દેશનું સૌથી મોટું રાજ્ય કે જેને અત્યાર સુધી નથી મળ્યો ભારત રત્ન, જાણો ગુજરાતને કેટલા મળ્યા છે

ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. 1954માં પ્રથમ વખત ત્રણ લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. છેલ્લા 70 વર્ષમાં માત્ર 49 લોકોને જ આ સન્માન મળ્યું છે. દેશમાં માત્ર 12 રાજ્યો એવા છે જેમને ભારત રત્ન મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

દેશનું સૌથી મોટું રાજ્ય કે જેને અત્યાર સુધી નથી મળ્યો ભારત રત્ન, જાણો ગુજરાતને કેટલા મળ્યા છે
Bharat Ratna
Follow Us:
| Updated on: Jan 26, 2024 | 5:48 PM

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા હતા, તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાતના બીજા દિવસે એટલે કે 24 જાન્યુઆરીએ જનનાયક કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ હતી. કર્પૂરી ઠાકુર બિહારના ચોથા વ્યક્તિ છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો આપણે રાજ્ય મુજબ જોઈએ તો આ યાદીમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. યુપીના નવ લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો છે.

ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. 1954માં પ્રથમ વખત ત્રણ લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. છેલ્લા 70 વર્ષમાં માત્ર 49 લોકોને જ આ સન્માન મળ્યું છે. દેશમાં માત્ર 12 રાજ્યો એવા છે જેમને ભારત રત્ન મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જ્યારે હાલમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે.

મોટાભાગના રાજ્યો હજુ પણ આ સન્માનથી વંચિત છે. તો વિસ્તારની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન પણ ભારત રત્નથી વંચિત છે. આ સિવાય જો અન્ય રાજ્યોની વાત કરીએ તો હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, કેરળ, ઝારખંડ અને છત્તીસગઢને પણ હજુ સુધી દેશનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું નથી. ઉત્તર-પૂર્વમાં આસામ એકમાત્ર એવું રાજ્ય છે કે જેના ખાતામાં ભારત રત્ન છે. તો ગુજરાતના 2 લોકોને અત્યાર સુધીમાં ભારત રત્ન સન્માન મળ્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કયા રાજ્યમાં કેટલા લોકોને મળ્યું આ સન્માન

  • ઉત્તર પ્રદેશ- 09
  • તમિલનાડુ- 08
  • મહારાષ્ટ્ર- 08
  • પશ્ચિમ બંગાળ- 06
  • બિહાર- 04
  • કર્ણાટક- 03
  • ગુજરાત – 02
  • તેલંગાણા- 01
  • ઓડિશા- 01
  • પંજાબ – 01
  • મધ્ય પ્રદેશ- 01
  • આસામ- 01
  • અન્ય દેશ- 02

આ પણ વાંચો સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન, કહ્યું- નાગરિક સન્માનથી દેશ સાથે જોડાવાનો મોકો મળ્યો

g clip-path="url(#clip0_868_265)">