફરી કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે આ રૂટ ટૂંકો છે.

આ રૂટ શોર્ટ પડે છે

પૃથ્વી ગોળ છે. આપણે બધા આ જાણીએ છીએ. આવી સ્થિતિમાં જો આપણે પૃથ્વીના મધ્ય ભાગને જોઈએ તો તે સૌથી લાંબો છે અને ધ્રુવોની નજીક સાંકડો બને છે. એરલાઇન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાસ કોન્સેપ્ટ અપનાવે છે. આ ગ્રેટ સર્કલ કન્સેપ્ટ છે. જો આપણે સપાટ વિસ્તાર વિશે વાત કરીએ, તો સીધું જવું એ હંમેશા શોર્ટ કટ છે. પરંતુ ગોળાકાર અથવા વળાંકવાળી જગ્યાએ જવાનો સૌથી ટૂંકો રસ્તો એ ગ્રેટ સર્કલ છે. ગોળ ગોળ ફરવામાં લાંબો સમય લાગે છે તેમ છતાં હકીકતમાં તે શોર્ટ કટ છે. આ રીતે, એરલાઇન્સ સીધી ઉડાન ભરવાને બદલે ગોળ રસ્તો અપનાવે છે અને ફ્યુઅલ પર પૈસાની બચત કરે છે.

અન્ય કારણો પણ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરોપ્લેનની ઇંધણ ક્ષમતા, હવામાનની સ્થિતિ, પવનની ગતિ પણ એરોપ્લેનની પવનની મુસાફરીનું કારણ બને છે. ગ્રેટ સર્કલ માર્ગો પર ઉડતા એરોપ્લેન ઓછા ઇંધણનો ઉપયોગ કરે છે કારણ કે અંતર ઓછું હોય છે. પવનની પેટર્ન, જેટ સ્ટ્રીમ્સ અને મોસમી વિક્ષેપ પણ વિમાનના માર્ગોને અસર કરે છે. પ્રતિબંધિત એરસ્પેસ ટાળવા માટે એરોપ્લેન ઘણીવાર વધુ ગાળાકાર રસ્તો અપનાવે છે.

હિમાલય પરથી વિમાનો કેમ નથી ઉડતા ?

તમને જણાવી દઈએ કે હિમાલયની પર્વતમાળાને આપણા વેદ અને પુરાણોએ પવિત્ર ગણાવી છે. તે પર્વતો દૂરથી જેટલા સુંદર દેખાય છે, એટલા જ આ શિખરો ખતરનાક છે. આજ સુધી આ પહાડ પરથી કોઈ પેસેન્જર પ્લેન ઉડ્યું નથી. હિમાલય પરથી વિમાનો ન ઉડાડવાના ઘણા કારણો છે.

હિમાલયનું હવામાન

ઉલ્લેખનીય છે કે, હિમાલયનું હવામાન હંમેશા એકસરખું નથી રહેતું, તે સતત બદલાતું રહે છે. બદલાતું હવામાન કોઈપણ વિમાન માટે જોખમી છે. તમને જણાવી દઈએ કે વિમાનમાં હવાનું દબાણ મુસાફરોના હિસાબે રાખવામાં આવે છે, પરંતુ હિમાલયનું હવામાન હંમેશા અનિશ્ચિત રહે છે, જે મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ હિમાલય પરથી કોઈ વિમાન ઉડાન ભરતું નથી.

નેવિગેશનની સમસ્યાઓ

તમને જણાવી દઈએ કે હિમાલયના ક્ષેત્રમાં નેવિગેશનની સુવિધા પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં તમે કોઈપણ કટોકટી દરમિયાન પ્લેન એર કંટ્રોલનો સંપર્ક કરી શકતા નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈપણ ઈમરજન્સી દરમિયાન પ્લેનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવું પડે છે, પરંતુ હિમાલયની નજીક ક્યાંય પણ એરપોર્ટ નથી. આવી સ્થિતિમાં હિમાલય પરથી વિમાનો ન ઉડાડવાનું આ પણ એક મોટું કારણ છે.

ઊંચાઈની સમસ્યા

હિમાલયની ઉંચાઈ લગભગ 29 હજાર ફૂટ છે, જ્યારે વિમાન સરેરાશ 30 થી 35 હજાર ફૂટની ઊંચાઈએ ઉડે છે, આવી સ્થિતિમાં હિમાલયની ઉપરથી ઉડવું જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈમરજન્સીના સમયે પ્લેનમાં માત્ર 20-25 મિનિટ માટે ઓક્સિજન હોય છે અને ઈમરજન્સીમાં પ્લેન માત્ર 8-10 હજારની ઉંચાઈ પર જ ઉડી શકે છે, જેથી મુસાફરોને ઓક્સિજનની કોઈ સમસ્યા ન થાય.

એરલાઇન્સ હંમેશા એવા સ્થાનેથી જ ઉડાન ભરે છે, જ્યાં કટોકટીની સ્થિતિમાં પેસેન્જરોની સલામતી જળવાઈ રહે. તેમજ જરૂર પડે તો ઈમરજન્સી લેન્ડિંગ કરી શકાય એવા રૂટની પસંદગી કરે છે. હિમાલયની પર્વતમાળાઓમાં નેવિગેશન રડાર સેવા નહિવત્ છે. આવી સ્થિતિમાં કટોકટી સમયે સંપર્ક તૂટવાની શક્યતા રહે છે અને વિમાન પોતાનો રસ્તો ભટકી શકે છે. તેથી એરલાઇન્સ આ રૂટ પરથી ઉડાન ભરતી નથી.

Next Article