રાજસ્થાનની એ રહસ્યમય જગ્યા…રાતોરાત ગાયબ થઈ ગયું હતું આખું ગામ

|

Dec 23, 2024 | 8:43 PM

આ ગામ ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક છે. આ ગામ એક સમયે સમૃદ્ધ ગામ હતુ અને અચાનક રાતોરાત ખાલી થઈ ગયું અને પછીથી તે વસ્યું નહીં. આ જગ્યા હવે સાવ નિર્જન અને ખંડેર બની ગઈ છે. આ ઘટના સાથે ઘણી કહાનીઓ અને દંતકથાઓ જોડાયેલી છે, જે આ સ્થળને વધુ રસપ્રદ બનાવે છે.

રાજસ્થાનની એ રહસ્યમય જગ્યા...રાતોરાત ગાયબ થઈ ગયું હતું આખું ગામ
Kuldhara Village

Follow us on

રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. રાજસ્થાનનો પોતાનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ રાજસ્થાનની મુલાકાતે આવે છે. રાજસ્થાનની સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેની સાથે આ રાજ્યમાં કેટલાક રહસ્યો પણ છે. જેના પરથી પડદો આજ સુધી ઉંચકાયો નથી. આવું જ એક રહસ્યમય ગામ જેસલમેર જિલ્લામાં આવેલું છે. જેનું નામ કુલધરા છે. એવું કહેવાય છે કે, આ આખું ગામ રાતોરાત ગાયબ થઈ ગયું હતું. ત્યારે આ લેખમાં આ ગામ સાથે જોડાયેલી રહસ્મય કહાની વિશે જાણીશું.

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા કુલધારા ગામ ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક છે. પાલીવાલ બ્રાહ્મણોનું આ એક સમયે સમૃદ્ધ ગામ હતુ અને અચાનક રાતોરાત ખાલી થઈ ગયું અને પછી અહીં કોઈ વસ્યું નહીં. આ જગ્યા હવે સાવ નિર્જન અને ખંડેર બની ગઈ છે. આ ઘટના સાથે ઘણી કહાનીઓ અને દંતકથાઓ જોડાયેલી છે, જે આ સ્થળને વધુ રસપ્રદ બનાવે છે.

કુલધરા ગામનો ઈતિહાસ

કુલધરા ગામની સ્થાપના 13મી સદીમાં પાલીવાલ બ્રાહ્મણોએ કરી હતી. પાલીવાલ બ્રાહ્મણો તેમની વહીવટી કુશળતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્યતન કૃષિ વ્યવસ્થા માટે જાણીતા હતા. કુલધરા અને તેની આસપાસના 84 ગામો પાલીવાલ બ્રાહ્મણોના નિયંત્રણ હેઠળ હતા. આ ગામોની સમૃદ્ધિનું મુખ્ય કારણ તેમની જળ વ્યવસ્થાપન વ્યવસ્થા હતી. તેઓ તળાવો અને કુવાઓ દ્વારા પાણીનું કાર્યક્ષમ રીતે સંચાલન કરતા હતા, જેના કારણે તે શુષ્ક પ્રદેશમાં પણ ખેતી શક્ય બની હતી.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

કુલધરા ગામમાં જીવન શાંતિપૂર્ણ અને સુખદ હતું. અહીંના લોકો સામાજિક રીતે સંગઠિત અને આર્થિક રીતે આત્મનિર્ભર હતા. આ ગામ જેસલમેરના રાજા હેઠળ હતું અને રાજાની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. પરંતુ આ ગામની સુખી જિંદગીને ત્યારે ગ્રહણ લાગી ગયું જ્યારે જેસલમેરના દિવાન સાલમસિંહની ખરાબ નજર આ ગામ પર પડી.

રાતોરાત ખાલી થઈ ગયું આખું ગામ

રાજસ્થાનમાં આવેલું આ ગામ જેસલમેર જિલ્લાથી લગભગ 17 કિલોમીટર દૂર છે. આ ગામ પોતાનામાં ઘણું રહસ્યમય છે. એક સમયે આ ગામમાં 5000થી વધુ લોકો રહેતા હતા. પરંતુ હવે આ ગામમાં દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. એક જમાનામાં આ ગામમાં લોકોની ખૂબ ચહલપહલ હતી. અહીં લોકોના સુંદર ઘરો આવેલા હતા. પરંતુ હવે અહીં લોકો પણ રહેતા નથી અને જ્યાં એક સમયે મકાનો હતા તે હવે ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

આ ગામમાં પ્રવેશતા જ લોકોમાં એક વિચિત્ર પ્રકારની નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આ ગામની કહાની એવી છે કે અહીં એક સમયે 5000 થી વધુ લોકો રહેતા હતા. ગામ પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવવામાં આવ્યું હતું. જેમની આજીવિકા ખેતી પર નિર્ભર હતી. પરંતુ એક સમયે ગામમાં કંઈક એવું બન્યું કે આખું ગામ રાતોરાત ખાલી થઈ ગયું.

કેમ ખાલી થયું આખું ગામ ?

