AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલી ટ્રેન મોડી થવાથી બીજી કનેક્ટિંગ ટ્રેન છૂટી ગઈ? જાણો કેવી રીતે મળશે રિફંડ !

જો તમારી પહેલી ટ્રેન મોડી થવાના કારણે બીજી કનેક્ટિંગ ટ્રેન છૂટી જાય, તો શું ટિકિટના પૈસા પાછા મળી શકે છે? મોટાભાગના લોકોને રેલવેના આ નિયમ વિશે જાણકારી હોતી નથી. જાણો IRCTCના Connecting Journey Booking નિયમ અને રિફંડ માટે TDR ક્યારે અને કેવી રીતે ભરવું જોઈએ.

પહેલી ટ્રેન મોડી થવાથી બીજી કનેક્ટિંગ ટ્રેન છૂટી ગઈ? જાણો કેવી રીતે મળશે રિફંડ !
TDR Refund RuleImage Credit source: iStock
| Updated on: Jul 08, 2026 | 11:29 AM
Share

જો તમે ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ધારો કે તમારે સુરતથી દિલ્હી જવાની જરૂર છે પરંતુ સીધી ટ્રેન નથી મળી. તો તમે સુરતથી વડોદરા અને વડોદરાથી દિલ્હીની બીજી ટ્રેન ટિકિટ બુક કરાવી હોય તો તેનો અર્થ એ કે તમે કનેક્ટિંગ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કર્યું છે. જો કોઈ કારણોસર તમારી પહેલી ટ્રેન ખૂબ જ મોડી પડી અને તમે સમયસર વડોદરા સ્ટેશન પહોંચી શક્યા નહીં. પરિણામે, તમે તમારી બીજી ટ્રેન પણ ચૂકી ગયા હોય. ત્યારે મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે બીજી ટ્રેનની ટિકિટના પૈસા પાછા મળશે કે નહીં?

મોટાભાગના લોકો ઘણીવાર આ રેલવે નિયમથી અજાણ હોય છે. આને કારણે, ઘણા લોકો તેમના ટિકિટના પૈસા ગુમાવે છે. જોકે જો તમે આ મહત્વપૂર્ણ રેલવે નિયમથી વાકેફ છો અને ટિકિટ બુક કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો છો તો પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ તો પણ તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.

ટિકિટ બુક કરતી વખતે આ કામ કરવું જરૂરી

જો તમારે એક કરતાં વધુ ટ્રેનમાં મુસાફરી કરવાની હોય, તો IRCTC સાથે ટિકિટ બુક કરતી વખતે કનેક્ટિંગ જર્ની બુકિંગ વિકલ્પ પસંદ કરવાનું ભૂલશો નહીં. પછી, તમારી પહેલી ટ્રેનનો PNR નંબર દાખલ કરો. આમ કરીને રેલવે તમારી બંને ટિકિટોને એક જ કનેક્ટિંગ જર્ની તરીકે રજીસ્ટર કરશે. આ સેટિંગ રિફંડ મેળવવામાં સૌથી વધુ ઉપયોગી થશે.

TDR ફાઇલ કરવાથી ટિકિટના પૈસા પાછા મેળવી શકાય ?

જો તમે તમારી પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ છો, તો ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં રિફંડ આપવાનો રેલવેનો નિયમ છે. જોકે, તમારે સમયસર TDR (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) સબમિટ કરવી આવશ્યક છે. જો તમે નિયમો અનુસાર TDR ફાઇલ કરો છો, તો તમે તમારી ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો.

રિફંડ મેળવવા માટે શું કરવું પડશે ?

બીજી ટ્રેન છૂટી ગયા બાદ રાહ ન જુઓ. પહેલી ટ્રેન જે સ્ટેશન સુધી પહોંચવાની હતી, ત્યાં પહોંચ્યા બાદ 3 કલાકની અંદર TDR ફાઇલ કરવું જરૂરી છે. જો નિર્ધારિત સમય બાદ TDR ભરવામાં આવે તો રેલવે રિફંડનો દાવો સ્વીકારશે નહીં.

IRCTC પરથી TDR કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ IRCTC વેબસાઇટ પર તમારા એકાઉન્ટથી લોગિન કરવું
  • ત્યારબાદ My Accountમાં જઈને My Transactions પર ક્લિક કરવું
  • અહીં તમને TDRનો વિકલ્પ મળશે
  • જે ટિકિટનું રિફંડ જોઈએ છે તેનો PNR સિલેક્ટ કરવો
  • રિફંડનું કારણ પસંદ કરીને જરૂરી માહિતી ભરી TDR સબમિટ કરવું
  • ત્યારબાદ રેલવે તમારા દાવાની તપાસ કરશે અને નિયમો પૂર્ણ થયા બાદ રિફંડ તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે

આ બાબતો પણ રાખો ધ્યાનમાં

આ સુવિધા દરેક ટિકિટ પર લાગુ પડતી નથી. જો બીજી ટ્રેનની ટિકિટ તત્કાલ ક્વોટા હેઠળ બુક કરવામાં આવી હોય તો આ નિયમ હેઠળ રિફંડ આપવામાં આવશે નહીં. વધુમાં બે ટ્રેનો વચ્ચે માન્ય સમય તફાવત હોવો જોઈએ અને પહેલી ટ્રેન અને બીજી કનેક્ટિંગ ટ્રેન વચ્ચેનો સમય તફાવત પાંચ દિવસથી વધુ ન હોવો જોઈએ. સૌથી અગત્યનું તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે કનેક્ટિંગ જર્ની બુકિંગ વિકલ્પ પસંદ કર્યો હોવો જોઈએ તો જ તમે આ નિયમનો લાભ મેળવી શકશો.

જો તમે કનેક્ટિંગ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટ બુક કરાવતી વખતે કનેક્ટિંગ જર્ની લિંક કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી, જો તમે પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ છો તો પણ તમારા ટિકિટના પૈસા વેસ્ટ જનાર નહીં અને રેલવેના નિયમ મુજબ રિફંડ મેળવી શકાય.

આ પણ વાંચો, ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી-આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ કરાઈ રદ, હેલ્પ ડેસ્ક કરાઇ શરૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">