Knowledge : આ દેશોમાં બાળકોના નામકરણને લઈને છે કડક કાયદો, ઉલ્લંઘન કરવા પર માતા-પિતાને થઈ શકે છે જેલ
ભારતમાં બાળકોના નામ રાખવા અંગે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં માતા-પિતા તેમના બાળકનું નામ તેમની ઈચ્છા મુજબ નથી રાખી શકતા.
Knowledge : આપણા દેશમાં જ્યારે પણ કોઈ પરિવારમાં બાળકનો (Child) જન્મ થાય છે, ત્યારે પરિવારના સભ્યો તેનું નામ રાખે છે અને તેને તેમની પસંદગીનું નામ આપે છે, જે તેની જીવનભરની ઓળખ બની જાય છે. બાળકના જન્મ પછી બાળકના માતા-પિતાથી લઈને તમામ સંબંધીઓ તેના માટે અલગ અલગ નામ શોધવાનું શરૂ કરે છે અને તેમાંથી એક તેમને મનગમતું નામ આપવામાં આવે છે. જો કે ભારતમાં બાળકોના નામ રાખવા અંગે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં માતા-પિતા તેમના બાળકનું નામ તેમની ઈચ્છા મુજબ નથી રાખી શકતા.
આ પણ વાંચો GK Quiz : શું ભારતમાં બની હતી પ્રથમ મોટરસાઇકલ ? જાણો કયારે થઈ હતી મોટરસાઇકલની શોધ
ઘણા દેશોમાં સરકારે બાળકના જન્મ પછી તેના નામકરણને લઈને કડક માર્ગદર્શિકા બનાવી છે અને નામકરણ દરમિયાન તે સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા માતા-પિતાને જેલમાં પણ જવું પડી શકે છે.
ડેનમાર્ક
ડેનમાર્કમાં બાળકના જન્મ પછી માતા-પિતા પોતાના બાળકને પોતાની પસંદગીનું નામ આપી શકતા નથી, કારણ કે અહીંની સરકારે બાળકોના નામોની યાદી તૈયાર કરી છે, જેમાં હજારો નામ છે. અહીં રહેતા માતા-પિતાએ યાદીમાં આપેલા નામોમાંથી તેમના બાળકનું કોઈપણ એક નામ આપવાનું રહેશે.
જેકબ, એશ્લે, એનસ, મંકી જેવા અનેક નામો પર ડેનમાર્કમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સાઉદી આરબ
સાઉદી અરેબિયામાં સરકારે બિન્યામીન, મલ્લિકા, લિન્ડા અને માયા જેવા 50થી વધુ નામો પર પ્રતિબંધ મૂક્યો છે. માતા-પિતા અહીં પ્રતિબંધિત નામોમાંથી કોઈપણ નામ તેમના બાળકને આપી શકતા નથી. જો તેનો ભંગ કરવામાં આવે તો જેલ પણ થઈ શકે છે. આ સંદર્ભે સાઉદી અરેબિયાની સરકારની માનવું છે કે કેટલાક નામ વિદેશી, અધર્મી અને રાષ્ટ્ર વિરોધી છે, તેથી તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફ્રાન્સ
ફ્રાન્સમાં માતા-પિતા પોતાના બાળકોનું એવું નામ નથી રાખી શકતા કે જેના પર મજાક ઉડાવી શકાય. બાળકોની મજાક ઉડાવી શકાય એવા ઘણા નામો પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. અહીં માતા-પિતાએ બાળકનું નામ આપતા પહેલા તેમની સ્થાનિક કોર્ટમાં જન્મ પ્રમાણપત્રના રજિસ્ટ્રારને જણાવવું પડશે કે બાળકનું નામ તેના અહિતમાં નથી.
ફ્રાન્સમાં સ્ટ્રોબેરી, પ્રિન્સ વિલિયમ્સ, ડેમન જેવા અનેક નામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોર્વે
નોર્વેમાં સરકારે બાળકના નામકરણને લઈને કડક નિયમો બનાવ્યા છે, જેનું પાલન માતા-પિતાએ કરવું પડે છે. નોર્વેમાં નામ તરીકે અટકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને નામકરણ વખતે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નોર્વેમાં હેન્સન, હેગન જેવી પ્રખ્યાત અટકોનો ઉપયોગ નામ તરીકે કરી શકાતો નથી.
જાપાન
જાપાનમાં પણ માતા-પિતાએ બાળકના નામકરણ અંગે અમુક દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. જાપાનમાં સરકારે ‘અકુમા’ જેવા નામો પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં આ નામનો અર્થ રાક્ષસ છે, તેથી અહીં કોઈ બાળકનું નામ અકુમા નથી.
આ દેશો સિવાય અન્ય કેટલાક દેશોમાં પણ સરકારે બાળકના નામ રાખવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું પાલન માતા-પિતાએ કરવું પડે છે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો તેને જેલ જવું પડે છે.