કોઈ જાસૂસ દુશ્મન દેશમાં પકડાઈ જાય તો તેને બચાવવા માટે તેનો દેશ શું કરે છે? શું કહે છે આના પર આંતરરાષ્ટ્રીય કાયદા- વાંચો
તાજેતરમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનું પાકિસ્તાન કનેક્શન સવાલોના ઘેરામાં છે. ત્યારે સવાલ એ છે કે કોઈ ભારતીય જાસૂસ જો વિદેશની ધરતી પર પકડાઈ જાય તો શું થાય છે? શું એ જાસૂસને બચાવવા માટેના આંતરરાષ્ટ્રીય સ્તરના કોઈ નિયમો છે?

જમ્મુકાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એવા લોકોને શોધી રહી છે, જે ઘરના જ ભેદી છે. એટલે કે પાકિસ્તાન સાથે મળેલા છે. આ શૃંખલામાં જ્યોતિ મલ્હોત્રા સહિત અનેક નામ સામે આવી ચુક્યા છે. જેના તાર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ સાથે જોડાઈ શકે છે. દુશ્મન બીજા દેશના લોકોના તો હનીટ્રેપ કરે જ છે .સાથે જ તે પોતાના લોકોને પણ અન્ય દેશમાં મોકલે છે જેથી ગુપ્ત જાણકારીઓ તેમને મળી શકે. અનેકવાર જાસૂસ પકડાઈ પણ જાય છે અને વિદેશની જેલમાં ભયાનક મોત મરે છે. તો શું કોઈ સંધિ કે ઈન્ટરનેશનલ કાયદો નથી, જે જાસુસીને રેગ્યુલેટ કરી શકે. વૈશ્વિક સ્તર પર શું છે ચિત્ર? આંતરરાષ્ટ્રીય કાયદામાં જાસૂસી અંગેની પરિસ્થિતિ થોડી જટિલ છે, કારણ કે તે એવા થોડા વિષયોમાંનો એક છે જેના વિશે કાયદો ઘણીવાર મૌન રહે છે, જ્યારે વાસ્તવિક દુનિયામાં...