AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current Affairs 04 June 2023 : શું છે ‘રેલવે ક્વચ સુરક્ષા’ સિસ્ટમ? ક્યાં સુધી દેશના તમામ રેલવે રૂટ આનાથી થશે કવર? બધા પ્રશ્નોના જવાબો જાણો

Current Affairs 2023 : ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ ક્વચ સિસ્ટમને લઈને સતત સવાલો પૂછાઈ રહ્યા છે. આ ક્વચ સિસ્ટમ શું છે અને તે આખા દેશમાં ક્યારે લાગુ થશે? આવા પ્રશ્નોના જવાબો તમે અહીં જોઈ શકો છો.

Current Affairs 04 June 2023 : શું છે 'રેલવે ક્વચ સુરક્ષા' સિસ્ટમ? ક્યાં સુધી દેશના તમામ રેલવે રૂટ આનાથી થશે કવર? બધા પ્રશ્નોના જવાબો જાણો
Current Affairs 04 June 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 3:56 PM
Share

Current Affairs Question : 2 જૂન, 2023 ના રોજ સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પછી, ક્વચ સિસ્ટમ પ્રણાલી વિશેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા અને લગભગ એક હજાર લોકો ઘાયલ થયા. હવે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કવચ સુરક્ષા વ્યવસ્થા ક્યાં ગઈ? અત્યાર સુધી આ માર્ગ પર ક્વચ સિસ્ટમ કેમ લગાવવામાં આવ્યું નથી?

આ પણ વાંચો : Indian Railways: સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં.. કેન્દ્રએ રેલવે માટે લીધા છે મહત્વના નિર્ણયો…

આ પ્રશ્નોના સાચા જવાબો માત્ર ભારતીય રેલવે જ આપી શકશે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વનું છે કે આ ક્વચ શું છે? તેનું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું? તે કેવી રીતે કામ કરે છે? ચાલો આપણે અહીં આવા પ્રશ્નોના જવાબો જોઈએ.

Indian Railwayમાં કવચ સિસ્ટમ શું છે?

કવચ એ ભારતીય રેલવેમાં અકસ્માતોને રોકવા માટેની એક ટેકનિક છે. તેની પ્રથમ ઔપચારિક ટેસ્ટ 4 માર્ચ, 2022ના રોજ થયો હતો. તે દિવસે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ પોતે એક ટ્રેનના એન્જિનમાં હતા અને બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વિનય કુમાર ત્રિપાઠી હતા. બંને ટ્રેનને એક જ ટ્રેક પર સામસામે લાવવામાં આવી હતી. બંને ટ્રેનોની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક હતી. સામસામે આવવા છતાં બંને ટ્રેન 380 મીટર પહેલા જ ઉભી રહી ગઈ હતી. ટેક્નોલોજીના નિર્માતાઓ ખુશ હતા અને તેને આગળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

આ સિસ્ટમ નિયત મર્યાદાથી વધુ ટ્રેનને દોડવા દેતી નથી. એટલે કે જે સ્પીડ માટે ટ્રેન નક્કી કરવામાં આવી છે, તેનાથી ઉપર તે દોડી શકશે નહીં. જ્યારે કોઈ ખતરો હોય ત્યારે આ ટેક્નિક સક્રિય થઈ જાય છે અને આપોઆપ બ્રેક લાગી જાય છે. ક્વચ સુનિશ્ચિત કરે છે કે ગમે તેટલી ઝડપ હોય, ટ્રેન અથડાશે નહીં.

શરત એ છે કે જે રૂટ પર ટ્રેન ચાલી રહી છે ત્યાં આ સિસ્ટમ લગાવવી જોઈએ. આ ટેક્નિકની ખાસિયત એ છે કે રેલવે ફાટક નજીક આવતા જ તે આપોઆપ હોર્ન વાગશે. કોઈપણ પ્રકારની ઈમરજન્સીની સ્થિતિમાં આ સિસ્ટમ એલર્ટ મેસેજ આપવા માટે પણ સક્ષમ છે. સિગ્નલ જમ્પના કિસ્સામાં પણ ટ્રેન અટકી જાય છે.

દેશમાં કવચની વર્તમાન સ્થિતિ શું છે?

હાલમાં કવચ માત્ર 1500 કિલોમીટરના રેલ ટ્રેક પર ઉપલબ્ધ છે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તે પૂર્ણ થશે. દર વર્ષે રેલવે ચારથી પાંચ હજાર કિલોમીટરના ટ્રેકને ક્વચથી સુરક્ષિત કરવાનું કામ કરે છે. તેનો અર્થ એ છે કે આખા દેશના રેલવે ટ્રેકને ક્વચથી કવર કરવામાં થોડો સમય લાગશે.

કેટલાક વધુ મહત્વપૂર્ણ તથ્યો

  1. ભારતમાં રેલવેની કુલ લંબાઈ લગભગ 65 હજાર કિલોમીટર છે.
  2. દિબ્રુગઢથી કન્યાકુમારી વચ્ચે સૌથી લાંબા અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ છે, જે 4189 કિલોમીટરની છે.
  3. ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">