Electric Highway: શું છે ઈલેક્ટ્રિક હાઈવે જે દિલ્લી અને મુંબઈની વચ્ચે બનશે, જાણો તેના ફાયદાઓ

|

Jul 13, 2022 | 5:04 PM

What is national highway: માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું (Union Minister Nitin Gadkari) કહેવું છે કે, 'સરકાર દેશની રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી કરી રહી છે. જાણો ઇલેક્ટ્રિક હાઇવે શું છે, તે કેટલો અલગ છે અને તેનાથી શું ફાયદો થશે...

Electric Highway: શું છે ઈલેક્ટ્રિક હાઈવે જે દિલ્લી અને મુંબઈની વચ્ચે બનશે, જાણો તેના ફાયદાઓ
e roads between delhi to mumbai announced by union minister nitin gadkari

Follow us on

દેશમાં ઈલેક્ટ્રિક હાઈવે (Electric Highway) બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે (Union Minister Nitin Gadkari) સરકાર દેશની રાજધાની દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારીમાં છે. દેશની ટ્રાફિક વ્યવસ્થાને ઝડપી અને વ્યવસ્થિત કરવા માટે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું કામ કરવામાં આવશે. એટલે કે ભારત માટે આ એક નવી સિસ્ટમ હશે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં પહેલેથી જ ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જર્મની અને સ્વીડન તેના ઉદાહરણો છે. સાથે જ તેને બ્રિટનમાં પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઇંધણ બચાવવા માટે વિશ્વભરમાં આવા હાઇવેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જાણો ઈલેક્ટ્રિક હાઈવે શું છે, કેટલો અલગ છે, તેનો શું ફાયદો થશે અને દુનિયાના કયા-કયા દેશોમાં આવા હાઈવે બનાવવામાં આવ્યા છે…

ઇલેક્ટ્રિક હાઇવે શું છે અને તે કેટલા અલગ છે?

આ એવા હાઇવે છે કે જેના પર ચાલતા વાહનો પેટ્રોલ કે ડીઝલને બદલે વીજળીનો ઉપયોગ કરે છે. હાઇવે ઉપર તાર લગાવવામાં આવે છે અને તેના દ્વારા વાહનો સુધી વીજળી પહોંચાડવામાં આવે છે. આ તેમના માટે બળતણ તરીકે કામ કરે છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલની સીધી બચત થશે. નિષ્ણાંતોનું કહેવું છે કે-પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને પ્રદૂષણને જોતા એમ કહી શકાય કે આવનારો સમય ઈલેક્ટ્રિક વ્હીકલ અને ઈલેક્ટ્રિક હાઈવેનો છે. સમગ્ર વિશ્વમાં તેમનો પ્રચાર પણ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઈલેક્ટ્રિક હાઈવે સામાન્ય હાઈવે જેવો જ દેખાય છે, પરંતુ તેના ઉપરથી વાયરો નીકળતા હોય છે, એવી રીતે કે જેમ ટ્રેનો ઉપરથી તાર નીકળતા હોય છે. ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવા માટે હાઈવેમાં કોઈ મોટા ફેરફાર કરવા પડતા નથી, માત્ર વાયર નાખવાના હોય છે અને જરૂરી સેટઅપ કરવાનું હોય છે, જો કે તેમાં લાંબો સમય અને મોટી રકમ લાગે છે.

હવે તેના ફાયદાઓ…

સાયન્સ ડાયરેક્ટના રિપોર્ટ અનુસાર આવા હાઈવેને ‘ઈ-રોડ’ (E-roads) પણ કહેવામાં આવે છે. તેમની રચનાથી દેશને અનેક રીતે ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, ભારે ટ્રકમાંથી કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે. પ્રદુષણ ઘટશે. જ્યારે દેશને ટ્રાન્સપોર્ટની નવી સિસ્ટમ મળશે ત્યારે ટ્રાફિકનું દબાણ ઘટશે.

વિશ્વમાં ક્યાં બનાવવામાં આવ્યો છે ઈલેક્ટ્રિક હાઈવે

હાલમાં, જર્મની અને સ્વીડન સહિત ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરવામાં આવે છે. જર્મનીનો હાઇવે લગભગ 10 કિલોમીટર લાંબો છે. ઓવરહેડ કેબલ દ્વારા આ હાઈવે પર લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રકો દોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મનીના 10 કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક હાઇવેને તૈયાર કરવામાં લગભગ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તે ભારતમાં પણ સરળતાથી તૈયાર થઈ શકે છે. કારણ કે તેને બનાવવા માટે સરકારને કોઈ અલગ વાહનો અથવા રસ્તામાં ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત તે દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ કરશે.

Next Article