અજબ- ગજબ : એક એવો પથ્થર જે તુટતા નીકળે લોહી, માણસની જેમ થાય છે દર્દ

|

Jun 24, 2022 | 2:16 PM

આ પથ્થર તૂટવા પર, શરીર પર ઈજા થવા પર આપણે માણસો જેવા જ નિશાનો બને છે. એટલું જ નહીં, આ પથ્થરોમાંથી માંસ પણ બહાર આવે છે.

અજબ- ગજબ : એક એવો પથ્થર જે તુટતા નીકળે લોહી, માણસની જેમ થાય છે દર્દ
pyura chiliansis

Follow us on

તમે પૃથ્વી પર નાના કણોથી લઈને મોટા ખડકો સુધી અનેક પ્રકારના પથ્થરો જોયા જ હશે. તેઓ કદમાં અલગ હોઈ શકે છે, પરંતુ શું તમે ક્યારેય પથ્થરમાંથી લોહી નીકળતું જોયું છે? આ વાત ભલે અજીબ લાગતી હોય પરંતુ આ આશ્ચર્યજનક વાત સાચી છે. આજે અમે તમને એવા જ એક પથ્થર (stone) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તૂટવા પર લોહી (Blood) નીકળે છે.

આ પથ્થર તૂટવા પર, શરીર પર ઈજા થવા પર આપણે માણસો જેવા જ નિશાનો બને છે. એટલું જ નહીં, આ પથ્થરોમાંથી માંસ પણ બહાર આવે છે, જેને લોકો માંસના રૂપમાં પણ ખાય છે. આ પથ્થર પાછળ શું છે વિચિત્ર કહાની, આવો જાણીએ…

પથ્થરનું રહસ્ય

આ પથ્થરને પ્યુરા ચિલિઆન્સિસ તરીકે ઓળખવામાં આવે છે, જે ચિલી અને પેરુના દરિયાઈ તળિયે મોટી સંખ્યામાં જોવા મળે છે. વાસ્તવમાં તે પથ્થર નથી પણ પથ્થર જેવું સમુદ્રી પ્રાણી છે. જે શ્વાસ લે છે અને ખોરાક પણ ખાય છે. આ સાથે, તે લિંગ બદલવાની અદભૂત ક્ષમતા પણ ધરાવે છે, જેની મદદથી તે બાળકો પણ પેદા કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રથમ નજરમાં, તે તમને સામાન્ય પથ્થર જેવું લાગશે. આ પથ્થર તૂટતાં જ તેમાંથી લોહી વહેવા લાગે છે. આ પથ્થર ખડકો સાથે ચોંટી જાય છે અને ધીમે ધીમે તેનો એક ભાગ બની જાય છે. આ પથ્થરને પીરિયડ રોક તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે

જોવામાં આ પથ્થર ઉપરથી સખત દેખાય છે પણ અંદરથી ખૂબ જ નરમ છે. આવી સ્થિતિમાં લોકોને પથ્થરમાંથી નીકળતું માંસ ખૂબ જ પસંદ આવે છે. લોકોમાં આ પત્થરોની માંગ વધી રહી છે, જેના કારણે લોકો આ પત્થરોને શોધવા માટે સમુદ્રના ઉંડાણમાં શોધખોળ કરી રહ્યા છે. આ પથ્થરમાંથી અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકો તેને કાચું ખાવાનું પસંદ કરે છે.

Next Article