કુલધરા ગામમાં પાલીવાલ બ્રાહ્મણોના સમયમાં સાલમસિંહ રાજ્યના દિવાન હતા. જે અત્યંત નિંદનીય અને ક્રૂર હતા. લોકો તેમના કાર્યોથી ખૂબ નારાજ હતા. એક દિવસ સાલમસિંહની નજર ગામની એક દીકરી પર પડી. તેણે આ દીકરી પિતાને દીકરીના લગ્ન તેની સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ દીકરીના પિતા અને બાકીના ગામના લોકો સાલમસિંહના વ્યક્તિત્વથી સારી રીતે વાકેફ હતા. સાલમસિંહે આ માટે નિર્ણય લેવા માટે થોડો સમય આપ્યો.

જ્યારે તેમણે લગ્ન કરાવવાની ના પાડી તો સાલમસિંહે તેમને ધમકી આપી કે તે પોતે આવીને તેમની દીકરીને ઉપાડી જશે. આખું ગામ તે છોકરીની સાથે ઊભું હતું અને તેનું સન્માન પોતાનું માન્યું. ખૂબ વિચાર કર્યા પછી પાલીવાલ બ્રાહ્મણોએ ગામનું સ્વાભિમાન અને છોકરીનું સન્માન બચાવવા બેઠક બોલાવી.

બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પોતાનું સન્માન જાળવવા દરેક વ્યક્તિએ આ ગામ છોડી દેવું જોઈએ, ગામમાં હાજર 5000થી વધુ પરિવારો આ નિર્ણય સાથે સંમત થયા હતા. ગામના બધા લોકોએ સામૂહિક રીતે ગામ છોડવાનો નિર્ણય કર્યો અને પછી રાતોરાત હજારો લોકો તેમના સામાન સાથે ગામ છોડીને ચાલ્યા ગયા. જે પછી આ ગામ ફરી ક્યારેય વસ્યું નહીં.

ગામ ખાલી કરતી વખતે બ્રાહ્મણોએ આપ્યો હતો શ્રાપ

કહેવાય છે કે ગામ ખાલી કરતી વખતે બ્રાહ્મણોએ આ ગામને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ગામ ક્યારેય વસશે નહીં અને આવું જ કંઈક થયું. સમય જતાં કુલધરાની આસપાસના ગામોમાં ફરી વસવાટ શરૂ થયો. પરંતુ કુલધરા ફરી વસ્યું નહીં. આ ગામની આસપાસના જતા ઘણા લોકો ડરે છે. હવે આ ગામ ભારતના પુરાતત્વ વિભાગ હેઠળ આવે છે, આ ગામ સાંજે 6 વાગ્યા પછી બંધ રહે છે, તે પહેલા તમે આ ગામની મુલાકાત લઈ શકો છો.

ગામ ખાલી થવાના અન્ય સંભવિત કારણો

દીવાન સલામસિંહ અને શ્રાપની કહાની સૌથી વધુ જાણીતી છે, તેમ છતાં કુલધરા ગામ ઉજ્જડ થવા પાછળના અન્ય સંભવિત કારણો પણ માનવામાં આવે છે. જેમાં રાજસ્થાનના આ વિસ્તારમાં પાણીની ભારે અછત હતી. પાણી વિના જીવવું અને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ, જેના કારણે લોકોને આ જગ્યા છોડવાની ફરજ પડી. તે સમયે રાજસ્થાનમાં વારંવાર દુષ્કાળ પડતો હતો, જેના કારણે ખેતીને અસર થઈ હતી અને જીવન મુશ્કેલ બન્યું હતું. દિવાન સાલમ સિંહે ગ્રામજનો પર ભારે કર લાદ્યા હતા, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

કુલધરા હજુ પણ રહસ્યમય કેમ ?

ઘણા સંશોધકો અને વૈજ્ઞાનિકોએ કુલધરા ગામનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ગામ ખરેખર શા માટે ખાલી થયું અને પાલીવાલ બ્રાહ્મણો ક્યાં ગયા. આજે કુલધરા ગામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રક્ષણ હેઠળ છે. આ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું છે અને દર વર્ષે હજારો લોકો અહીં આવે છે. પરંતુ તેના રહસ્યો અને ભયાનક કહાની તેને અલગ બનાવે છે. સ્થાનિક લોકો ગામના ખંડેરોમાં અદ્રશ્ય ઊર્જાનો અનુભવ કરે છે. ગામના ઘરો, મંદિરો અને શેરીઓ હવે ખંડેર હાલતમાં છે, જે તેને વધુ રહસ્યમય બનાવે છે.

કુલધરા ગામ હવે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. જેસલમેર આવતા પ્રવાસીઓ ચોક્કસપણે આ ગામની મુલાકાત લે છે. આ સિવાય ઘણી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી પણ અહીં શૂટ કરવામાં આવી છે. કુલધારાનું અનોખું પુનરુત્થાન એ વાસ્તવિકતાનું પ્રતીક છે અને ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજે લોકો કહાની સાંભળીને આ ગામ જોવા આવે છે. આજે આ ગામ એક રહસ્યમય અને ઐતિહાસિક પ્રવાસન સ્થળ બની ગયું છે.

Next Article