MMS પર શું છે કાયદો? જો તમે આ કૃત્ય કરશો તો તમારે પણ ઘણા વર્ષો સુધી જવું પડશે જેલમાં

|

Sep 19, 2022 | 11:57 PM

તેવામાં પ્રશ્ન એ પણ થાય કે , ભારતમાં આવી હરકતો માટે કેવા કાયદા છે. તેના આરોપી પર કઈ કઈ કલમોનો ઉપયોગ પોલીસ કરી શકે છે. તો આ અહેવાલમાં તમે જાણી શકશો કે MMS માટે ભારતમાં કેવા કાયદાઓ છે. અને દોષિત જાહેર થતા કેવી સજા મળી શકે છે.

MMS પર શું છે કાયદો? જો તમે આ કૃત્ય કરશો તો તમારે પણ ઘણા વર્ષો સુધી જવું પડશે જેલમાં
Image Credit source: File photo

Follow us on

Law on MMS : ભારતમાં હાલ એમએમએસ કાંડની ભારે ચર્ચા છે. ચંડીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓની આપત્તિજનક વીડિયો વાયરલ કરવાના કેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પોલીસે આરોપી વિદ્યાર્થી અને બીજા 2 યુવકોની ધરપકડ કરી છે. તે સમયે કોલેજમાં પણ વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. આરોપ એમ છે કે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ 60 વિદ્યાર્થીઓના સ્નાન કરતો વીડિયો ઉતારીને બીજા કોઈને મોકલયો છે. તેવામાં પ્રશ્ન એ પણ થાય કે ભારતમાં આવી હરકતો માટે કેવા કાયદા છે. તેના આરોપી પર કઈ કઈ કલમોનો ઉપયોગ પોલીસ કરી શકે છે. તો આ અહેવાલમાં તમે જાણી શકશો કે MMS માટે ભારતમાં કેવા કાયદાઓ છે અને દોષિત જાહેર થતા કેવી સજા મળી શકે છે.

આ પ્રકારની કાર્યવાહી થાય છે

ચંડીગઢ યુનિવર્સિટી એમએમએસ કેસમાં વિદ્યાર્થીની અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી આઈપીસીની કલમ 354 સી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સાથે આ આરોપીઓ પર આઈટી એક્ટની કલમ 66-ઈ લગાવવામાં આવી છે. આ કલમ હેઠળ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અને દોષી જાહેર થતા જેલ પણ થઈ શકે છે.

આઈપીસીની કલમ 354 સી

જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાનો તે વખતનો ફોટો ક્લિક કરે છે કે વીડિયો બનાવે છે, જે સમયે તે કોઈ અંગત કામ કરી રહી છે. એટલે જો તે તેના ઈચ્છા વિરુદ્ધ કોઈ વીડિયો બનાવે છે તો આ હરકતને આઈપીસીની ધારા 354 સી હેઠળ ગણવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો કે ફોટોમાં જો કોઈ મહિલાનું અંગત કામ કે અંગત અંગ, મહિલાના ઈનરવિયર્સ દેખાય, સ્નાન કરતી વખતે કે શૌચાલયમાં કોઈ વીડિયો બને તો તેના પર કાર્યવાહી થાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આવી સજા થઈ શકે છે

આ કલમો હેઠળ દોષિત વ્યક્તિને પહેલી ભૂલ પર 1થી 3 વર્ષ અને પછીની ભૂલ પર 3થી 7 વર્ષની સજા થઈ શકે છે. તેની સાથે તે દોષિતને દંડ પણ ચૂકવો પડે છે.

આઈટી એક્ટમાં શું કહે છે?

આઈપીસીની સાથે આઈટી એક્ટમાં પણ આવી હરકતો માટે સજા કરવાની જોગવાઈ છે. આઈટી એકટની કલમ 66 ઈ હેઠળ કોઈની પ્રાઈવસી ભંગ કરવા પર કલમ 67 કે અનુસાર આપત્તિજનક વસ્તુના પ્રકાશન અને અશ્લીલ વસ્તુઓના પ્રકાશન કરવા પર કાર્યવાહી થાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે તેની ફરિયાદ પોલીસમાં કરી શકો છો. આવી ઘટના ન બને તેના માટે કોઈપણ અંગત કામ કરતા પહેલા સાવચેતીથી ચારે બાજુ ધ્યાનથી જોવું જોઈએ.

Next Article