અરે વાહ… હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાઇસન્સ મળી જશે, કરવું પડશે આ કામ

Driving License New Rules : જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી રહ્યા છો, તો તમારે વારંવાર RTO ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. આટલું જ નહીં, તમારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોઈ અલગથી ટેસ્ટ આપવાની રહેશે નહીં.

અરે વાહ... હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાઇસન્સ મળી જશે, કરવું પડશે આ કામ
Driving Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 4:52 PM

New Rules for Driving License : જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માંગતા હો, તો હવે તમે ટેસ્ટ આપ્યા વિના સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું એ સૌથી પડકારજનક કાર્ય છે. એટલા માટે લોકોએ તેને બનાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. તેને જોતા હવે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી રહ્યા છો, તો તમારે વારંવાર RTO ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. આટલું જ નહીં, તમારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોઈ અલગથી ટેસ્ટ આપવાનો રહેશે નહીં. ડ્રાઇવિંગ લાયસન્સના આ નવા નિયમોથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે.

આ રીતે તમે ડ્રાઇવિંગ શીખી શકો છો

કેન્દ્રીય માર્ગ, ધોરીમાર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર, તમે હવે ડ્રાઇવિંગ પરમિટ માટે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈ શકો છો. ડ્રાઇવિંગ સ્કૂલમાં તમારું નામ નોંધણી કરાવો. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવીને ડ્રાઇવિંગ શીખી શકો છો. આ પછી તમને પરીક્ષાના આધારે ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ પ્રમાણપત્ર પરમિટ પેપર સાથે રાખવાનું રહેશે. આ પછી તમારે કોઈપણ પ્રકારના ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં. આનાથી તમને સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે. તેનાથી તમારો સમય તો બચશે જ, પરંતુ તમને લાંબી કતારોમાં ઉભા રહેવાથી પણ રાહત મળશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

શું કહે છે નવા નિયમ 

ટ્રેનિંગ સેન્ટર્સને લઈને માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી થોડા ગાઈડલાઇન્સ અને શરતો પણ રાખવામાં આવી છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરના માલિક પાસેથી ટ્રેનિંગ લેવાનો પણ સમાવેશ થાય છે.

1) અધિકૃત એજન્સી નક્કી કરશે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર કે ફોર વ્હીલર કે મોટા વાહનોના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે પૂરા પ્રમાણમાં કે ઓછામાં ઓછી એકાદ એકર જમીન હોય. મધ્યમ અને ભારે વાહનો માએ કે ટ્રેલર્સ માટે સેન્ટરમાં બે એકર જમીન હોવી જરૂરી છે.

2) ટ્રેનર ઓછામાં ઓછું 12 પાસ હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઈએ. જેને વાહનવ્યવહારના નિયમોનું સારી રીતે જ્ઞાન પણ હોવું જોઈએ.

3) લોકોને બેઝિક જ્ઞાન જેમ કે પાકા રસ્તા, ગ્રામ્ય રસ્તા, રાજમાર્ગો અને શહેરના રસ્તાઓ, રિવર્સ અને પાર્કિંગ, ચઢાણ તેમજ ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરે પર ગાડી ચલાવવા માટે અને શીખવા માટે 21 કલાકનો સમય લાગશે, થીયરી અભ્યાસક્રમ અનુસાર 8 કલાક ભણાવવામાં આવશે અને પૂરી કર્યા પછી તેમ રોડ શીસ્ત, ટ્રાફિકનું જ્ઞાન, દુર્ઘટનાના કારણ સમજવા, પ્રથમિક ચીકીત્સા અને ડ્રાઇવિંગમાં માઇલેજ જેવી બાબતોનું જ્ઞાન આપવામાં આવશે.

4) મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ્ અભ્યાસ કર્મ હળવા મોટર વાહનો માટે વધુમાં વધુ 4 અઠવાડિયાનો અભ્યાસક્રમ અને તે 29 કલાક સુધી ચાલશે. તેને બે બાગમાં વહેંચવામાં આવશે. એકમાં થીયરી ભણાવવામાં આવશે અને બીજામાં પ્રેક્ટિકલ

g clip-path="url(#clip0_868_265)">