Rajasthan: પાકિસ્તાન બોર્ડર પર હવે ‘ધ્રુવ’ આપશે સુરક્ષા, BSFને મળ્યું પહેલું ભારતીય હેલિકોપ્ટર, જાણો શું છે તેની ખાસિયત

|

Jun 20, 2022 | 12:53 PM

Features of Dhruv Helicopters: લગભગ 10 વર્ષ બાદ ધ્રુવ હેલિકોપ્ટર રાજસ્થાનની બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. ધ્રુવ હેલિકોપ્ટર ઘણી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ અગાઉ BSF પાસે રાજસ્થાન અને ગુજરાત સરહદો માટે સંયુક્ત રીતે ચેતક હેલિકોપ્ટર હતું.

Rajasthan: પાકિસ્તાન બોર્ડર પર હવે ધ્રુવ આપશે સુરક્ષા, BSFને મળ્યું પહેલું ભારતીય હેલિકોપ્ટર, જાણો શું છે તેની ખાસિયત
dhruv helicopter

Follow us on

Features of Dhruv Helicopters: રાજસ્થાનની સરહદ પર દુશ્મનોના દરેક નાપાક કૃત્ય પર નજર રાખવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સને (Border Security Force) હવે 1000 ઘોડાની તાકાતવાળું ધ્રુવ હેલિકોપ્ટર મળ્યું છે. લગભગ 10 વર્ષ બાદ ધ્રુવ હેલિકોપ્ટરને (Dhruv Helicopter) બોર્ડર સિક્યોરિટી ફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. જેના પછી માનવામાં આવી રહ્યું છે કે હવે BSFની તાકાત બમણી થઈ જશે. ધ્રુવ હેલિકોપ્ટર ઘણી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે, ત્યારપછી આ હેલિકોપ્ટર સરહદની સુરક્ષાની સાથે અનેક ઈમરજન્સી પરિસ્થિતિઓમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની મદદ કરી શકશે. જણાવી દઈએ કે, આ પહેલા સીમા સુરક્ષા દળના રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) સીમાઓ માટે સંયુક્ત ચેતક હેલિકોપ્ટર હતું. જે વર્ષ 2011માં સિરોહી જિલ્લા નજીક ક્રેશ થયું હતું.

રણ વિસ્તારોમાં BSFની વધશે તાકાત

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર હાજર રહેતા બોર્ડર સિક્યોરિટી ફોર્સને ઘણી મુશ્કેલ ઈમરજન્સી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ધ્રુવ હેલિકોપ્ટર સૈનિકો માટે લાઈફલાઈન કરતા વધારે સાબિત થશે. કોઈપણ દુર્ઘટના વખતે રેતાળ વિસ્તાર હોવાને કારણે બીએસએફને હેડક્વાર્ટરથી દૂરના વિસ્તારમાં જવા માટે ઓછો સમય લાગશે અને તરત જ સૈનિકો સુધી મદદ પહોંચશે.

તોફાન દરમિયાન ખૂબ મદદરૂપ સાબિત થશે ‘ધ્રુવ’

ધ્રુવ હેલિકોપ્ટર રેતાળ વિસ્તારમાં રસ્તાઓ પર તોફાન દરમિયાન ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. હકિકતમાં રાજસ્થાનની મોટાભાગની સરહદ રણ વિસ્તારને અડીને આવેલી છે અને રસ્તાઓથી દૂર છે. આવી સ્થિતિમાં BSF જવાનોને હેડક્વાર્ટરથી લગભગ 150થી 200 કિમીનું અંતર કાપવામાં 4થી 6 કલાકનો સમય લાગે છે, પરંતુ ધ્રુવ હેલિકોપ્ટર બાદ આ સમય પણ ઘટાડી શકાય છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મિસાઈલ પણ લઈ જઈ શકે છે ધ્રુવ

આ સિવાય ધ્રુવ હેલિકોપ્ટર તેની ઘણી ટેક્નિકને કારણે સેનામાં ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે. ધ્રુવ હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેની મહત્તમ ઝડપ 280 કિ.મી. પ્રતિ કલાક છે. સાથે જ ધ્રુવ મિસાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ઉપયોગી છે અને તેમાંથી મિસાઈલ પણ છોડી શકાય છે. મળતી માહિતી મુજબ, ધ્રુવ 8 એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ, 4 એર ટૂ એર પ્રહાર કરવા માટે સક્ષમ છે.

Next Article