ચોરી અને ધાડ વચ્ચે શું છે અંતર ? જાણો કાયદા અનુસાર આ બન્ને ગુનાની સજા
ચોરી એ આપણા સમાજમાં ખૂબ જ સામાન્ય અને ખૂબ જ પ્રચલિત ગુનો છે જે અવારનવાર બનતો હોય છે. ચોરી એ માનવ સભ્યતાના સૌથી જૂના ગુનાઓમાંનો એક છે. ઘણી વખત ચોરી આપણી નજર સામે એવી રીતે થાય છે કે જાણે કોઈ તેની ગેરહાજરીમાં કોઈ બીજાનો સામાન લઈને ભાગી ગયો હોય. આપણા કાયદા પ્રમાણે ચોરીની વ્યાખ્યા કરવામાં આવી છે અને તેની સજા પણ નક્કી કરવામાં આવી છે.

દેહરાદૂનના રિલાયન્સ જ્વેલરી શો રુમમાં કેટલાક લુટાંરા 20 કરોડની ચોરી કરીને ફરાર થઈ જતા ચકચારી મચી ગઈ છે. ચોરી અને લૂંટ એ એવા ગુના છે કે જે સંપત્તિને તેના મૂળ સ્થાનેથી ખસેડવાના ઈરાદાથી, મિલકતના માલિક સાથેના મતભેદ અને અપ્રમાણિકતાના ઈરાદાથી કરવામાં આવે છે. આ તમામ ગુનાઓ તદ્દન પ્રચલિત છે અને આવા બનાવો સમાજ સોસાયટીમાં અવારનવાર બનતા હોય છે. ઘણી વખત લોકો તેમને સામાન્ય અર્થમાં લે છે અને તેમની વચ્ચેના કાયદાકીય તફાવતને સમજી શકતા નથી.
ત્યારે શું તમે જાણો છો ચોરી અને ધાડમાં શું અતંર છે? નહી તો ચાલો સમજીએ બન્ને વચ્ચેનો તફાવત
ચોરી શું છે ?
ચોરી એ આપણા સમાજમાં ખૂબ જ સામાન્ય અને ખૂબ જ પ્રચલિત ગુનો છે જે અવારનવાર બનતો હોય છે. ચોરી એ માનવ સભ્યતાના સૌથી જૂના ગુનાઓમાંનો એક છે. ઘણી વખત ચોરી આપણી નજર સામે એવી રીતે થાય છે કે જાણે કોઈ તેની ગેરહાજરીમાં કોઈ બીજાનો સામાન લઈને ભાગી ગયો હોય. આપણા કાયદા પ્રમાણે ચોરીની વ્યાખ્યા કરવામાં આવી છે અને તેની સજા પણ નક્કી કરવામાં આવી છે.
કાયદા અનુસાર ચોરીની વ્યાખ્યા
ભારતીય દંડ સંહિતાની કલમ 378માં ચોરીની વ્યાખ્યા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેની સંમતિ વિના અન્ય વ્યક્તિના કબજામાંથી અપ્રમાણિકપણે કોઈપણ જંગમ મિલકત એટલે કે તેની માલિકીની સંપત્તિ દૂર કરે છે, તો આ ઘટનાને ચોરી કહેવામાં આવશે. આ વ્યાખ્યા મુજબ, ઘટના ત્યારે જ ચોરી કહેવાશે જ્યારે કોઈપણ સંપત્તિને તેની જગ્યાએથી દૂર કરવામાં આવે, તે મિલકતના માલિકની પરવાનગી વિના તેને દૂર કરવામાં આવે અને ત્રીજી, મહત્વની બાબત એ છે કે તેને અપ્રમાણિક ઈરાદાથી દૂર કરવામાં આવે છે.
જો કોઈ ઘટના ચોરી સાબિત થાય તો આઈપીસીની કલમ 379 હેઠળ સજા આપવામાં આવે છે. કલમ 379 મુજબ ચોરી માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ એક કોગ્નિઝેબલ ગુનો છે.
ધાડ કોને કહેવામાં આવે છે?
ધાડના ગુના એ ચોરી પછી ગુનાનું વધતું પ્રમાણ છે. જ્યારે કોઈ વ્યક્તિ, 5 કે તેથી વધુ લોકો સાથે, કોઈપણ મિલકતની ચોરી કરવા અથવા તે ચોરીમાંથી મેળવેલી મિલકતને છીનવી લેવા માટે જાય છે તો તેને ધાડ કહેવામાં આવે છે. આઈપીસીની કલમ 391 મુજબ, પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે છે અથવા લૂંટ કરવાનો પ્રયાસ કરે છે તેને ધાડ કરવી કહેવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, ચોરીના ઈરાદા સાથે જૂથમાં પાંચ કે તેથી વધુ લોકો જાય છે અને બધાની સામે જ કોઈ વસ્તુ છીનવી લેવાનો પ્રયાસ કરે છે તો તેને ધાડ કહેવાય છે. આઈપીસીની કલમ 395માં આ ગુના માટે સજાની જોગવાઈ છે. આઈપીસીની કલમ 391 મુજબ ગુનામાં દોષિત વ્યક્તિને 10 વર્ષની જેલથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
આ પણ વાંચો : 32 મિનિટમાં 20 કરોડની લૂંટ… દેહરાદૂનમાં એક જ્વેલરીના શોરૂમમાં બંદૂકની અણીએ લૂંટ, જુઓ વીડિયો