AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના વિવિધ રાજ્યોમાં આ રીતે ઉજવવામાં આવે છે હોળી, જાણો અદ્દભૂત પરંપરાઓ

દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ રિવાજો સાથે હોળીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. આજે અમે તમને જણાવીશું કે ભારતના વિવિધ રાજ્યોમાં હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે.

ભારતના વિવિધ રાજ્યોમાં આ રીતે ઉજવવામાં આવે છે હોળી, જાણો અદ્દભૂત પરંપરાઓ
Celebrating Holi Festival
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 7:05 PM
Share

Holi Celebrations Across India: ભારતમાં લોકો ફાગણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે. રંગોનો તહેવાર હોળી આ મહિનામાં આવે છે. હોળીના તહેવાર પર લોકો રંગોથી રમે છે. બાળકો હોય કે વડીલો બધાને હોળીના રંગોમાં રંગાઈ જવું પસંદ હોય છે. હોળી માત્ર રંગો વિશે જ નથી, પરંતુ મિઠાઇ અને ઠંડાઈ પણ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં હોળીનો તહેવાર પણ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે.

દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ રીત-રિવાજો સાથે હોળીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. આજે અમે તમને જણાવીશું કે ભારતના વિવિધ રાજ્યોમાં હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે.

પંજાબમાં હોલા મોહલ્લા

પંજાબમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે પંજાબમાં હોળીનો તહેવાર હોલા મોહલ્લાના નામથી પ્રખ્યાત છે. આ તહેવાર શ્રી આનંદપુર સાહિબમાં ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન આનંદપુર સાહિબમાં સંગીત અને કવિતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

ઉત્તરાખંડની કુમૌની હોળી

ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં લોકો હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. જો કે, અહીં લોકો રંગો કરતાં સંગીતને વધુ પ્રાધાન્ય આપે છે.

ઉત્તર પ્રદેશની લઠ્ઠમાર હોળી

યુપીની લઠ્ઠમાર હોળી ભારતભરમાં પ્રખ્યાત છે. બરસાના, મથુરા અને વૃંદાવનમાં મહિલાઓએ પુરુષોને લાકડીઓ વડે માર મારે છે. આ દરમિયાન પુરુષો ઢાલ વડે પોતાનું રક્ષણ કરે છે.

ઉદયપુરની શાહી હોળી

મેવાડના રાજવી પરિવાર દ્વારા ઉદયપુરમાં હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં શણગારેલા શાહી ઘોડાઓ અને બેન્ડ સાથે સરઘસ નીકળે છે. વધુમાં, પરંપરાગત અલાવ (બોનફાયર) પ્રગટાવવામાં આવે છે અને હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવે છે.

ગોવાના શિગમો

શિગમો એક કાર્નિવલ ફેસ્ટિવલ છે જ્યાં ગોવાના લોકો પરંપરાગત સંગીત અને રંગો સાથે શેરીઓમાં નૃત્ય કરે છે. ગોવાના કાર્નિવલ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

આ પણ વાંચો : Holi 2023: હોળી પર શનિની સાથે આ ગ્રહો કરશે ગોચર, 4 રાશિઓની વધશે પરેશાની

Follow Us
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
g clip-path="url(#clip0_868_265)">