કાર એર બેગની કિંમત પર કંપનીઓ ચલાવે છે મનમાની, પરિવહન મંત્રીએ જણાવી કિંમત

|

Aug 06, 2022 | 4:52 PM

જૂનમાં મારુતિના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું હતું કે સરકારની 6 એરબેગ પોલિસી તેની નાની કાર પર અસર કરી શકે છે. જો 6 એરબેગ લગાવવામાં આવે તો તેની કિંમત 60 હજાર રૂપિયા વધી જશે.

કાર એર બેગની કિંમત પર કંપનીઓ ચલાવે છે મનમાની, પરિવહન મંત્રીએ જણાવી કિંમત
Car Airbags

Follow us on

વધતા જતા કાર એક્સિડન્ટ (Accident) અને મોતને કારણે સરકારે કારને લઇને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમા એક કારમાં 6 એર બેગ ફરજીયા હોવા જોઇએ, આ નિયમને લઇને જુનમાં મારૂતિના ચેરમેન આર સી ભાર્ગવ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે 6 એર બેગ વાળી પોલીસીની અસર નાની કાર પર વધારે જોવા મળશે, આ 6 એર બેગને કારણે ગ્રાહકોએ કાર ખરીદતી વખતે 60 હજાર રૂપિયા જેટલી વધારે રકમ ચુકવવી પડશે, ખર્ચના આ આંકડા પર પ્રકાશ પાડતા પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભામાં એક એર બેગ કેટલો ખર્ચ થાય છે અંગે જણાવ્યુ છે.

ગડકરીએ એરબેગની કિંમત જણાવી

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન કારમાં એરબેગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રીને પૂછ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે દરેક કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત બનાવવામાં આવશે. તેના ડ્રાફ્ટ નોટિફિકેશનની તારીખ આ વર્ષે ઓક્ટોબરની છે, પરંતુ તે હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. તેનું નોટિફિકેશન ક્યારે આવશે, જેથી કંપનીઓ માટે 6 એરબેગ્સની પોલિસી લાગુ કરી શકાય.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે એક એરબેગની કિંમત માત્ર 800 રૂપિયા છે. સરકાર 6 એરબેગ્સના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેનો અમલ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. કાર કંપનીઓ માટે તે ક્યારે ફરજિયાત હશે તેની સમયરેખા તેમણે સ્પષ્ટ કરી નથી. ગડકરીએ કહ્યું હતું કે દેશમાં દર વર્ષે 5 લાખ જેટલા માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખ લોકોના જીવ જાય છે. હાલમાં, કારમાં ડ્રાઇવર અને આગળની સીટ પેસેન્જર માટે એરબેગ્સ જરૂરી છે. પાછળ બેઠેલા લોકો માટે એરબેગનો કોઈ નિયમ નથી. જો કે, સરકારે નિર્ણય લીધો છે કે તે તમામ મુસાફરો માટે એરબેગ્સ લાગુ કરશે.

800 એરબેગની કિંમત 60 હજાર કેમ?

હવે સવાલ એ થાય છે કે જ્યારે એરબેગની કિંમત 800 રૂપિયા છે તો કંપની તેના પર 15,000 રૂપિયા શા માટે વસૂલ કરી રહી છે. આરસી ભાર્ગવના જણાવ્યા અનુસાર, જો 6 એરબેગ્સ લગાવવામાં આવે તો તેની કિંમત 60 હજાર રૂપિયા વધી જશે. કારમાં પહેલેથી જ 2 એરબેગ્સ છે, એટલે કે 4 એરબેગ્સ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ 15 હજાર પ્રતિ એરબેગના દરે 60 હજાર થશે. ગડકરીના કહેવા પ્રમાણે, એક એરબેગની કિંમત 800 રૂપિયા છે. એટલે કે 4 એરબેગની કિંમત 3200 રૂપિયા છે.

હવે ધારો કે એરબેગ સાથે કેટલાક સેન્સર, સપોર્ટિંગ એસેસરીઝ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ત્યારે એરબેગની કિંમત લગભગ 400 થી 500 રૂપિયા સુધી વધી શકે છે. એટલે કે એરબેગની કિંમત 1300 રૂપિયા હોઈ શકે છે. એટલે કે 4 એરબેગની કિંમત 5200 રૂપિયા છે. તો પછી કંપની 60,000 રૂપિયા કેમ કહી રહી છે.

એરબેગ શું છે ?

અકસ્માત જેવી સ્થિતી સર્જાય ત્યારે આપમેળે કાર માંથી એક બેગ બહાર આવે છે જેમાં હવા ભરેલી હોય છે, આ બેગના કારણે કારમાં સવાર લોકો સીધા ટકરાવથી બચી જાય છે અને તેનો જીવ બચી જાય છે.

Next Article