આજના સમયમાં દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા પણ એક સમયે ગુલામ હતો. ભારતની જેમ આ દેશના લોકોને પણ અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે, કયા દેશે અમેરિકાને ગુલામ બનાવ્યો હતો અને અમેરિકાને ગુલામીમાંથી કેવી રીતે અને ક્યારે આઝાદી મળી હતી.
અન્ય દેશોની જેમ બ્રિટને પણ લાંબા સમય સુધી અમેરિકાને ગુલામ બનાવી રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે બ્રિટને વિશ્વના લગભગ 80 દેશો અને ટાપુઓ પર શાસન કર્યું. વિશ્વના લગભગ 26 ટકા વિસ્તારો બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતા. આ યાદીમાં અમેરિકાનું નામ પણ સામેલ હતું. જો કે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ એ વાત સાચી છે કે આજે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા એક સમયે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતું.
અમેરિકા દર વર્ષે 04 જુલાઈએ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. અમેરિકાએ 4 જુલાઈ, 1776ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળવાની જાહેરાત કરી હતી અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્થાપના કરી હતી. આ વખતે એટલે કે વર્ષ 2024માં અમેરિકા પોતાનો 248મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે.
વિશ્વના અનેક દેશો પર પરોક્ષ રીતે કબજો જમાવનાર અમેરિકાને પણ બ્રિટને લાંબા સમય સુધી ગુલામ બનાવી રાખ્યું હતું. એવું કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે યુરોપથી ભારત આવવા નીકળ્યો ત્યારે ભૂલથી અમેરિકા પહોંચી ગયો હતો. જ્યારે તેણે આ નવા ટાપુ વિશે યુરોપિયનોને જાણ કરી તો બ્રિટિશ લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા અને ધીમે ધીમે આખા ટાપુ પર કબજો કરી લીધો. આ પછી મૂળ અમેરિકનો પર બ્રિટિશ લોકોનો અત્યાચાર શરૂ થયો.
તે સમયે બ્રિટન પર જેમ્સ પ્રથમ દ્વારા શાસન હતું અને તેમના શાસનકાળ દરમિયાન અમેરિકામાં બ્રિટિશ સંસ્થાનવાદી સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો હતો. કોલંબસ પાસેથી મળેલી માહિતીના આધારે બ્રિટને આ નવા ટાપુ એટલે કે અમેરિકા પર 13 કોલોનીઓ સ્થાપી હતી. જેમાં ન્યૂ હેમ્પશાયર, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ, રોડ આઇલેન્ડ, ડેલવેર, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, પેન્સિલવેનિયા, મેરીલેન્ડ, વર્જિનિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને જ્યોર્જિયાનો સમાવેશ થાય છે.
પ્રથમ કોલોની જેમ્સટાઉન, વર્જિનિયામાં 1607માં સ્થાપી હતી. યુરોપીયન દેશો ખાસ કરીને ગ્રેટ બ્રિટને 17મી સદી દરમિયાન અને 18મી સદીના મોટા ભાગના સમયગાળા દરમિયાન અમેરિકામાં કોલોની બનાવવાનું ચાલુ રાખ્યું. 1775 સુધીમાં અંદાજિત 2.5 મિલિયન લોકો 13 કોલોનીઓમાં રહેતા હતા.
માર્ચ 1765માં સ્ટેમ્પ એક્ટ, જૂન અને જુલાઈ 1767માં ટાઉનશેન્ડ એક્ટ અને 1773ના ટી એક્ટ જેવા કાયદાઓ પસાર થવાથી કોલોનીવાસીઓને ગ્રેટ બ્રિટનને ટેક્સમાં વધુ નાણાં ચૂકવવા પડતા હતા. આ લોકોને ખાંડ, ચાની પત્તી, કોફી અને સ્પિરિટ જેવી ચીજવસ્તુઓની આયાત કરવા માટે ખૂબ જ ઉંચો કર ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત સામાન્ય લોકોને પણ અંગ્રેજોના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકાના વિવિધ ભાગોમાં વસાહતોની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં બ્રિટનનું શાસન હતું. પરંતુ એપ્રિલ 1775માં કેટલીક વસાહતોએ ગ્રેટ બ્રિટનથી સંપૂર્ણ સ્વતંત્રતાની ઇચ્છા વ્યક્ત કરી, જે અમેરિકન ક્રાંતિની શરૂઆત તરફ દોરી ગઈ. શરૂઆતમાં સ્વતંત્રતા ઇચ્છતી વસાહતોને કટ્ટરપંથી તરીકે જોવામાં આવતી હતી, પરંતુ એક વર્ષમાં ઘણી વધુ વસાહતો સ્વતંત્રતાની તરફેણમાં ઊભી થઈ ગઈ હતી.
