AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો, બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો, જાણો જુદી-જુદી ગનના ભાવ

લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને બંદૂકનું લાઇસન્સ પણ સરળતાથી નથી મળતું. સમગ્ર ભારતમાં અથવા ગુજરાતમાં કોઈપણ સામાન્ય વ્યક્તિએ બંદૂકને પોતાની સાથે રાખવા માટે લાઇસન્સની જરૂર પડે છે.

Video: ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો, બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો, જાણો જુદી-જુદી ગનના ભાવ
Gun Licence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 12:35 PM
Share

ભારતમાં પણ બંદૂક (Gun) મેળવવી સરળ નથી. લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને બંદૂકનું લાઇસન્સ (Gun Licence) પણ સરળતાથી નથી મળતું. સમગ્ર ભારતમાં અથવા ગુજરાતમાં કોઈપણ સામાન્ય વ્યક્તિએ બંદૂકને પોતાની સાથે રાખવા માટે લાઇસન્સની જરૂર પડે છે.

ફોર્મને મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનરની કચેરીમાં સબમિટ કરાવવું

ગનના લાઇસન્સ માટે ફોર્મ ‘A’ પોલીસ કાર્યાલયમાંથી મેળવવાનું હોય છે અથવા સ્ટેટ પોલીસની વેબસાઈટ પરથી પણ આ ફોર્મ ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. આ ફોર્મને એપ્લાય કરતા પહેલા 5 રૂપિયાનો સ્ટેમ્પ લગાવો પડે છે. ત્યારબાદ આ ફોર્મની બધી જ વિગતો ભરવાની અને આ ફોર્મને મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનરની અંતર્ગત જે કાર્યાલય હોય તેમાં સબમિટ કરાવવાનું હોય છે.

શોર્ટગન, હેન્ડગન અને સ્પોર્ટિંગ ગનનું લાઈસન્સ

ફોર્મને જમા કર્યા બાદ પોલીસ અધિકારી અરજદારને એક રસીદ આપે છે. રસીદમાં અરજદાર પર કોઈ ગૂનો દાખલ નથી તેની પુષ્ટી પણ કરવામાં આવે છે. સામાન્ય નાગરિકો માટે શોર્ટગન, હેન્ડગન અને સ્પોર્ટિંગ ગનનું લાઈસન્સ જાહેર થયા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે.

બંદૂકના લાઇસન્સ માટે આ પૂરાવા આપવા પડે છે

1. અરજદારનું ઓળખ પત્ર

2. ફિટનેસનું પ્રૂફ્ર

3. રાશન કાર્ડ

4. પાસપોર્ટ સાઈના 2 ફોટો

5. બે સાક્ષીની સહી

સૌથી મહત્વની વાત એ છે કે, અરજી ફોર્મમાં એ વાતનો ઉલ્લેખ કરવો પડશે કે તમે બંદૂક શા માટે રાખવા માગો છો.

કોણ બંદૂકનું લાઈસન્સ મેળવી શકે?

સામાન્ય રીતે મિલકતની સુરક્ષા, વ્યક્તિ પોતાની સુરક્ષા માટે બંદૂક રાખી શકે છે. ત્રણથી વધારે બંદૂકના લાઇસન્સ કોઈ વ્યક્તિ રાખી શકતો નથી જો આવુ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. લાઈસન્સની અરજી કર્યા બાદ સામાન્ય રીતે 90 દિવસમાં તેનો જવાબ મળી જતો હોય છે. સમગ્ર પ્રક્રિયા પોલીસની તપાસ આધારે નક્કી થાય છે. બંદૂકનું લાઇસન્સ મેળવ્યા બાદ હથિયારને તમારી સાથે રાખી શકો છો. રાજ્ય બહાર બંદૂકને લઈ જવાના કેટલાક નિયમો છે.

નિડર રિવોલ્વર

નિડર રિવોલ્વરને ભારતની સૌથી ઓછા વજનની બંદૂક માનવામાં આવે છે. આ બંદૂકને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જેનો વજન માત્ર 250 ગ્રામ છે. આ બંદૂકને મહિલાઓ પણ સરળતાથી ચલાવી શકે છે. આ બંદૂકને એક દમ દેશી રીતે બનાવવામાં આવી છે. 22 કેલિબરની આ બંદૂક 7 મિટર સુધી ગોળી છોડી શકે છે. જેની કિંમત પણ 35,000 રૂપિયા છે.

NIDER Rifle

IOF.22 બંદૂક

ભારતમાં બનાવવામાં આવતી આ બંદૂક ઘણી લોકપ્રિય છે. આ બંદૂક 22 કેલિબર સાથે 20 મીટર સુધી ગોળી પ્રહાર કરી શકે છે. આ બંદૂકની મેગ્ઝીનમાં 8 રાઉન્ડ લોડ કરી શકાય છે. બંદૂકની વધુ એક ખાસિયત એ છે કે તે ડબલ ટ્રીગર મોડ પર ફાયર કરી શકે છે. આ બંદૂકનું વજન 380 ગ્રામ છે. જેની કિંમત આશરે 45,000 રૂપિયા છે.

IOF.22 Rifle

બંદૂક નંબર IOF .32

ભારતમાં બનતી આ બંદૂક પણ બહુ લોકપ્રિય છે. 32 કેલિબર સાથેની આ બંદૂક 50 મીટર સુધી ફાયરિંગ કરી શકે છે. બંદૂકની મેગેઝીનમાં 6 રાઉન્ડની કેપાસિટી હોય છે. જેનો વજન 935 ગ્રામ છે. બજારમાં લાઈસન્સ સાથે બંદૂકની કિંમત 75,000 રૂપિયા છે.

IOF .32 Rifle

IOF .32 પિસ્તોલ

દેશની આ એકદમ ફેમસ અને અસરકારક પિસ્તલ માનવામાં આવે છે. સેમી ઓટોમેટિક પિસ્તલ 32 કેલિબર સાથે 18 મીટર સુધી ફાયરિંગ કરી શકે છે. બંદૂકની કેપેસિટી 8 રાઉન્ડની છે. બજારમાં અંદાજે 88,000 રૂપિયામાં આ પિસ્તલને ખરીદી શકાય છે.

IOF .32 PISTOL

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">