પ્રાણીઓની ચરબીમાંથી બનતુ હતુ ગુંદર, ખરાબ ગંધને કારણે પરેશાન મજૂરોને જોઈ આ વ્યક્તિએ શરુ કરી ફેવિકોલ કંપની

|

Jul 31, 2022 | 9:43 PM

ફેવિકોલ જેમ વસ્તુઓને જોડી દે છે, તેમ લોકો પણ વર્ષોથી આ ફેવિકોલની કંપની સાથે જોડાઈ રહ્યા છે. ચાલો જાણીએ ફેવિકોલ કંપનીના ઈતિહાસ (knowledge) વિશે.

પ્રાણીઓની ચરબીમાંથી બનતુ હતુ ગુંદર, ખરાબ ગંધને કારણે પરેશાન મજૂરોને જોઈ આ વ્યક્તિએ શરુ કરી ફેવિકોલ કંપની
Favicol company
Image Credit source: Tv9 gfx

Follow us on

ફેવિકોલ (Favicol) વિશે આપણે સૌ જાણીએ છે. રોજબરોજના જીવનમાં પણ આપણે ફેવિકોલનો ઉપયોગ કરીએ છે. ફેવિકોલ એક ગુંદર બનાવતી કંપની છે. તેનો ઉપયોગ એટલો વધ્યો હતો કે લોકો કોઈ તૂટેલી વસ્તુઓને જોડવા માટે કોઈને કહેવાનું હોય તો કહે છે કે આ વસ્તુને ફેવિકોલથી ચીપકાડી દે. લોકો ગુંદર શબ્દને સ્થાને ફેવિકોલ શબ્દ વાપરે છે. આ જ એ કંપનીની ખરી સફળતા પણ છે. ટીવી પર તેની અનેક એડ પણ આવે છે. તેની ટેગલાઈન હોય છે – યે ફેવિકોલ કા જોડ હૈ, તૂટેગા નહીં. આ તમામ એડ લોકોને ખુબ મનોરંજન આપે છે. ફેવિકોલ જેમ વસ્તુઓને જોડી દે છે, તેમ લોકો પણ વર્ષોથી આ ફેવિકોલની કંપની સાથે જોડાય રહ્યા છે. ચાલો જાણીએ ફેવિકોલ કંપનીના ઈતિહાસ (knowledge) વિશે.

ફેવિકોલના સ્થાપક હતા પટ્ટાવાળા

ફેવિકોલ એક એવુ ગુંદર છે, જેનો ઉપયોગ લોકો કાગળથી લઈને ફર્નીચર સુધી તમામ વસ્તુઓ ચોંટાડી શકો છો. આ ફેવિકોલ કંપની બનાવનાર હતા બલવંત પારેખ. તે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના હતા. તેમણે કાયદાનું શિક્ષણ લીધું હતું પણ વકીલાતમાં કારર્કિદી ના બનાવી હતી. કેટલાક સમય માટે તેમણે ડાઈનિંગ-પ્રિંટિંગ પ્રેસમાં નોકરી કરી પણ થોડા સમય બાદ તેમણે નોકરી છોડી દીધી. કાયદાની શિક્ષા લેનારા આ બલવંત પારેખે બાદમાં એક લાકડાના વેપારીની ઓફિસમાં પટ્ટાવાળાની નોકરી કરી. આ દરમિયાન તેમણે લાકડા કાપવા, તેને આકાર આપવુ અને ફર્નિચર બનાવવા સુધીનું કામ શીખી લીધુ.

આ રીતે આવ્યો ફેવિકોલ બનાવવાનો વિચાર

આ દરમિયાન તેમણે જોયુ કે લાકડાના કારીગરો અને મજૂરો 2 લાકડા જોડવા માટે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતા હતા. તે સમયે પ્રાણીઓની ચરબીમાંથી ગુંદર બનાવવામાં આવતુ. આ ગુંદર બનાવવા માટે આ ગુંદરને આગમાં કલાકો સુધી ગરમ કરવામાં આવતુ, જેને કારણે વાતાવરણમાં દુર્ગંધ ફેલાતી અને મજૂરો-કારીગરોને શ્વાસ લેવામાં તકલીફ પડતી. તે સમયે તેમની આ સમસ્યા બળવંત પારેખે જોઈ અને તેમણે આના કરતા સરસ ગુંદર બનાવવાનું નક્કી કર્યુ.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આ રીતે બન્યુ ફેવિકોલ

1947નો સમય હતો, દેશ આઝાદ થયો હતો. સારુ, દૂર્ગંધ રહિત અને ઉપયોગમાં સરળ હોય તેવું ગુંદર બનાવવનો સંકલ્પ કરનાર બળવંત પારેખે સિન્થેટિક રસાયણના પ્રયોગ કરીને નવું ગુંદર બનાવવાની રીત શોધી કાઢી. પોતાના ભાઈ સુનીલ પારેખ સાથે મળીને 1959માં તેમણે પિડિલાઈટ કંપની સ્થાપી. સમય જતા ફેવિકોલ નામથી આ ગુંદર વેચવાનું શરુ કરવામાં આવ્યુ. તેમનું આ ગુંદર એટલુ ફેમસ થયુ કે તેમની કંપની ફેવિકોલ નામથી જ ઓળખાવવા લાગી. એક સમયે પટ્ટાવાળાની નોકરી કરનાર બળવંત પારેખ આજે એશિયાના સૌથી અમીર ઉધોગપતિમાંથી એક છે.

Next Article