અંગ્રેજોના અત્યાચારથી અમેરિકાના મૂળ લોકો એટલે કે રેડ ઈન્ડિયનોમાં ધીરે ધીરે અંગ્રેજો સામે ગુસ્સો વધવા લાગ્યો. બ્રિટિશ શાસન સામે વધતા અસંતોષને કારણે અમેરિકનોએ ગ્રેટ બ્રિટનથી અલગ થવાનું નક્કી કર્યું.
તમને જણાવી દઈએ કે અમેરિકાને 4 જુલાઈ 1776ના રોજ બ્રિટનથી આઝાદી મળી હતી. જો કે, આ પ્રક્રિયા 02 જુલાઈ 1776 થી શરૂ થઈ હતી. કોન્ટિનેંટલ કોંગ્રેસે સ્વતંત્રતાની ઘોષણા માટે ગુપ્ત મતદાન કર્યું. ત્યાં સુધી 12 થી 13 અમેરિકન કોલોનીઓએ સત્તાવાર રીતે બ્રિટિશ શાસનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
જે અંતર્ગત 4 જુલાઈ, 1776ના રોજ 13 વસાહતોના લોકોએ સ્વતંત્રતાની ઘોષણાને અપનાવવા માટે મતદાન કર્યું. લોકોએ આ મેનિફેસ્ટો પર સહી કરી અને પોતાને સ્વતંત્ર જાહેર કર્યા. આ બધામાં કોન્ટિનેંટલ કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયના જાણીતા રાજનેતાઓ અને રાજદ્વારીઓ થોમસ જેફરસન, જ્હોન એડમ્સ, રોજર શેરમન, બેન્જામિન ફ્રેન્કલિન અને વિલિયમ લિવિંગ્સ્ટન અમેરિકન વસાહતોને સ્વતંત્ર રાજ્યો તરીકે જાહેર કરનારાઓમાં સામેલ હતા.
જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકન સ્વતંત્રતા યુદ્ધના હીરો તરીકે ઉભરી આવ્યા હતા, જે પાછળથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. એ જ રીતે બેન્જામિન ફ્રેન્કલિન પણ અમેરિકન રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતા.
અમેરિકાની 13 વસાહતોએ મળીને 4 જુલાઈ, 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા અપનાવી હોવાથી અમેરિકા દર વર્ષે 4 જુલાઈએ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દિવસે અમેરિકા આ 13 કોલોનીઓમાંથી વિભાજિત થઈને એક થઈ ગયું અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રચના થઈ. જો કે, અમેરિકાની સ્વતંત્રતા માટેની લડાઈ હકીકતમાં પેરિસની સંધિ અનુસાર ઈ.સ. 1783માં સમાપ્ત થઈ હતી.
અમેરિકાની આઝાદીની લડાઈ સમાપ્ત થઈ ત્યાં સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વતંત્રતા સંગ્રામમાં 25થી 70 હજાર અમેરિકનોના મોત થયા હતા. તેમાંથી લગભગ સાત હજાર લોકો આઝાદીની લડાઈમાં સીધા મૃત્યુ પામ્યા હતા, જ્યારે 17 હજારથી વધુ લોકોએ બીમારીના કારણે જીવ ગુમાવ્યા હતા. રોગને કારણે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના અમેરિકનો હતા જેમને અંગ્રેજો દ્વારા પકડવામાં આવ્યા હતા અને સ્વતંત્રતાની લડત દરમિયાન ન્યુયોર્ક હાર્બરમાં જેલના જહાજોમાં રાખવામાં આવ્યા હતા.
4 જુલાઈ, 1977 ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં પ્રથમ વખત દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે વખતે 13 ગનશોટ્સ સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આતશબાજી શરૂ થઈ ગઈ. 1801માં વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે 4 જુલાઈને પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો.
સ્વતંત્રતા પછી જનરલ જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. આજે પણ દેશની જનતા તેમને સ્વતંત્રતા સેનાની તરીકે ઓળખે છે. દેશની રાજધાનીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અમેરિકાની રાજધાની ‘વોશિંગ્ટન ડીસી’ના નામ પાછળ એક ઈતિહાસ છે. તમે ઘણીવાર તમને થયું હશે કે આમાં ડીસી શબ્દનો અર્થ શું છે ? તો ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા છે.
આ પણ વાંચો : શું હોય છે ઈદ્દત ? આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ નથી કરી શકતી લગ્ન