AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

knowledge : સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ કયા રાજ્યમાં છે ? જાણો ગુજરાતમાં કેટલી છે, જુઓ Video

સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ ધરાવવાની બાબતમાં ભારતનું નાનું પણ સમૃદ્ધ રાજ્ય મોટા રાજ્યોને પણ પાછળ છોડી ગયું છે. આ રાજ્ય ભારતના દક્ષિણમાં આવેલું છે. સુંદર વાતાવરણ, આકર્ષક સ્થળો, શાંતિ અને કુદરતી જળ સ્ત્રોતો માટે જાણીતું આ સ્થળ પ્રવાસીઓને આકર્ષે છે, તેથી જ અહીં સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ આવેલી છે. આજે અમે તમને સૌથી વધુ હોટેલ્સ કયા રાજ્યમાં આવેલી છે તેના વિશે જણાવીશું.

knowledge : સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ કયા રાજ્યમાં છે ? જાણો ગુજરાતમાં કેટલી છે, જુઓ Video
5 star hotels
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:15 AM
Share

ભારત એ વિશ્વભરમાં પર્યટન સ્થળ (Tourist spot) તરીકે જાણીતું છે. ભારતના ઘણા શહેરોની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે. જેના કારણે ભારતમાં 5 સ્ટાર હોટેલ્સમાં પણ વધારો થયો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ 5 સ્ટાર હોટલ છે? જ્યારે પણ આ પ્રશ્ન તમારા મનમાં આવે છે, ત્યારે તમારું ધ્યાન મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને જયપુર જેવા મેટ્રો શહેરોના રાજ્યો પર જશે.

આ પણ વાંચો Knowledge : 500 રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જુઓ Video

પરંતુ સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ ધરાવવાની બાબતમાં ભારતનું નાનું પણ સમૃદ્ધ રાજ્ય એવું કેરળ મોટા રાજ્યોને પણ પાછળ છોડી ગયું છે. કેરળ ભારતના દક્ષિણમાં આવેલું છે. સુંદર વાતાવરણ, આકર્ષક સ્થળો, શાંતિ અને કુદરતી જળ સ્ત્રોતો માટે જાણીતું આ સ્થળ પ્રવાસીઓને આકર્ષે છે, તેથી જ કેરળમાં સૌથી વધુ 5 સ્ટાર હોટેલ્સ છે. કેરળમાં લગભગ 45 જેટલી 5 સ્ટાર હોટેલ્સ આવેલી છે.

ગુજરાતમાં કેટલી છે 5 સ્ટાર હોટેલ્સ ?

આ ઉપરાંત 5 સ્ટાર હોટેલ્સ ધરાવવાની બાબતમાં બીજા નંબર મહારાષ્ટ્ર છે, જ્યાં 37 જેટલી 5 સ્ટાર હોટેલ્સ આવેલી છે, તો ત્રીજા નંબર પર ગુજરાત આવે છે. ગુજરાતમાં 29 જેટલી 5 સ્ટાર હોટેલ્સ આવેલી છે. તો ચોથા નંબરે આવે છે કર્ણાટક, જ્યાં 28 જેટલી 5 સ્ટાર હોટેલ્સ છે અને પાંચમા નંબરે છે દિલ્હી કે જ્યાં 27 હોટેલ્સ આવેલી છે. તો રાજસ્થાનમાં 16 જેટલી 5 સ્ટાર હોટેલ્સ આવેલી છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">