વિદેશ જવા વિઝા જરૂરી છે, તો શું સાગર પરિક્રમા માટે પણ વિઝા જરૂરી છે ? જાણો શું છે પ્રોસેસ

|

Oct 14, 2024 | 4:48 PM

ભારતીય નેવીની બે મહિલા અધિકારીઓ સાગર પરિક્રમા પર નીકળી છે. જેમને 8 મહિનામાં 21,600 નોટિકલ માઈલની સફર પૂરી કરવાની છે, ત્યારે અમે તમને આ લેખમાં જણાવીશું કે, વિદેશ જવા માટે જેમ વિઝા જરૂરી છે, તેમ સાગર પરિક્રમા માટે પણ વિઝા જરૂરી છે.

વિદેશ જવા વિઝા જરૂરી છે, તો શું સાગર પરિક્રમા માટે પણ વિઝા જરૂરી છે ? જાણો શું છે પ્રોસેસ
Visa
Image Credit source: Getty Images

Follow us on

ભારતીય નેવીની બે મહિલા અધિકારીઓ સાગર પરિક્રમા પર નીકળી છે. આ મિશન નેવી દ્વારા બીજી વખત શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2017માં ભારતીય નેવીની છ મહિલા અધિકારીઓએ તેનું પ્રથમ મિશન સફળ બનાવ્યું હતું. આ સાગર પરિક્રમાને નેવીના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ લીલી ઝંડી આપીને રવાના કર્યું હતું.

મિશન 8 મહિનામાં પૂરું કરવાનું રહેશે

આ સમગ્ર મિશન 8 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે, જેમાં જહાજને પવનની મદદથી સમુદ્રમાં ચલાવીને 21,600 નોટિકલ માઈલની સફર પૂરી કરવાની રહેશે. આ સફરમાં બંને અધિકારીઓનો સામનો હાઈ સી અને એક્સટ્રીમ વેધર કંડિશન સામે થશે.

શું સાગર પરિક્રમા માટે પણ વિઝા લેવા પડશે ?

સાગર પરિક્રમા માટે વિઝાની જરૂર પડતી નથી, કેટલાક રિપોર્ટ્સ અનુસાર આ માટે ડિપ્લોમેટિક ક્લિયરન્સ જરૂરી છે. આ મિશન વિશેની માહિતી ભારત સરકાર અથવા દેશના સંબંધિત મંત્રાલય દ્વારા જે દેશનીસરહદમાં આ નેવી મિશન પ્રવેશ કરશે તેમને આપવાની રહે છે. આ પ્રક્રિયા સંબંધિત દેશોની સરકારો વચ્ચે સીધી રીતે થાય છે, જેમાં વ્યક્તિગત વિઝાની જગ્યાએ રાજદ્વારી પ્રક્રિયા સામેલ હોય છે.

શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video
રોજ ખાલી પેટ તુલસીના પાણીનું સેવન કરવાથી જાણો શું થાય છે?
સુરતની નવરાત્રીમાં 'સરકારી' ગીત પર કિંજલ દવેએ કર્યો જબરદસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ Video
ગૌતમ ગંભીરનો તે શાનદાર રેકોર્ડ, જ્યાં સચિન-કોહલી પણ પહોંચી શક્યા નથી
Cashews : કાજૂ પોષક તત્ત્વોથી છે ભરપૂર, પરંતુ કેટલી માત્રામાં ખાવા તે નિષ્ણાંતો પાસેથી જાણો
ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા

યાત્રા જ્યાંથી શરૂ થઈ છે, ત્યાં જ સમાપ્ત થશે

આ મિશન તે જ બંદર પર સમાપ્ત થશે જ્યાંથી તે શરૂ થયું હતું, આ માટે એક નિયમ પણ છે કે આ મિશન કોઈપણ નહેર અથવા સ્ટ્રેટમાંથી પસાર થશે નહીં, આ સિવાય સમગ્ર મિશનને ઓછામાં ઓછા બે વખત વિષુવવૃત્ત પાર કરવું પડશે. તેમાં ત્રણ કેપનો સમાવેશ થાય છે જે અમેરિકાનો હોર્ન કેપ, ઓસ્ટ્રેલિયાનો લ્યુવેન કેપ અને દક્ષિણ આફ્રિકાનો ગુડ હોપ કેપ છે. આ મિશન માટે તેમને ખૂબ જ કઠિન ટ્રેનિંગ આપવામાં આવી છે.

Next Article