ભાગેડુ વિજય માલ્યા પાસે હતી ટીપુ સુલતાનની આ અમૂલ્ય તલવાર, હવે હરાજીમાં 145 કરોડમાં વેચાઈ

ટીપુ સુલતાનની (Tipu Sultan) તલવાર જે તેને તેની બેડચેમ્બરમાં રાખી હતી અને તેના મૃત્યુ પછી મેજર જનરલને ભેટ આપવામાં આવી હતી, તે 2004માં ભાગેડુ વિજય માલ્યાએ ખરીદી હતી. વાંચો મોહમ્મદ વજીહુલ્લાનો આ ખાસ રિપોર્ટ.

ભાગેડુ વિજય માલ્યા પાસે હતી ટીપુ સુલતાનની આ અમૂલ્ય તલવાર, હવે હરાજીમાં 145 કરોડમાં વેચાઈ
Tipu sultan sword
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 10:24 PM

ઈતિહાસના પાનાઓમાં પ્રખ્યાત ટીપુ સુલતાનની (Tipu Sultan) બેડચેમ્બર તલવારની બોનહેમ્સ દ્વારા લંડનમાં હરાજી કરવામાં આવી છે. આ હરાજી મંગળવારે કરવામાં આવી છે. આ તલવાર દારૂના કારોબારી અને ભાગેડુ વિજય માલ્યાનો સાથે ખાસ સંબંધ હતો. એક સમય હતો જ્યારે આ તલવાર વિજય માલ્યાના કલેક્શનમાં સામેલ હતી. પરંતુ 2018માં લંડન હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે કહ્યું હતું કે હવે તલવાર વિશે કોઈ જાણકારી નથી.

ઈતિહાસકાર અને સંશોધક નિધિન ઓલિકારાએ ન્યૂઝ9 પ્લસને આ વાતની પુષ્ટિ કરી છે. નિધિને જાણકારી આપી છે કે આ તલવાર વિજય માલ્યાએ 2004માં ખરીદી હતી. તે સમયે માલ્યાએ આ તલવાર 1.5 કરોડમાં ખરીદી હતી. હવે લગભગ 19 વર્ષ બાદ આ તલવારની હરાજી કરવામાં આવી છે, જે 145 કરોડમાં વેચાઈ છે. 2016માં વિજય માલ્યાની ગ્લોબલ અસેટ પર ફ્રીઝ ઓર્ડર જાહેર કરવા સામે 13 ભારતીય બેંકોના યુનિયને લંડન હાઈકોર્ટને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

માલ્યાના પરિવાર માટે બેડલક હતી આ તલવાર

આ કેસમાં માલ્યાએ બાદમાં કોર્ટમાં કહ્યું હતું કે આ તલવાર તેના પરિવાર માટે ખરાબ નસીબ લઈને આવી હતી, તેથી તેને તે તલવાર આપી દીધી છે. News9 એ તલવારના અગાઉના માલિકોને શોધવા માટે UK ઓક્શન હાઉસ બોનહેમ્સનો સંપર્ક કર્યો છે. ગ્રુપે તલવારના અગાઉના અને વર્તમાન ખરીદદારોની ઓળખ જાહેર કરવાની ના પાડી છે. બોનહામ્સના સેલ્સ કો-ઓર્ડિનેટર એનરીકા મદુગ્નોએ કહ્યું હતું કે તે સેલર્સની ઓળખ જાહેર કરવામાં અસમર્થ છે કારણ કે તે તેમની પોલિસીની વિરુદ્ધ છે.

મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો

જે તલવાર વિજય માલ્યાએ ખરીદી હતી અને તે તલવારની મંગળવારે હરાજી કરવામાં આવી હતી તેના પર એક જ શિલાલેખ લખાયેલો હતો. આ તલવાર મેજર જનરલ બેયર્ટડને પણ ભેટમાં આપવામાં આવી હતી, તેના પર શમશીર એ મલિક પણ લખેલું હતું. આ લેખ હાલમાં વેચાયેલી ટીપુ સુલતાનની તલવાર પર પણ જોવા મળે છે. તલવાર પર કોતરવામાં આવેલ લખાણ બરાબર એ જ છે જે માલ્યાએ 2004માં ખરીદ્યું હતું.

ટીપુ સુલતાનની તલવારનો ઈતિહાસ

4 મે 1799 ના રોજ શ્રીરંગપટ્ટના પરના હુમલા દરમિયાન મેજર જનરલ બેયર્ડે સેનાનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ટીપુ સુલતાન માર્યા ગયા હતા. બ્રિટિશ સેનાએ શ્રીરંગપટ્ટના પર કબજો કરી લીધો હતો. આ પછી જ્યારે ટીપુની બેડ ચેમ્બરને જોવામાં આવી તો ત્યાં આ તલવાર મળી આવી. આ તલવાર મેજર જનરલ બેયર્ડને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Dal Lake History: ક્યારે અને કેવી રીતે બન્યું Dal Lake, જાણો દુનિયાના સૌથી સુંદર સરોવરની મહત્વની વાતો

તલવારની સ્પાઈન પર લખાયેલું છે શમશીર એ મલિક, જેનો અર્થ થાય છે રાજાની તલવાર. નીચે સુધી લખેલું છે, યા અલ્લાહ! ઓ નાસિર! યા ફતેહ! ઓ નાસિર! યા મુઈન! યા જહીર! હે અલ્લાહ! હે મદદગાર! હે સદાબહાર! હે એડર! હે સહાયક! ઓ એવિડેન્ટ!

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">