મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીથી ગુજરાતમાં ફફડાટ ! સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ, આરોગ્ય મંત્રીએ આપી મોટી અપડેટ!
મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા ગુજરાતનું તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લા સહિત સરહદી વિસ્તારોમાં પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રના નવાપુર સ્થિત પોલટ્રી ફાર્મમાં મરઘાઓના શંકાસ્પદ મોત બાદ તપાસ કરતા બર્ડ ફ્લૂ હોવાનું સાબિત થયું છે. આ ઘટનાને પગલે મહારાષ્ટ્ર તંત્ર દ્વારા નવાપુરમાં મોટા પાયે ક્લીંગની (પક્ષીઓનો નાશ કરવાની) કામગીરી હાથ ધરવામાં આવી છે અને અંદાજે 8 લાખ જેટલા ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે.
ગુજરાત બોર્ડર પર ‘હાઈ એલર્ટ’
નવાપુરની સરહદને અડીને આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાતનું પશુપાલન વિભાગ સક્રિય થયું છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા મુખ્ય પગલાં,
ઉચ્છલના 3 પોલટ્રી ફાર્મમાં સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરી શરૂ કરાઈ છે. સરહદ પર આવેલા 10 જેટલા ગામોમાં લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘર આંગણે પક્ષીઓ પાળતા લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન
રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી, તેથી ગભરાવવાની જરૂર નથી. તેમણે વધુમાં માહિતી આપી હતી કે,
આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમો સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પોલટ્રી ફાર્મમાંથી નિયમિત નમૂના લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલી રાજ્યની બોર્ડર પર વહીવટી તંત્રની ટીમો સતત નિરીક્ષણ કરી રહી છે.
બર્ડ ફ્લૂના આ ભયને કારણે સ્થાનિક સ્તરે ચિકનના વ્યવસાય પર પણ માઠી અસર જોવા મળી રહી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે જેથી સંક્રમણને ગુજરાતમાં પ્રવેશતું અટકાવી શકાય.
મહિન્દ્રાએ રજૂ કર્યું થાર રોક્સ પર આધારિત શક્તિશાળી એટીવી, જાણો શું છે તેની ખાસિયત, જે દુશ્મનોના છક્કા છોડાવશે!
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
