AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેન દુર્ઘટનામાં IRCTC વીમા હેઠળ આપે છે 10 લાખ વળતર, થોડા પૈસા ખર્ચીને કરાવી આ રીતે લઈ શકો છો વીમો

અકસ્માત અથવા અન્ય કોઈ પણ પ્રકારની આવી ટ્રેન ઘટનાને કારણે જાનમાલના નુકસાનને ધ્યાનમાં રાખીને, રેલવેએ 2016 થી રેલ અકસ્માત વીમાની સુવિધા પણ શરૂ કરી છે. IRCTC પર ટ્રેન રિઝર્વેશન ટિકિટ બુક કરતી વખતે રેલવે રૂ. 1 કરતાં ઓછી કિંમતે રૂ. 10 લાખનો પ્રવાસ વીમો આપે છે.

ટ્રેન દુર્ઘટનામાં IRCTC વીમા હેઠળ આપે છે 10 લાખ વળતર, થોડા પૈસા ખર્ચીને કરાવી આ રીતે લઈ શકો છો વીમો
IRCTC gives compensation of 10 lakhs
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 12:55 PM
Share

ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ઓડિશામાં શુક્રવારે રાત્રે ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા આ ભયાનક ટ્રેન અકસ્માતમાં લગભગ 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રેનના ડબ્બા પાટા પર દૂર દૂર સુધી વિખરાઈ ગયા હતા.

ભારતીય રેલ્વેએ આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. મામૂલી ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

રેલવેએ આપે છે અકસ્માત વીમાની સુવિધા

તમને જણાવી દઈએ કે અકસ્માત અથવા અન્ય કોઈ પણ પ્રકારની આવી ટ્રેન ઘટનાને કારણે જાનમાલના નુકસાનને ધ્યાનમાં રાખીને, રેલવેએ 2016 થી રેલ અકસ્માત વીમાની સુવિધા પણ શરૂ કરી છે. IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) પર ટ્રેન રિઝર્વેશન ટિકિટ બુક કરતી વખતે રેલવે રૂ. 1 કરતાં ઓછી કિંમતે રૂ. 10 લાખનો પ્રવાસ વીમો આપે છે. આરક્ષણ ફોર્મ પર, તમને 35 પૈસામાં આ વીમો લેવા અથવા ન લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. વીમા પર ક્લિક કરીને તમે ICICI લોમ્બાર્ડ અથવા અન્ય વીમા કંપનીઓ પાસેથી વીમા કવર મળે છે.

વીમો ફક્ત IRCTC દ્વારા બુક કરાયેલ ટિકિટ પર જ ઉપલબ્ધ

આ વીમા યોજના તમામ આરક્ષિત વર્ગો (સ્લીપર, 1 એસી, 2 એસી, 3 એસી) તમામ ટ્રેનોના મુસાફરો માટે (પેસેન્જર ટ્રેનો અને સબ-અર્બન ટ્રેનો સિવાય) ફક્ત IRCTC વેબસાઇટ્સ પર ઑનલાઇન બુક કરાયેલ ટિકિટો માટે ઉપલબ્ધ છે. મેન્યુઅલી ઓપરેટેડ રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર દ્વારા આરક્ષિત ટિકિટ બુક કરાવનારા અને અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરનારા મુસાફરો આ વીમા યોજનાનો લાભ મેળવવા માટે હકદાર નથી.

તમને કેટલો દાવો મળે છે?

  • અકસ્માતમાં મુસાફરના મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ
  • મુસાફરને હાથ પગમાં ઈજા થાય અને વિકલાંગતાના કિસ્સામાં રૂ. 10 લાખ
  • આંશિક રીતે કાયમી અપંગતા પર રૂ. 7.5 લાખ
  • ઈજાના કિસ્સામાં હોસ્પિટલના ખર્ચ માટે રૂ. 2 લાખ
  • મૃતકના મૃતદેહના પરિવહન માટે 10 હજાર રૂપિયા.

ટિકિટ બુકિંગ પછી નોમિનીને અપડેટ કરવું આવશ્યક

જ્યારે તમે ટ્રેન ટિકિટ બુક કરો છો, ત્યારે તમારે ચુકવણી વિકલ્પ પર ક્લિક કરતા પહેલા વીમા પૉલિસી વિકલ્પ પસંદ કરવો પડશે. પરંતુ અહીં તમને નોમિનીની વિગતો પૂછવામાં આવી નથી. જ્યારે તમે ટિકિટ બુક કરો છો, ત્યારે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર વીમા કંપની તરફથી મેસેજ આવે છે. આમાં તમારે નોમિની વિગતો ભરવાની રહેશે. તેને કોઈપણ રીતે અવગણશો નહીં. રેલ દુર્ઘટનામાં, તમે નોંધણી કરાવેલ નોમિનીને વીમા દાવાની રકમ મળે છે.

કેવી રીતે દાવો કરવો?

ટ્રેન અકસ્માતના કિસ્સામાં, વ્યક્તિ, નોમિની અથવા તેના અનુગામી વીમાની રકમનો દાવો કરી શકે છે. તમારે આ વીમાનો દાવો ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર કરવો પડશે. આ માટે તમારે વીમા કંપની (ઇન્શ્યોરન્સ ક્લેમ)નો સંપર્ક કરવાનો રહેશે. અહીં વીમા કંપનીએ પણ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. આ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોની પણ જરૂર પડશે.

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">