ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ક્યારેય ભારતનો ભાગ હતો ? જાણો શું છે હકીકત
શ્રીલંકા એક ટાપુ દેશ છે, જે ભારતથી સમુદ્ર દ્વારા અલગ પડે છે. ભારત અને શ્રીલંકા બન્ને બ્રિટિશ સામ્રાજ્યના ભાગ હતા. 1947માં ભારત આઝાદ થયું, જ્યારે 1948માં શ્રીલંકા આઝાદ થયું હતું અને તે સમયથી બંને અલગ સ્વતંત્ર રાષ્ટ્રો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, શું શ્રીલંકા ક્યારેય ભારતનો ભાગ હતો.

હિંદ મહાસાગરમાં ભારતની દક્ષિણે ભારતને અડીને એક ટાપુ આવેલો છે, જેનું નામ શ્રીલંકા છે. ભારતથી શ્રીલંકાનું અંતર માત્ર 50 કિલોમીટર છે. 1972 સુધી તેનું નામ સિલોન હતું, જે બદલીને લંકા કરવામાં આવ્યું હતું અને 1978માં સન્માનિત શબ્દ શ્રી ઉમેરીને તેને શ્રીલંકા કરવામાં આવ્યું હતું. શ્રીલંકાનો ભારત સાથે પ્રાચીન સમયથી અતૂટ સંબંધ રહ્યો છે. શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે મળીને રામાયણ સાથે સંબંધિત 50 સ્થળો શોધી કાઢ્યા છે, જેનું પુરાતત્વીય અને ઐતિહાસિક મહત્વ છે અને જેનો રામાયણમાં પણ ઉલ્લેખ છે. શ્રીલંકામાં જ્યાં રાવણની સુવર્ણ લંકા હતી તે સ્થાન મળી આવ્યું છે. અશોક વાટિકા, રામ-રાવણ યુદ્ધભૂમિ, રાવણની ગુફા, રાવણનું એરપોર્ટ, રાવણનું મૃત શરીર, રાવણનો મહેલ અને આવા 50 રામાયણ સ્થળોની શોધ કરવામાં આવી છે. તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. ...
