Delhi: દેશને નવુ સંસદ ભવન મળ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) રીત-રિવાજ સાથે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસદ ભવન ભારતની એકતા, અખંડિતતા અને વારસા અને લોકશાહીનું અદ્દભુત ઉદાહરણ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવી સંસદ ભવન બનાવવાનું કામ ડિસેમ્બર 2020થી ચાલી રહ્યું હતું.
ખાસ વાત એ છે કે નવા સંસદ ભવનના નિર્માણ પર ખર્ચવામાં આવેલ બજેટ વિયેતનામમાં અમેરિકા દ્વારા બનાવવામાં આવી રહેલા દૂતાવાસ કરતા ઘણા ટકા ઓછું છે. તાજેતરમાં વિયેતનામની મુલાકાતે ગયેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન બ્લિકને આ દૂતાવાસનો પાયો નાખ્યો હતો. તેમની સાથે વિયેતનામમાં અમેરિકી રાજદૂત માર્ક નેપર અને વિયેતનામના વિદેશ મંત્રી બુઈ થાન સોન પણ હતા.
આ પણ વાંચો: Light Pollution : 20 વર્ષમાં આકાશમાંથી તારા ખોવાઈ જશે, જાણો શું છે પ્રકાશનું પ્રદૂષણ, જે બની જશે મોટી સમસ્યા
અમેરિકાએ હાલમાં જ વિયેતનામની રાજધાની હનોઈ સ્થિત દૂતાવાસ માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આના પર લગભગ 1.2 બિલિયન યુએસ ડોલરનો ખર્ચ થવાનો છે. એક દિવસ પહેલા જ અમેરિકાના વિદેશ મંત્રી જોન બ્લિંકને તેમના વિયેતનામ પ્રવાસ પર આ દૂતાવાસનો શિલાન્યાસ કર્યો હતો. જો ભારતીય રૂપિયામાં આ રકમ પર નજર કરીએ તો તે અંદાજે 99 અબજ 16 કરોડ 50 લાખ છે.
જ્યારે આ રકમનો દસમો ભાગ ભારતમાં બનેલ નવી સંસદ ભવન પાછળ ખર્ચવામાં આવ્યો છે. વિયેતનામમાં બનેલ યુએસ એમ્બેસી બીએલ હર્બર્ટ ઈન્ટરનેશનલ દ્વારા ડિઝાઈન કરવામાં આવી રહી છે, જે અગાઉ ગ્વાટેમાલા, મેક્સિકો, તુર્કી વગેરેના દૂતાવાસો માટે કામ કરી ચૂકી છે.
દેશના નવા સંસદભવનના નિર્માણમાં લગભગ 971 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ બંને ગૃહો, સેન્ટ્રલ હોલ, આધુનિક ચેમ્બર, લાયબ્રેરી બધું તૈયાર કરવામાં આવ્યું છે. ચાર માળની આ ઈમારતમાં છ દરવાજા બનાવવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ મુખ્ય દરવાજા વીવીઆઈપી અને અગ્રણી નેતાઓ માટે છે. જો અમેરિકા દ્વારા વિયેતનામમાં ખર્ચવામાં આવતા બજેટની સરખામણી કરવામાં આવે તો દેશને બહુ ઓછી રકમમાં નવી સંસદ મળી.
નવું સંસદ ભવન એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે, અહીં જૂની સંસ્કૃતિને સાચવવામાં આવી છે અને આધુનિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઈમારતમાં વપરાતી સામગ્રી દેશના જુદા જુદા ભાગોમાંથી આયાત કરવામાં આવી છે. નવી ઈમારતમાં વપરાતું લાકડું નાગપુરથી લાવવામાં આવેલ સાગનું લાકડું છે.
જ્યારે રાજસ્થાનમાંથી સેન્ડસ્ટોન, ગ્રેનાઈટ અને રેડ ગ્રેનાઈટની આયાત કરવામાં આવી છે. તેનું ફર્નિચર મુંબઈમાં બને છે, જ્યારે જે સ્ટીલમાંથી ફોલ્સ સિલિંગ બને છે તે દમણ અને દીવમાંથી આયાત કરવામાં આવે છે. સંસદમાં સ્થાપિત અશોક ચક્ર ઈન્દોરથી લાવવામાં આવ્યું છે.