Knowledge: કોણ છે રાજમાતા જીજાબાઈ, જેમના નામ પરથી પૂણેનું નામ રાખવાની વધી માગ, હવે ઔરંગાબાદ-ઉસ્માનાબાદ શું કહેવાશે?

|

Jun 30, 2022 | 11:43 AM

Who was Jijabai: ઔરંગાબાદ સંભાજીનગર (Sambhaji Nagar) તરીકે ઓળખાશે અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ (Dharashiv) તરીકે ઓળખાશે. આ નામોને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે પુણેનું નામ રાજમાતા જીજાબાઈના નામ પર રાખવાની માંગણી તેજ થઈ ગઈ છે. જાણો કોણ હતા રાજમાતા જીજાબાઈ...

Knowledge: કોણ છે રાજમાતા જીજાબાઈ, જેમના નામ પરથી પૂણેનું નામ રાખવાની વધી માગ, હવે ઔરંગાબાદ-ઉસ્માનાબાદ શું કહેવાશે?
Who was Jijabai

Follow us on

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં શિવસેનાએ મહારાષ્ટ્રના અનેક શહેરોના નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર મહોર લગાવવામાં આવી હતી. આ પછી કોંગ્રેસે પુણે શહેરનું નામ બદલીને જીજાઉ નગર કરવાની માંગ કરી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પૂણેનું (Pune City) નામ બદલવાની માંગ કરવામાં આવી હોય. 2018માં શિવસેનાએ તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે પુણેનું નામ બદલીને જીજાપુર (Jijapur) કરવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે પુણેનું નામ જીજાપુર અને જીજાઉ નગર (Jijaou Nagar) રાખવાની માંગ કેમ કરવામાં આવી? આ નામ ક્યાંથી આવ્યું?

વાસ્તવમાં આ બંને નામ છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈથી પ્રેરિત છે. ઈતિહાસકારો એવું પણ માને છે કે રાજમાતા જીજાબાઈએ મરાઠા સામ્રાજ્ય માટે લીધેલા નિર્ણયોને કારણે સ્વરાજની સ્થાપના થઈ.

જાણો, તેમનું જીવન કેવું રહ્યું, કેટલા સંઘર્ષ બાદ તે રાજમાતા જીજાબાઈ બની અને મહારાષ્ટ્રના ક્યા શહેરોના બદલવામાં આવશે નામ …

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

6 વર્ષની ઉંમરે લગ્ન નક્કી થયા હતા

રાજમાતા જીજાબાઈ ‘જીજાઉ’ તરીકે પણ ઓળખાય છે. 12 જાન્યુઆરી 1598ના રોજ મહારાષ્ટ્રના બુલઢાણામાં જન્મેલા જીજાબાઈના પિતા લખુજી જાધવ સિંદખેડ નામના ગામના રાજા હતા. 6 વર્ષની ઉંમરે તેના લગ્ન શાહજી ભોસલે સાથે નક્કી થયા હતા. બંનેના લગ્ન પછી શાહજી બીજાપુર દરબારમાં રાજદ્વારી બન્યા અને અહીંના મહારાજા સાથે મળીને ઘણી લડાઈઓ જીતવામાં મદદ કરી.

આ વિજય પછી બીજાપુરના રાજાએ શાહજીને ઘણી જાગીરો ભેટમાં આપી. આમાંથી એક શિવનેરીનો કિલ્લો હતો. આ કિલ્લામાં જીજાબાઈએ બે પુત્રો (શિવાજી મહારાજ, સંભાજી) અને 6 પુત્રીઓને જન્મ આપ્યો હતો.

જ્યારે જીજાબાઈ અને શાહજી 12 વર્ષ પછી મળ્યા હતા

શિવનેરીના કિલ્લામાં શિવાજીના જન્મ પછી, પતિ શાહજીને મુસ્તફા ખાન દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો અને બંદી બનાવી લેવામાં આવ્યો. લગભગ 12 વર્ષ પછી શાહજી અને શિવાજી જીજાબાઈને મળ્યા. કહેવાય છે કે જીજાબાઈના મોટા પુત્રો સંભાજી અને શાહજી અફઝલ ખાન સાથે લડતા-લડતા શહીદ થયા હતા. શાહજીના મૃત્યુ પછી જીજાબાઈએ સતી થવાની કોશિશ કરી પરંતુ શિવાજીએ તેમને રોક્યા.

જીજાબાઈએ શિવાજીને માર્ગદર્શન આપ્યું. આ જ કારણ છે કે તેણે નાની ઉંમરમાં જ હિંદુ સામ્રાજ્યની સ્થાપના શરૂ કરી.

ઔરંગાબાદ સંભાજીનગર કહેવાશે અને ઉસ્માનાબાદ બનશે ધારાશિવ

લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના રાજ્ય કેબિનેટે ઘણા શહેરોના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે ઔરંગાબાદને સંભાજી નગર (Sambhaji Nagar) અને ઉસ્માનાબાદને ધારાશિવ (Dharashiv) તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું (Navi Mumbai Airport) નામ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DB Patil International Airport) કરવામાં આવશે.

Next Article