છેલ્લા 100 વર્ષમાં અમેરિકાએ ડૉલર દ્વારા દુનિયા પર કેવી રીતે કબજો જમાવ્યો?

આજની તારીખમાં જો અમેરિકા ડૉલરમાં ટ્રાન્ઝેક્શન બંધ કરી દે તો આખી દુનિયામાં હાહાકાર મચી જશે. કારણ કે દરેક દેશ વિશ્વ વેપાર માટે અમેરિકા પર જ નિર્ભર છે. આજે ડૉલર જે સ્થાને પહોંચ્યો છે ત્યાં પહોંચવામાં તેને 80 વર્ષ લાગ્યા. પરંતુ આ ખૂબ જ ઓછો સમય છે. વિચારવા જેવી બાબત એ છે કે અમેરિકાએ એવુ તો શું કર્યુ કે ડૉલર પુરી દુનિયાની કરન્સીનો ખિતાબ મેળવી લીધો. કેવી રીતે ડૉલર એક એવી કરન્સી બની ગયો કે આજના સમયમાં તેના વિના કોઈપણ દેશ સર્વાઈવ નથી કરી શક્તો.

છેલ્લા 100 વર્ષમાં અમેરિકાએ ડૉલર દ્વારા દુનિયા પર કેવી રીતે કબજો જમાવ્યો?
| Updated on: May 15, 2026 | 5:19 PM

આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક એવો શબ્દ છે જેના વિના વેપાર, આયાત-નિકાસ કે આંતરરાષ્ટ્રીય લેવડદેવડની કલ્પના પણ શક્ય નથી, અને એ શબ્દ છે અમેરિકન ડૉલર. આજે વિશ્વના લગભગ 90 ટકા વેપારમાં ડૉલરનો ઉપયોગ થાય છે અને દરરોજ અંદાજે 6.6 ટ્રિલિયન ડૉલરના ટ્રાન્ઝેક્શન થાય છે. આવી સ્થિતિમાં દરેક દેશને ડૉલર રિઝર્વ રાખવા જ પડે છે. આ જ ડૉલરની તાકાતના સહારે અમેરિકા આખી દુનિયાની અર્થવ્યવસ્થાને સીધી કે પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ડૉલર સામે રૂપિયાની કિંમત સતત ઘટતી જોવા મળી છે. એક સમય હતો જ્યારે એક ડૉલર સામે 30 રૂપિયા મળતા હતા, આજે એ જ ડૉલર 90 રૂપિયા પાર કરી ગયો છે. આવા સંજોગોમાં સામાન્ય માણસના મનમાં સવાલ ઉઠે છે.  શું રૂપિયો વધુ નબળો પડશે? અને સૌથી મહત્વનું, શું ડૉલરનું આ એકચક્રી આધિપત્ય ક્યારેય ખતમ થશે? કરન્સીનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે? કોઈપણ કરન્સીનું મૂલ્ય બજારમાં તેની માંગ (ડિમાન્ડ) અને પુરવઠા (સપ્લાય) પર આધારિત હોય છે. જે ચલણની માંગ વધારે હોય...

Published On - 9:18 pm, Tue, 10 February 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us