AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની ઐતિહાસિક ધરોહરને જોવાનો અનોખો અવસર, જાણો ભારત ગૌરવ ટ્રેનની લગ્ઝરી સુવિધાઓ વિશે

Garvi Gujarat Tour: આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે. ચાલો જાણીએ ગરવી ગુજરાત યાત્રાનું માધ્યમ બનનાર ભારત ગૌરવ ટ્રેનની ખાસિયતો વિશે.

ગુજરાતની ઐતિહાસિક ધરોહરને જોવાનો અનોખો અવસર, જાણો ભારત ગૌરવ ટ્રેનની લગ્ઝરી સુવિધાઓ વિશે
Bharat Gaurav Deluxe AC Tourist Train luxury facilitiesImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 1:59 PM
Share

છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રેલવે અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. સ્વચ્છતા, ભોજન, સમય દરેક બાબતમાં ભારતીય રેલવે સારી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહે છે. વંદે ભારત ટ્રેન, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત ભારત ગૌરવ ટ્રેન ભારતીય રેલવેને નવી ગતિ આપી રહ્યું છે.

આ બધા વચ્ચે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચર્ચામાં છે. ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. ગુજરાતના આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે.

ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન

IRCTC દ્વારા સંચાલિત આ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફરદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની યાત્રા માટે નીકળશે. આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રીંગસ, ફૂલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર પણ રોકાશે. આ યાત્રાને સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ યોજનાની ભાવનાને અનુરુપ ડિઝાઈન કરવામાં આવી છે. આ આખી ટ્રેન 8 દિવસમાં કુલ 3500 કિલોમીટરનું અંતર કાપશે. ગુજરાતમાં આ ટ્રેન પહેલા કેવડિયામાં રોકાશે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીના આકર્ષણને યાત્રીઓ નીહાળી શકશે.

યાત્રા દ્વારા ગુજરાતની આ ધરોહરોને જોવાનો મળશે અવસર

આ યાત્રા દ્વારા તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટી, ચાંપાનેર, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાનકી વાવ, સોમનાથ જ્યોતિર્લિગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસ દરિયાન લેવા જઈ શકશો.

ટ્રેનમાં મળશે આ લગ્ઝરી સુવિધાઓ

  1.  બે રેસ્ટોરેન્ટ, એક આધુનિક રસોડું
  2.  કોચમાં વોશરુમ, શાવર ક્યૂબિકલ્સ, ફૂટ મસાજર, સેન્સર આધારિત કાર્યપ્રણાલી જેવી સુવિધાઓ
  3. ફર્સ્ટ એસી અને સેકેન્ડ એસી કોચની સુવિધા
  4. સુરક્ષા માટે ટ્રેનમાં સીસીટીવી કેમેરા
  5. આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ

એક અઠવાડિયાના ટૂર પેકેજમાં મળશે આ સુવિધાઓ

  1.  આઠ દિવસનું ટૂર પેકેજ
  2.  એસી હોટલમાં રાત્રી સ્ટે
  3.  માત્ર શાકાહારી ભોજન
  4.  યાત્રા વીમો અને ગાઈડની સુવિધા
  5. સ્થળોની મુલાકાત માટે બસોની સુવિધા
  6. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સુવિધાઓ

યાત્રાનો ખર્ચ અને EMIની સુવિધાઓ

  1. ભારત સરકારની નવી પહેલ ‘દેખો અપના દેશ’
  2. એેસી 2 ટિયરમાં પ્રતિ વ્યક્તિ 52,250 રુપિયાથી ટિકિટની શરુઆત
  3. એસી 1 કેબિનમાં પ્રતિ વ્યક્તિ 67,140 રુપિયાથી ટિકિટની શરુઆત
  4. એસી 1 કૂપેમાં પ્રતિ વ્યક્તિ 77,400 રુપિયાથી ટિકિટની શરુઆત
  5.  irctctourism.com પરથી મળશે ઈએમઆઈથી પેમેન્ટ આપવાની સુવિધા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">