AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Karoli Baba: જાણો એ ઘટના જ્યારે નીમ કરોલી બાબાને ડબ્બામાંથી ઉતારી દેવામાં આવ્યા, એક ઇંચ પણ ટ્રેન આગળ ચાલી શકી નહોતી, જુઓ Video

એકવાર બાબા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે તેમની પાસે ટિકિટ ન હતી, ત્યારે અધિકારીઓએ તેમને ટ્રેનમાંથી બહાર ઉતારી દીધા હતા. આ પછી ટ્રેન સ્થળ પરથી ચાલી શકી ન હતી.

Neem Karoli Baba: જાણો એ ઘટના જ્યારે નીમ કરોલી બાબાને ડબ્બામાંથી ઉતારી દેવામાં આવ્યા, એક ઇંચ પણ ટ્રેન આગળ ચાલી શકી નહોતી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:00 PM
Share

ભારતમાં ઋષિ-મુનિઓના ચમત્કારોની અનેક વાર્તાઓ આખી દુનિયામાં પ્રચલિત છે. આમાં બાબા નીમ કરોલી સાથે સંબંધિત એક કિસ્સો પણ સામેલ છે. એકવાર બાબા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે તેમની પાસે ટિકિટ ન હતી, ત્યારે અધિકારીઓએ તેમને ટ્રેનમાંથી બહાર ઉતારી દીધા હતા. આ પછી ટ્રેન સ્થળ પરથી ચાલી શકી ન હતી. જ્યારે અધિકારીઓને મામલો સમજાયો ત્યારે તેઓએ બાબાને ટ્રેનમાં બેસવા વિનંતી કરી હતી. બાબા ટ્રેનમાં ચઢ્યા અને તેમના આશીર્વાદ આપ્યા, ત્યારે જ ટ્રેન ચાલી શકી હતી.

આ પણ વાંચો: Neem Karoli Baba : નીમ કરોલી બાબાના જણાવ્યા અનુસાર આવા લોકો ક્યારેય નથી બની શકતા અમીર, તમારે પણ જાણવું જોઈએ, જુઓ Video

ભારત એક એવો દેશ છે, જ્યાં સંતોને ભગવાનથી ઓછા નથી માનવામાં આવતા. દેશમાં એવા ઘણા સંતો અને મહાત્માઓ છે, જેમને લોકો ભગવાનની જેમ પૂજે છે. બાબા નીમ કરોલી આ સંતોમાંથી એક છે. દેશમાં અનેક સંતો, જ્ઞાનીઓ અને યોગીઓ પોતાના કાર્યો અને ચમત્કારોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. બાબા નીમ કરોલી પણ તેમાંથી એક છે, જેના ભક્તો આખી દુનિયામાં છે.

ચમત્કાર બાદ લોકો તેમને બાબા નીમ કરોલીના નામથી ઓળખવા લાગ્યા

બાબા નીમ કરોલીનું નામ લક્ષ્મણ નારાયણ શર્મા હતું, પરંતુ એક ચમત્કાર બાદ લોકો તેમને બાબા નીમ કરોલીના નામથી ઓળખવા લાગ્યા. આખરે એ ચમત્કાર શું હતો? લક્ષ્મણ નારાયણ શર્માનો જન્મ વર્ષ 1900માં ઉત્તર પ્રદેશના અકબરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગા પ્રસાદ શર્મા હતું. 11 વર્ષની ઉંમરે તેમના માતા-પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. સમયની સાથે લક્ષ્મણ નારાયણ શર્માનું મન નિરાશામાં ડૂબી ગયું. તેમણે સાધુ બનવા માટે વર્ષ 1958માં ઘર છોડી દીધું હતું. આ પછી તેના પિતાએ ખૂબ સમજાવવાની કોશિશ કરી હતી. તેમના પિતાની આજ્ઞા માનીને, તેઓ લગ્ન જીવન જીવવા માટે ઘરે પાછા ફર્યા હતા. આ પછી તેમને બે પુત્ર અને એક પુત્રી થયા હતા.

બાબાને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા

નીમ કરોલી બાબાની ટ્રેનની વાર્તા ખૂબ જ લોકપ્રિય છે. લેખક રામ દાસના પુસ્તક ‘મિરેકલ ઓફ લવ’માં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામ દાસે પુસ્તકમાં લખ્યું છે કે એક દિવસ બાબા લક્ષ્મણ નારાયણ શર્મા ટિકિટ વગર ટ્રેનમાં ચડ્યા. આના પર ટીટીએ નીમ કરોલી બાબાને ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના નીમ કરોલી ગામમાં ટ્રેન રોકવા અને ટ્રેનમાંથી નીચે ઉતરવા કહ્યું. બાબાને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આ પછી ટ્રેન ત્યાંથી આગળ વધી ન હતી. ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ટ્રેન ચાલી શકી નહીં.

જ્યારે બાબાને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે ટ્રેન શરૂ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી રેલવે અધિકારીઓએ સમગ્ર મામલાની તપાસ કરી તો ટીટીએ આખી વાત જણાવી. આ પછી બાબાની શોધ કરવામાં આવી અને અધિકારીઓએ બાબાને ટ્રેનમાં ચઢવા દેવા કહ્યું. આ પછી અધિકારીઓએ નીમ કરોલી બાબાને ટ્રેનમાં બેસવાની વિનંતી કરી હતી.

આ રીતે નીમ કરોલી બાબા નામ પડ્યું

અધિકારીઓએ બાબાને ખૂબ સમજાવ્યા તો તેઓ માની ગયા અને હસતા હસતા ટ્રેનમાં બેસવા લાગ્યા. પછી જેમ બાબા બોગીમાં ચઢ્યા કે તરત જ ટ્રેન ચાલુ થઈ, પરંતુ બાબાએ તેમને આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા નહીં ત્યાં સુધી પાયલટ ટ્રેનને આગળ વધારી શક્યો નહીં.

બાબાએ આશીર્વાદ આપ્યા એટલે ટ્રેન ચાલુ થઈ. આ પછી બાબાની શરત મુજબ રેલ્વેને ફર્રુખાબાદના નીમ કરોલી ગામમાં રેલ્વે સ્ટેશન બનાવ્યું હતું. બાબા થોડો સમય નીમ કરોલી ગામમાં રહ્યા અને અહીંથી તેઓ નીમ કરોલી બાબા તરીકે ઓળખાવા લાગ્યા હતા.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">