ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન, સાથે મરવાનો શ્રાપ, ભારતમાં આ જગ્યાઓ પર છે ભાઈ-બહેન માટેની વિચિત્ર પરંપરા

|

Aug 11, 2022 | 6:31 PM

Strange Traditions : દુનિયાની વિચિત્ર પરંપરાઓ વિશે અવારનવાર સાંભળવા મળે જ છે. ભારતમાં ભાઈ-બહેન માટે પણ આવી જ કેટલીક વિચિત્ર પરંપરાઓ છે.

ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન, સાથે મરવાનો શ્રાપ, ભારતમાં આ જગ્યાઓ પર છે ભાઈ-બહેન માટેની વિચિત્ર પરંપરા
strange traditions
Image Credit source: tv9 gfx

Follow us on

Viral News : ભાઈ-બહેનના પવિત્ર સંબંધના ઊજવણીનો તહેવાર એટલે રક્ષાબંધન. કોરોના મહામારીને કારણે 2 વર્ષ પછી આજે ભારતમાં આ તહેવાર ભારે ધામધૂમ અને ખુશી સાથે ઉજવવામાં આવ્યો. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈઓને હાથ પર રાખડી બાંધીને રક્ષા માટેનું વચન માંગે છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં વર્ષોથી આ તહેવાર હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. પણ ભારતમાં કેટલાક સ્થળો પર ભાઈ-બહેન માટે વિચિત્ર પરંપરા પણ છે. દરેક બહેન તેના ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે, પણ ભારતમાં એક જગ્યાએ બહેન પોતાના ભાઈને મૃત્યુનો શ્રાપ આપે છે. એક એવી જગ્યા પણ છે જ્યા ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન પણ કરે છે. આ વિચિત્ર પરંપરા (Strange Traditions) વિશે જાણીને લોકો આશ્વર્યમાં મુકાયા છે.

આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ ભારતમાં પાળવામાં આવતી કેટલીક વિચિત્ર પરંપરાઓ વિશે. આ પરંપરાઓ ખરેખર ચોંકાવનારી છે, પણ આજે 21મી સદીમાં પણ લોકો આવી પરંપરામાં માને છે. આ અહેવાલમાં જાણો આવી વિચિત્ર પરંપરાઓ વિશે.

ભાઈ-બહેનના એકબીજા સાથે થાય છે લગ્ન

છત્તીસગઢના કાંગેરઘાટીમાં એક સમુદાયમાં ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન કરાવવામાં આવે છે. સામાન્ય રીતે લગ્નોમાં અગ્નિને સાક્ષી માનને લગ્ન વિધિ કરવામાં આવે છે. પણ આ લગ્ન પાણીને સાક્ષી રાખીને કરવામાં આવે છે. આવી પરંપરા બીજા ઘણા સમુદાયમાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મૃત્યુનો શ્રાપ આપે છે બહેન

છત્તીસગઢના જશપુરમાં એક સમુદાય આ પરંપરા પાળે છે. આ પરંપરા મુજબ બહેન પોતાના ભાઈને મરવાનો શ્રાપ આપે છે. અને પછી તે શ્રાપ આપવા માચે પ્રાયશ્વિત પણ કરે છે. તેના માટે બહેન પોતાની જીભ પર કાંટો મારે છે. તેના પાછળ તેની કારણ તેની સુરક્ષા અને યમરાજના ભયને ઓછો કરવાનો હોય છે.

એવુ કહેવામાં આવે છે કે, ધરતી પર એકવાર યમરાજ એક એવા વ્યક્તિને મારવા આવ્યા હતા, જેને તેની બહેને ક્યારે શ્રાપ આપ્યો ના હતો. જેના કારણે બહેનો પોતાના ભાઈઓને શ્રાપ આપવાનું ચાલુ કર્યુ હતુ. એક એવી પણ માન્યતા છે કે, એકવાર એક ભાઈને યમરાજ લઈ જતા હતા, જેની બહેને તેને શ્રાપ કે ગાળના આપી હોય. ત્યારબાદ તેની બહેને તેને ખરાબ અપશબ્દો કહ્યા. જેને કારણે તે ભાઈ બચી ગયો અને યમરાજ તેને લઈ જઈ ન શક્યા. તેના કારણે આ પરંપરા વર્ષોથી પાળવામાં આવે છે.

ભાઈની પત્ની સાથે ફેરા ફરે છે બહેન

મધ્યપ્રદેશના કેટલાક આદિવાસીઓના પ્રદેશમાં આવી પરંપરા છે. ત્યા લગ્નના વરઘોડામાં વરરાજા નથી જતો, પણ તેના સ્થાને તેની બહેનને લઈ જવામાં આવે છે. તેની બહેન જ તેની ભાવિ પત્ની સાથે ફેરા ફરે છે. આ પ્રદેશની જાતિઓમાં તેને જ લગ્ન માનવામાં આવે છે.

Next Article