Old Currency : શું તમારી પાસે હજુ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો છે? વાંચો આ અગત્યની માહિતી

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં માહિતી આપવામાં આવી રહી છે કે વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધાને આગળ વધારવામાં આવી છે. આ પોસ્ટ જોયા બાદ લોકો વિચરતા થઇ ગયા છે.

Old Currency : શું તમારી પાસે હજુ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો છે? વાંચો આ અગત્યની માહિતી
| Edited By: | Updated on: Mar 13, 2023 | 9:40 AM

દેશભરમાં ભારતીય નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અલગ -અલગ વાતો સામે આવી રહી છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી શક્યા નથી તો હવે તમારી પાસે બીજી તક છે… !!! રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા – RBI તરફથી મોટી તક આપવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી  છે.8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની ચલણી  નોટો છે? જો હા, તો જાણો આ મામલાને લઈ સરકાર શું કહી રહી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં માહિતી આપવામાં આવી રહી છે કે વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધાને આગળ વધારવામાં આવી છે. આ પોસ્ટ જોયા બાદ લોકો વિચરતા થઇ ગયા છે.

 

 

PIB એ હકીકત જણાવી

મામલાની ગંભીરતા જોઈને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમએ મામલાની તપાસ કરી અને તેનું સત્ય સામે મૂક્યું છે. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. તથ્ય તપાસ પછી ખબર પડી કે આ પોસ્ટ સંપૂર્ણપણે બોગસ અને ગુમરાહ કરનારી છે.

નોટબંધી 8 નવેમ્બર2016 ના રોજ થઈ હતી

તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી, તે જ દિવસે મધ્યરાત્રિથી દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પછી લોકોને બેંકમાંથી નોટો બદલવાની છૂટ આપવામાં આવી હતી.

તમે પણ વાયરલ મેસેજની હકીકત પણ ચકાસી શકો છો

જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.