Moon Landing : ચંદ્ર પર મનુષ્યના પગના નિશાન કેમ નથી ભુંસાતા ? નીલ આર્મસ્ટ્રોંગના પગના નિશાન હજુ યથાવત, જુઓ નાસાનો ચોકાવનારો વીડિયો

|

Jul 23, 2022 | 1:29 PM

એપોલો મૂન લેન્ડિંગ મિશનને 50 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ આજે પણ ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓના પગના નિશાન જોવા મળે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

Moon Landing : ચંદ્ર પર મનુષ્યના પગના નિશાન કેમ નથી ભુંસાતા ? નીલ આર્મસ્ટ્રોંગના પગના નિશાન હજુ યથાવત, જુઓ નાસાનો ચોકાવનારો વીડિયો
Moon Landing

Follow us on

‘આ મનુષ્ય માટે એક નાનું પગલું છે, પરંતુ માનવતા માટે એક મોટી છલાંગ છે.’ આ નિવેદન છે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું, જે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ છે. ચંદ્ર પર પહેલું પગલું ભર્યા બાદ તેણે આ વાત કહી. એપોલો મૂન લેન્ડિંગ(Moon Landing) મિશનને 50 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ આજે પણ ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી(Astronaut)ઓના પગલાના નિશાન જોવા મળે છે. બીજી તરફ, મનુષ્ય ફરી એકવાર ચંદ્રની સપાટી પર રહેણાકની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં એપોલો 11 મિશનના અવકાશયાત્રીઓના પગલાં હજુ પણ ચંદ્ર પર જોઈ શકાય છે.

નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન ઇ. બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ એપોલો 11 મિશન હેઠળ ચંદ્ર પર ગયા હતા. ત્રણ અવકાશયાત્રીઓ 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્રની સપાટી પર પહોંચ્યા હતા. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયો તેના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં 50 વર્ષ પછી પણ અવકાશયાત્રીઓના પગના નિશાન જોઈ શકાય છે. ચંદ્રની સપાટી પર ચાલવા અને માટીને પૃથ્વી પર પાછી લાવવા ઉપરાંત અવકાશયાત્રીઓએ ત્યાં તેમની હાજરીનો સંદેશો પણ છોડી દીધો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે 50 વર્ષથી પણ ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન કેવી રીતે હયાત છે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન હજુ પણ કેવી રીતે હાજર છે?

ખરેખર, પૃથ્વી પર આપણે માટીનું ધોવાણ જોઈ શકીએ છીએ. તેની પાછળનું કારણ પવન અને પાણી છે, જે જમીનમાં ફેરફારનું કારણ બને છે. જો કે, ચંદ્ર પર વાતાવરણની ગેરહાજરીને કારણે, ત્યાં હવા કે પાણી નથી. જેના કારણે ત્યાં માટીનું ધોવાણ થતું નથી. ચંદ્ર પર પાણી સ્થિર સ્થિતિમાં છે. આ ઉપરાંત, ચંદ્ર પર કોઈ જ્વાળામુખીની પ્રવૃત્તિ પણ નથી, જે ચંદ્રની સપાટીમાં ફેરફારનું કારણ હોવું જોઈએ. આ કારણે સપાટી પર કંઈપણ બદલાતું નથી. આ જ કારણ છે કે ચંદ્રની સપાટી પર હજુ પણ અવકાશયાત્રીઓના પગલાના નિશાન છે.

જો કે, એવા કેટલાક કારણો છે, જેના કારણે ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન બદલાઈ શકે છે. ચંદ્ર પર ઉલ્કાઓ દ્વારા બોમ્બમારો થવાનો ભય છે. જો ઉલ્કાઓ ચંદ્રની સપાટી પર આવીને પડે છે, તો તેઓ તેની સ્થિતિ બદલી શકે છે. અવકાશનો એક નાનો ટુકડો પણ ચંદ્ર પરના પગના નિશાનો ભૂંસી શકે છે. પરંતુ ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. આ કારણે તે સૌર પવનના સંપર્કમાં રહે છે. સૂર્યમાંથી આવતા ચાર્જ્ડ પાર્ટિકલનો પ્રવાહ પૃથ્વી જેવું હવામાન બનાવવા માટે ત્યાં કામ કરી શકે છે. જો કે, આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે.

Next Article