કયા દેશના સૈનિકોને મળે છે સૌથી વધુ પગાર, જાણો આ મામલે ભારત કયા નંબરે છે ?

|

Apr 26, 2024 | 5:38 PM

સેનાના જવાનોનો પગાર પણ વધુ હોવો જોઈએ. જો કે યુરોપ અને અમેરિકાના મોટાભાગના દેશો સૈનિકોને વધુ પગાર આપવામાં પાછળ છે. જ્યારે આ મામલે નાના દેશો આગળ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા દેશના સૈનિકોને સૌથી વધુ પગાર આપવામાં આવે છે.

કયા દેશના સૈનિકોને મળે છે સૌથી વધુ પગાર, જાણો આ મામલે ભારત કયા નંબરે છે ?
Army Salary

Follow us on

દુનિયાના કોઈપણ દેશની રક્ષામાં તે દેશના સૈનિકોનું બહુ મોટું યોગદાન હોય છે, જેઓ દુશ્મનોથી દેશવાસીઓને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકે છે. ત્યારે સેનાના જવાનોનો પગાર પણ વધુ હોવો જોઈએ. જો કે યુરોપ અને અમેરિકાના મોટાભાગના દેશો સૈનિકોને વધુ પગાર આપવામાં પાછળ છે. જ્યારે આ મામલે નાના દેશો આગળ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા દેશના સૈનિકોને સૌથી વધુ પગાર આપવામાં આવે છે.

આ દેશના સૈનિકોને વિશ્વમાં સૌથી વધુ પગાર મળે છે

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, વિશ્વમાં સૈનિકોને સૌથી વધુ પગાર આપતો દેશ સ્વિટ્ઝર્લેન્ડ ગણાય છે. જ્યાં લોકોની સરેરાશ માસિક સેલરી 6,298 ડોલર એટલે કે અંદાજે 5.21 લાખ રૂપિયા છે. આ પછી બીજા સ્થાને લક્ઝમબર્ગનું નામ આવે છે. જ્યાં લોકોની સરેરાશ માસિક સેલેરી 5,122 ડોલર છે. આ યાદીમાં ત્રીજા સ્થાને એશિયાઈ દેશ સિંગાપુરનું નામ આવે છે. જ્યાં લોકોને સરેરાશ માસિક પગાર 4,990 ડોલર મળે છે.

ભારત કયા નંબરે આવે છે ?

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ભારત આ યાદીમાં 64મા નંબરે આવે છે. જ્યાં સૈનિકોનો સરેરાશ માસિક પગાર 594 ડોલર એટલે કે 49,227 રૂપિયા છે. આ યાદીમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ઘણા પાછળ છે. બાંગ્લાદેશમાં સૈનિકોને મહિને 251 ડોલર મળે છે, જ્યારે પાકિસ્તાનમાં સૈનિકોનો પગાર 159 ડોલર એટલે કે 13,175 રૂપિયા છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

જો ચીન અને આફ્રિકામાં સેનાના પગારની સરખામણી ભારતની સરખામણીમાં કરવામાં આવે તો તે લગભગ બમણી છે. ચીનમાં સેનાનો સરેરાશ માસિક પગાર 1,002 ડોલર છે અને દક્ષિણ આફ્રિકામાં 1,213 ડોલર છે. બ્રિક્સમાં સામેલ દેશો પર નજર કરીએ તો રશિયામાં સૈનિકોનો પગાર 507 ડોલર અને બ્રાઝિલમાં 421 ડોલર છે.

આ પણ વાંચો Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

Next Article